Raisins Health Benefits: કિસમિસનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે? દરરોજ પાણીમાં પલાળેલી 10 સુકી દ્રાક્ષ ખાવાથી હેલ્થ પર શું અસર થશે? જાણો

Health Benefits Of Raisins Soaked In Water: કિસમિસનું સેવન બ્લડપ્રેશરથી લઇ હાર્ટ અને પેટ માટે સ્વાસ્થ્ય ફાયદાકારક છે. દરરોજ પાણીમાં પલાળેલી 10 સુકી દ્રાક્ષ ખાવાથી શરીરને ઘણો ફાયદો થાય છે.

Health Benefits Of Raisins Soaked In Water: કિસમિસનું સેવન બ્લડપ્રેશરથી લઇ હાર્ટ અને પેટ માટે સ્વાસ્થ્ય ફાયદાકારક છે. દરરોજ પાણીમાં પલાળેલી 10 સુકી દ્રાક્ષ ખાવાથી શરીરને ઘણો ફાયદો થાય છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Raisins Health Benefits | Health Benefits Of Raisins | Raisins Soaked In Water | Lifestyle tips | Health tips of Raisins

સુકી દ્રાક્ષ એટલે કે કિસમિસનું સેવન હેલ્થ માટે ફાયદાકારક છે. (Photo - Freepik)

કિસમિસ એટકે કે સુકી દ્રાક્ષ એવુ ડ્રાય ફ્રુટ્સ છે જેમાં કુદરતી મીઠાશ હોય છે. નેચરલ સુગરની સાથે તેમાં કેલરી પણ વધુ હોય છે. આ ડ્રાય ફ્રુટ દ્રાક્ષને સૂકવીને બનાવવામાં આવે છે જેમાં ફાઈબર, એન્ટીઓક્સીડેન્ટ અને આયર્ન જેવા મહત્વના પોષક તત્વો પણ હોય છે. કિસમિસ એક એવું ડ્રાય ફ્રુટ છે જેના સ્વાસ્થ્ય માટે અગણિત ફાયદા છે. સુકી દ્રાક્ષ શરીરને એનર્જી આપે છે. આ ખાસ કરીને આયર્ન, પોટેશિયમ અને એન્ટીઑકિસડન્ટ ગુણોથી ભરપૂર હોય છે. આયર્નથી ભરપૂર સુકી દ્રાક્ષનું સેવન કરવાથી એનિમિયા મટે છે. સુકી દ્રાક્ષમાં હાજર પોટેશિયમ બ્લડપ્રેશરને કંટ્રોલ કરે છે અને હૃદયની બીમારીઓથી બચાવે છે.

Advertisment

કિસમિસના પોષક તત્વો (Raisins Nutrition)

સુકી દ્રાક્ષમાં હાજર ફ્લેવોનોઈડ્સ અને ફેનોલિક એસિડ જેવા એન્ટીઓક્સીડેન્ટ્સ શરીરમાં ઓક્સિડેટીવ તણાવ અને બળતરાને દૂર કરવામાં મદદ કરે છે. હવે સવાલ એ થાય છે કે શું પોષક તત્વોથી ભરપૂર સુકી દ્રાક્ષનું રોજ સેવન કરવું જોઈએ? જો દરરોજ 10 કિસમિસનું સેવન કરવામાં આવે તો તેની સ્વાસ્થ્ય પર શું અસર થઈ શકે છે?

દરરોજ 10 કિસમિસ ખાવાથી સ્વાસ્થ્ય પર શું અસર પડે છે? (Health Benefits Of Raisins)

દરરોજ 10 કિસમિસનું સેવન સ્વાસ્થ્ય માટે સલામત અને ફાયદાકારક બંને છે. કિસમિસનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ફાયદો તો થાય જ છે સાથે સાથે મીઠાઈની લાલસા પણ નિયંત્રણમાં રહે છે. જો કિસમિસનું સેવન મર્યાદિત માત્રામાં કરવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. કિસમિસનું સેવન કરવાથી શારીરિક અને માનસિક વિકાસ સુધરે છે અને સ્થૂળતા નિયંત્રણમાં રહે છે. કિસમિસનું સેવન બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં ખૂબ જ અસરકારક સાબિત થાય છે.

Advertisment

સુકી દ્રાક્ષને પાણીમાં પલાળીને ખાવી જોઈએ કે નહીં? (Why Eat

દરરોજ પાણીમાં પલાળેલી કિસમિસનું સેવન હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. ફાઈબરથી ભરપૂર સુકી દ્રાક્ષને પાણીમાં પલાળીને ખાવામાં આવે તો આંતરડાનું સ્વાસ્થ્ય સ્વસ્થ રહે છે. આને ખાવાથી પાચનક્રિયા સુધરે છે અને પેટનું ફૂલવું કંટ્રોલ થાય છે. પલાળેલી કિસમિસનું સેવન કરવાથી કબજિયાતમાં રાહત મળે છે.

કિસમિસ ખાવાથી સ્વાસ્થ્યને શું ફાયદા થાય છે? (Benefits Of Raisins Soaked In Water)

કિસમિસનું સેવન હાઈ બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખે છે. જો બીપીના દર્દીઓ દરરોજ પલાળેલી કિસમિસનું સેવન કરે તો તેઓ સરળતાથી તેમનું બીપી સામાન્ય રાખી શકે છે. પોટેશિયમ અને ફાઈબરથી ભરપૂર કિસમિસ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં દવાની જેમ કામ કરે છે.

કિસમિસનું સેવન શરીરનું વજનને નિયંત્રિત કરવામાં ખૂબ જ અસરકારક સાબિત થાય છે. કિસમિસમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. જો કિસમિસનું દરરોજ મર્યાદિત માત્રામાં સેવન કરવામાં આવે તો પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને તમે વધુ પડતું ખાશો નહીં. ઓછું ખાવાથી તમારું વજન નિયંત્રણમાં રહે છે.

કિસમિસનું સેવન થાઈરોઈડને નિયંત્રિત કરવામાં દવા જેટલું જ અસરકારક છે. કિસમિસમાં ફાઈબર, પોલીફેનોલ્સ, ફ્લેવોનોઈડ્સ અને ફેનોલિક એસિડ ભરપૂર માત્રામાં હોય છે જે શક્તિશાળી એન્ટીઓક્સીડેન્ટ હોઈ શકે છે. આ પોષક તત્વો થાઇરોઇડ હોર્મોનના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

આ પણ વાંચો | નાળિયેર પાણી પીવાના અઢળક ફાયદા, જાણું વર્ક આઉટ પછી કેમ પીવું?

કિસમિસમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે, જે ખાધા પછી લોહીમાં શુગર લેવલને સામાન્ય રાખવામાં મદદ કરે છે. ટાઈપ-2 ડાયાબિટીસના દર્દીઓ તેનું સેવન કરીને બ્લડ સુગર નોર્મલ કરી શકે છે.

ગુજરાતી ન્યૂઝ જીવનશૈલી ટ્રેન્ડિંગ ન્યૂઝ health tips