Bharwa Baingan Recipe: ભરેલા રીંગણનું શાક ભાવે છે? રાજસ્થાની સ્ટાઇલમાં આ રીતે બનાવો, ટેસડો પડી જશે

Bharela Ringan Nu Shaak Banavani Rit : ભરેલા રીંગણનું શાક સ્વાદિષ્ટ લાગે છે. જો તમને ભરેલા રીંગણનું શાક ખાવું ગમે છે તો તમારે રાજસ્થાની સ્ટાઇલમાં ભરેલા રિંગણ બનાવવા જોઇએ. અહીં ભરેલા રીંગણ બનાવવાની સંપૂર્ણ રીત અને સામગ્રીની યાદી આપી છે.

Bharela Ringan Nu Shaak Banavani Rit : ભરેલા રીંગણનું શાક સ્વાદિષ્ટ લાગે છે. જો તમને ભરેલા રીંગણનું શાક ખાવું ગમે છે તો તમારે રાજસ્થાની સ્ટાઇલમાં ભરેલા રિંગણ બનાવવા જોઇએ. અહીં ભરેલા રીંગણ બનાવવાની સંપૂર્ણ રીત અને સામગ્રીની યાદી આપી છે.

author-image
Ajay Saroya
New Update
Bharwa Baingan Recipe | Stuffed Brinjal Recipe | bharela ringan nu shaak banavani rit

Bharwa Baingan Recipe : રાજસ્થાની સ્ટાઇલ ભરેલા રીંગણ બનાવવાની રીત. Photograph: (Social Media)

Bharwa Baingan Recipe In Gujarati : બટાકા રીંગણનું શાક ઘરે ઘણીવાર બનાવવામાં આવે છે. કેટલાક લોકો ભરેલા રીંગણનું શાક ખાવાનું પસંદ કરે છે અને અમુક લોકોને રીગંણનું ભડથું ખાવું ગમે છે. આ બંને શાક બનાવવા સરળ છે. પરંતુ કેટલાક મસાલા અને બનાવવાની રીત બદલવાથી શાકનો સ્વાદ અનેકગણો વધી શકે છે. રાજસ્થાનના ભોજનનો સ્વાદ જ કંઇક અલગ હોય છે. જો તમને ભરેલા રીંગણનું શાક ખાવું ગમે છે તો રાજસ્થાની સ્ટાઇલમાં એક વખત જરૂર બનાવવા જોઇએ. ચાલો જાણીએ કે, આ શાક બનાવવા માટે કયા પ્રકારના રીંગણ ખરીદવા અને બનાવતી વખતે શું સાવધાની રાખવી.

Advertisment

ભરેલા રીંગણનું શાક બનાવવા માટે સામગ્રી

  • રીંગણ (નાના) : 8 - 10 નંગ

રીંગણની અંદર મસાલો ભરવા માટે

  • ધાણા પાઉડર : 2 ચમચી
  • જીરું પાઉડર : 1 ચમચી 
  • હળદર પાઉડર : 1/2 ચમચી
  • લાલ મરચું પાઉડર : 1 ચમચી
  • આમચુર પાઉડર : 1 ચમચી 
  • ગરમ મસાલા પાઉડર : 1/2 પાઉડર
  • મીઠું : 1 ચમચી
  • લીલું કોથમીર : 1 ચમચી
  • લીબુંનો રસ : 1 ચમચી
  • સીંગદાણાનો ભુક્કો : 2 ચમચી

