Breakfast Recipe : જાહ્નવી કપૂર (Janhvi Kapoor) વર્ક આઉટ કરવાનું કદી ચૂકતી નથી. તેના ફિટનેસને લઈને એક્ટ્રેસ કડક નિયમોનું પાલન કરે છે. આ ઉપરાંત તે ડાયટને લઈને પણ એટલીજ સભાન છે. તે હેલ્થી અને ટેસ્ટી ફૂડ ડાયટમાં લેવાનો આગ્રહ રાખે છે. જાહ્નવીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તે બીઝી લાઇફસ્ટાઇલ છતાં હેલ્થી અને બેલેન્સ ડાયટ લેવાનું પસંદ કરે છે. જેમાં તેણે રાગી શક્કરીયા પરાઠા (ragi sweet potato paratha) ના વિશે વાત કરી હતી.
રાગી શક્કરીયા પરાઠા કેટલા હેલ્થી છે, શું તમારે વેઇટ લોસ ડાયટમાં સામલે કરી શકાય, ડાયાબિટીસના દર્દીઓએ સેવન કરવું કે નહિ, અહીં જાણો બધુજ

વેઇટ લોસ દરમિયાન પરાઠા ખાવા કે નહીં?
રાગી શક્કરીયા પરાઠા રાગીના લોટમાંથી બને છે. રાગી કેલ્શિયમ,આયર્ન ડાયેટરી ફાઇબરનો ઉત્તમ સ્ત્રોત છે. આ મીલેટ લો ગ્લાયકેમિક ઇન્ડેક્સ માટે જાણીતું છે. જે તેને ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ અથવા તેમના બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત વેઇટ લોસ કરતા લોકો તેમના ડાયટમાં એડ કરી શકે છે જે તમને વેઇટ લોસ જર્ની દરમિયાન એર્નજી ટકાવી રાખવામાં મદદ કરે છે, ભૂખ કંટ્રોલ કરે છે અને એકન્દરે વેઇટ લોસમાં ફાળો આપે છે.
આ પણ વાંચો: Summer Special : બદામ ગુંદર શું છે? ગરમી સામે કેવી રીતે કરે છે રક્ષણ? જાણો ફાયદા અને યુનિક રેસીપી
હેલ્થ એક્સપર્ટે જણાવ્યું કે, ”વિટામીન A અને C થી ભરપૂર શક્કરિયા રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે જાણીતા છે તેમાં ફાઇબર અને એન્ટીઑકિસડન્ટો પણ પ્રદાન કરે છે, જે આંતરડાના સ્વાસ્થ્ય અને સામાન્ય સુખાકારીને ટેકો આપે છે અને પાચનશકિત વધારે છે.”
હેલ્થ એક્સપર્ટ અનુસાર, આ પરાઠા ન માત્ર પાચનમાં મદદ કરે છે પરંતુ તે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. રાગી એન્ટી-કાર્સિનોજેનિક ગુણધર્મો પણ ધરાવે છે. પરાઠામાં રાગી અને શક્કરિયાનું મિશ્રણ લાંબા સમય સુધી પેટ ભરેલું રાખી શકે છે, તેથી વેઇટ લોસ ડાયટ માટે પરફેક્ટ છે. આ ઉપરાંત લોહીમાં ગ્લુકોઝ લેવલ જાળવી રાખે છે.”
આ પણ વાંચો: Moringa Tea : ડાયાબિટીસથી લઇ કિડનીની બીમારીમાં અસરકારક મોરિંગાની ચા, આ રીતે બનાવો
રાગી શક્કરીયા પરાઠા રેસીપી
સામગ્રી
2 કપ- રાગીનો લોટ1 -મોટું બાફેલું અને છુંદેલુ શક્કરિયા1/2 ટીસ્પૂન – હળદર પાવડર1 ચમચી – જીરા (જીરું) પાવડરસ્વાદ અનુસાર મીઠું,કણક માટે ઘી અથવા તેલજરૂર મુજબ પાણી
બનાવની રીત :
- સૌ પ્રથમ શક્કરિયાને બાફી લો. તેને છોલીને બરાબર મેશ કરી લો અને ગઠ્ઠો ના રહે તેની ખાતરી કરો.
- એક મોટા મિક્સિંગ બાઉલમાં રાગીનો લોટ, છૂંદેલા શક્કરિયા, હળદર પાવડર, જીરા પાવડર અને મીઠું ઉમેરી પ્રોપર મિક્ષ કરો. ધીમે ધીમે જરૂર મુજબ પાણી ઉમેરો જેથી નરમ કણક બને. અને તેમાં શક્કરિયા ઉમેરો. તેમાંથી ભેજ લોટ બાંધવા માટે પૂરતો હોઈ શકે છે, તેથી પાણી ઉમેરતા ધ્યાન રાખો.
- કણકને સમાન કદના બોલમાં વહેંચો.
- થોડા રાગીના લોટના બોલથી ગોળ પરાઠા તૈયાર કરો. જો કણક ચીકણું હોય તો તમે પ્લાસ્ટિકની બે શીટ વચ્ચે મૂકી શકો છો અને તેને રોલ આઉટ કરી શકો છો.
- મધ્યમ તાપ પર તવાને ગરમ કરો અને ગોલ્ડન બ્રાઉન થાય અને પ્રોપર કુક થાય ત્યાં સુધી પરાઠાને થવા દો. તેમાં પીંછી વડે થોડું ઘી અથવા તેલ નાખો.
- આ ગરમ ગરમ પરાઠાને દહીં, અથાણું અથવા તમારી પસંદગીની કોઈપણ ચટણી સાથે સર્વ કરો.





