Rajasthani Ghevar Sweet Recipe: ચોમાસુ આવતા જ ઘેવરની મીઠાશ બજારમાં ઓગળવા લાગશે. ઘેવર રાજસ્થાનની પ્રખ્યાત મિઠાઇ છે, જે ખાસ કરીને ચોમાસામાં ખાવામાં આવે છે. ઘણા લોકો ઘેવર ખાવા માટે આખું વર્ષ રાહ જોતા હોય છે. કારણ કે, આ રાજસ્થાની મિઠાઇ મોટાભાગે માત્ર શ્રાવણ અને રક્ષાબંધનની આસપાસ જ જોવા મળે છે. ઘેવર વિના શ્રાવણ અધુરો માનવામાં આવે છે. જો તમે પણ ઘરે બેઠા ઘેવર ખાવાનો આનંદ લેવા માંગતા હોવ તો અહીં અમે તમારા માટે લાવ્યા છીએ રાજસ્થાની ઘેવર એકદમ હલવાઈ સ્ટાઈલમાં બનાવવાની સરળ રેસીપી.
Ghevar Recipe Ingredients : રાજસ્થાનની પ્રખ્યાત મલાઈ ઘેવર બનાવવાની રીત
ઘેવર બનાવવા માટે સામગ્રી
મેંદો – 500 ગ્રામઘી – 150 ગ્રામપાણી – 500 મિલિદૂધ – 1 લિટરખાંડ – 500 ગ્રામએલચી પાઉડર – 5 ગ્રામકેસર – 2 ચપટીબરફ – 2 ટુકડા
ઘેવર પર ગાર્નિશ માટે
બદામ – 20 ગ્રામ સમારેલીકાજુ બદામ – 20 ગ્રામ સમારેલાતરબૂચના બીજ – 20 ગ્રામ સમારેલા
Rajasthani Ghevar Recipe At Home : ઘેવર બનાવવાની રીત
સૌ પ્રથમ એક પહોંળા તળિયાવાળી કઢાઇમાં ઘી ગરમ કરો. ગરમ થાય એટલે ગેસ બંધ કરી દો. પછી તેમાં બરફના ટુકડા ઉમેરો. આમ કરવાથી બધી જ અશુદ્ધિઓ દૂર થઈ જશે. કઢાઈમાં માત્ર શુદ્ધ ઘી જ બાકી રહેશે. પછી બરફ અને ઘી ફેંટવા લાગો. જ્યાં સુધી તે બંને વસ્તુઓમાં ફીણ આવવાનું શરૂ ન થાય ત્યાં સુધી સતત ફેંટો. આ પછી ઘીમાં મેંદાનો લોટ ઉમેરીને ખીરું તૈયાર કરો.
ગેસ પર એક પહોળા તળિયા વાલી કઢાઇમાં ઘી ગરમ કરો. કઢાઇની વચ્ચે કોઇ ગોળકાર રીંગ મૂકો. હવે ચમચા વડે ખીરાને ગોળાકાર રીંગની વચ્ચે ધીમે ધીમે રેડો. ઘેવર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.
હવે ઘેવરમાં મીઠાશ માટે ચાસણી તૈયાર કરો. ગેસ પર એક વાસણમાં પાણી અને ખાંડ નાંખી ઉકાળો. એક તારની ચાસણી ખાંડ તૈયાર કરો. ગરમ ગરમ ચાસણીમાં તળેલી ઘેવરને ડુબાડી બહાર કાઢી લો.
તમે તેને આ રીતે પણ ખાઈ શકો છો. પણ જો તમને મલાઈ ઘેવર પસંદ હોય તો દૂધમાં ખાંડ, ઈલાયચી પાવડર, કેસર ઉકાળો. દૂધ ઘટ્ટ ક્રિમ જેવું થાય ત્યાં સુધી ઉકાળો. હવે આ મિલ્ક ક્રીમ ને પેસ્ટ જામી ઘેવર પર લગાવો, તેના પર કાજુ બદામ પિસ્તાના ટુકડા વડે ગાર્નિશ કરો. તૈયાર છે તમારી સ્વાદિષ્ટ અને શુદ્ધ રાજસ્થાની ઘેવર મીઠાઇ.





