Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/06/Rajasthani-Churma-Recipe.jpg)
Rajasthani Churma Recipe: રાજસ્થાની ચૂરમા લાડુ બનાવવાની રેસીપી (Photo - @mewarkitchen)
Rajasthani Churma Lodoo Recipe: રાજસ્થાન વૈભવી મહેલ કિલ્લાની સાથે સાથે તેની ખાણીપીણી માટે પણ પ્રખ્યાત છે. રાજસ્થાનની દાલબાટી દેશ અને વિદેશમાં વખણાય છે. દાલબાટી સાથે સાથે રાજસ્થાની ચૂરમા લાડુ પણ ખાવાની મજા પડે છે. રાજસ્થાની ચૂરમા લાડુ સ્વાદ સાથે સ્વાસ્થ્ય માટે પણ ગુણકારી હોય છે. રાજસ્થાની ચૂરમા લાડુમાં ઘી સાથે સાથે કાજુ બદામ પણ હોય છે, જે શરીરને પોષણ આપે છે. જો તમે પણ દેશી મિઠાઇ ખાવાના શોખીન છો તો ઘરે રાજસ્થાની ચૂરમા લાડુ બનાવો અને સ્વાદની મજા માણો. ચાલો જાણીયે રાજસ્થાની ચૂરમા લાડુની રેસીપી
Advertisment
રાજસ્થાની ચૂરમા લાડુ બનાવવાની સામગ્રી
રાજસ્થાની ચૂરમા લાડુ ઓછી સામગ્રીમાં તૈયાર થઇ જાય છે.
- બે કપ ઘઉંનો જાડો લોટ (તમે ભાખરી અને રોટલીનો લોટ બરાબર માત્રામાં લઇ શકો છો)
- બે કપ સોજી
- દેશી ઘી
- ગોળ અથવા ખાંડ બુરુ
- ડ્રાયફૂટ્સ
- એલચી પાઉડર
- ખસખસ
https://www.instagram.com/p/CQxYCRvJaFR/
રાજસ્થાની ચુરમા લાડુ બનાવવાની રેસીપી (Rajasthani Churma Recipe In Gujarati)
- રાજસ્થાની ચુરમા લાડુ બનાવવા માટે એક બાઉલમાં બે કપ સોજી અને ઘઉંનો જાડો લોટ મિક્સ કરો.
- આ લોટમાં ઘી નાખીને બધુ બરાબર મિક્સ કરી લો. હવે તેનો લોટ બાંધો, લોટ થોડોક કડક રાખવો.
- આ લોટમાં નાના નાના લુઆ બનાવો.
- આ લુઆને તમે દાલબાટીના ઓવનમાં શેકી પણ શકો છો અથવા તેલમાં તળી પણ શકો છો.
- હવે લુઆ ઠંડા થયા બાદ મિક્સરમાં બરછટ પીસી લો.
- હવે આ મિશ્રણને એક બાઉલમાં નાંખો.
Advertisment
આ પણ વાંચ | જાહ્નવી કપૂરના ફેવરીટ રાગી શક્કરિયા પરાઠા, આ રીતે બ્રેકફાસ્ટમાં બનાવો ટેસ્ટી અને હેલ્થી પરાઠા
- આ મિશ્રણમાં તમારા સ્વાદ અનુસાર ગોળ કે ખાંડ બુરુ નાંખો.
- હવે તેમા કાજુ, બદામ અને સુકી દ્રાક્ષના ટુકડા તેમજ એલચી પાઉડર નાંખો.
- હવે આ મિશ્રણમાં ગરમ ઘી નાંખીને બધુ બરાબર મિક્સ કરી લો.
- હવે આ ચુરમાના નાના નાના લાડુ બનાવી સર્વ કરો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us