/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/12/Rajinikanth-Diet-Secret.jpg)
રજનીકાંત ડાયટ સિક્રેટ હેલ્થ ટિપ્સ સેલેબ્રીટી લાઇફસ્ટાઇલ । Rajinikanth secret Diet health Tips in gujarati
સુપરસ્ટાર રજનીકાંત એ 12 ડિસેમ્બરે પોતાનો 75 મો જન્મદિવસ ધૂમધામથી ઉજવ્યો છે, ફિલ્મોમાં પોતાની જોરદાર એક્ટિંગ દર્શકોને આશ્ચર્યચકિત કરી રહી છે. સિત્તેરના દાયકામાં પણ તેને ફિટ અને હેલ્ધી રહેવામાં મદદ કરતી બાબત તેમનું હેલ્ધી ડાયટ. આનું મુખ્ય રહસ્ય અહીં જણાવ્યું છે.
રજનીકાંત ડાયટ સિક્રેટ
એક કાર્યક્રમમાં બોલતા રજનીકાંતે પોતે પોતાના આહાર પસંદગીઓ સમજાવી છે. તેમણે કહ્યું કે "હું સુગર, મીઠું, ચોખા, મેંદો, દૂધ જેવા વાઇટ ફૂડ ટાળું છું."
ચેન્નાઈના કન્સલ્ટન્ટ બેરિયાટ્રિક સર્જન ડૉ. પ્રીતિ મૃણાલિની, રજનીકાંતના આ સ્વાસ્થ્ય રહસ્યો સમજાવ્યા છે. સ્વચ્છ ભોજન, દૈનિક કસરત અને ધ્યાન ઉપરાંત, પાંચ ખોરાક એવા છે જેનો રજનીકાંત સખત રીતે ટાળે છે. આરોગ્ય નિષ્ણાતો નિર્દેશ કરે છે કે આ ખોરાક શરીરમાં બિનજરૂરી બળતરા, ઇન્સ્યુલિનનું સ્તર વધે છે અને પાચન સમસ્યાઓનું કારણ બને છે.
એક્સપર્ટ 5 વાઈટ ફૂડ ટાળવા પર શું કહે છે?
- વાઈટ સુગર : આને ટાળવાથી પેટની ચરબી વધતી અટકાવવામાં મદદ મળશે. ખાંડ ઇન્સ્યુલિન પ્રતિકાર અને વધુ પડતા ખોરાકની તૃષ્ણાનું મુખ્ય કારણ છે.
- વાઈટ સોલ્ટ : જો નિયંત્રિત માત્રામાં તેનું સેવન ન કરવામાં આવે તો, તે પેટનું ફૂલવું, શરીરમાં પાણી જમા થવું અને હાઈ બ્લડ પ્રેશરનું કારણ બની શકે છે.
- મેંદો : જ્યારે ચોખામાં થોડું ફાઇબર હોય છે, ત્યારે મેંદામાં ફક્ત 'ખાલી કેલરી' હોય છે. આનાથી ચોક્કસપણે વજન વધશે.
- વાઈટ રાઈસ : શાકભાજી સાથે તેને મધ્યમ માત્રામાં ખાવું ઠીક છે, પરંતુ ડૉક્ટરે ચેતવણી આપી હતી કે વધુ પડતું ખાવાથી વજન ઝડપથી વધી શકે છે.
- દૂધ અને દહીં જેવા ડેરી ઉત્પાદનો : ભલે તે કેલ્શિયમ અને પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે, પરંતુ આના વધુ પડતા સેવનથી પેટનું ફૂલવું અને શરીરના વજનને નિયંત્રિત કરવામાં મુશ્કેલી પડી શકે છે કારણ કે 40 વર્ષની ઉંમર પછી મેટાબોલિઝ્મ ધીમું પડી જાય છે.
આ ખોરાક ટાળીને રજનીકાંત પોતાના શરીરને શક્ય તેટલી સ્વસ્થ રીતે જાળવી શકે છે. સંતુલિત આહાર, દરરોજ કસરત અને ધ્યાન એ મુખ્ય રહસ્યો છે જે તેને યંગ રાખવામાં મદદ કરે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us