શાકની ગ્રેવી બનાવવા માટે સામગ્રી

  • તેલ : 3 ચમચી
  • જીરું : 1 ચમચી 
  • વરિયાળી : 1 ચમચી
  • હિંગ : 1/2 ચમચી
  • મોટી ડુંગળી : 1 નંગ ઝીણી સમારેલી
  • ટામેટા : 2 નંગ ઝીણા કાપેલા
  • આદુ લણસની પેસ્ટ : 2 ચમચી
  • લાલ મરચુ પાઉડર : 2 ચચમી
  • ધાણાજીરું પાઉડર : 2 ચમચી
  • કસૂરી મેથી : 2 ચમચી
  • ચણાનો લોટ શેકેલો : 2 ચમચી
  • દહીં : 2 ચમચી
  • લીલું કોથમીર : 2 ચમચી
  • ગરમ પાણી : 1 - 2 કપ
  • મીઠું : સ્વાદ અનુસાર

રાજસ્થાની સ્ટાઇલ ભરેલા રીંગણનું શાક બનાવવાની રીત 

ભરેલા રીંગણ બનાવવા માટે, સૌથી પહેલા નાના ગુલાબી રીંગણને પાણીમાં 2 - 3 વખત સારી ધોઇ લો. પછી કાપડ વડે લુંછીને સાફ કરો. ત્યારબાદ રીંગણની અંદર મસાલો ભરવા માટે ચાકુ વડે રીંગણમાં ચાર ક્રોસ ચીરા મૂકો. એક વાતનું ધ્યાન રાખો, રીંગણ આખું રાખવાનું છે, તેના ટુકડા કરવાના નથી. 

Advertisment

ત્યાર પછી ટામેટા, ડુંગળીના બારીક સમારો. આદુ લસણની પેસ્ટ બનાવી બાજુમાં રાખી મૂકો. ગ્રેવી માટે ચણાનો લોટ સહેજ શેકીને તૈયાર રાખો.

હવે રીંગણમાં ભરવા માટે મસાલો તૈયાર કરો.  સ્ટફિંગ માટે એક બાઉલમાં બધા મસાલા, સીંગદાણાનો ભૂક્કો, લીંબુનો રસ અને લીલું કોથમીર મિક્સ કરો. પછી મસાલામાં 1 - 2 નાની ચમચી તેલ ઉમેરી, જેથી બધા મસાલા રીંગણી અંદર ચોંટી રહે. આ મસાલો રીંગણની અંદર ભરો. 

ગેસ ચાલુ કરી એક કઢાઇમાં તેલ ગરમ કરો. તેમા જીરું, વરિયાળી અને હીંગનો તડકો લગાવો. પછી ટામેટા, ડુંગળી અને આદુ મરચાની પેસ્ટને મીડિયમ તાપે ફ્રાય કરો. પછી તેમા લાલા મરચુ, હળદર, ધાણાજીરું પાઉડર અને મીઠું ઉમેરો. મસાલા માંથી તેલ છુટું પડે ત્યાં સુધી સાંતળો. 

ત્યારબાદ આ મસાલામાં કસુરી મેથી અને શેકલો ચણાનો લોટ અને અડધું કપ પાણી ઉમેરો. હવે દહીં ઉમેરવાનું છે. દહીં ફાટે નહીં તેની માટે કઢાઇને ગેસ પરથી નીચે ઉતારો પછી તેમા દહીં રેડો. દહીંને ગ્રેવીમાં સારી રીતે મિક્સ ત્યાર બાદ કઢાઇને ફરી ગેસ પર મૂકો. 

હવે મસાલા ભરેલા રીંગણ પકવવા માટે ગ્રેવીમાં મૂકો. ગેસની આંચ ધીમી રાખવી, જેથી રીંગણ સારી રીતે રંધાશે. જો જરૂર પડે તો કઢાઇમાં 1 કપ પાણી ઉમેરવું. 7 થી 10 મિનિટમાં રીંગણને ધીમા તાપે રાંધો. રીંગણ બરાબર રંધાઇ એટલે કે ગેસ બંધ કરી દો. તેમા લીલું કોથમીર અને લીંબનો રસ ઉમેરી સર્વ કરો. ભરેલા રીંગણ રોટલી અને પરાઠા સાથે ખાવાની મજા પડશે.

ભોજન રેસીપી જીવનશૈલી