Patralekha Egg Freezing | રાજકુમાર રાવ (Rajkummar Rao) ની પત્ની પત્રલેખા (Patralekha) એ જુલાઈમાં પોતાની પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી.એકટ્રેસ તેની સફર વિશે વિગતો શેર કરી છે. સોહા અલી ખાન સાથેની તેની યુટ્યુબ ચેનલ પર તાજેતરમાં થયેલી વાતચીતમાં, પત્રલેખાએ એગ ફ્રીઝિંગ (egg freezing) સાથેના તેના અનુભવ અને તેની હાલની પ્રેગ્નેન્સી સાથે તેની તુલના વિશે વાત કરી હતી.
રાજકુમાર રાવની પત્નીએ એગ ફ્રીઝીંગ પર શું કહ્યું?
ત્રણ વર્ષ પહેલાં તેણે પોતાના એગ ફ્રીઝ કર્યા હતા તે વાતનો ખુલાસો કરતાં, તેણે સ્વીકાર્યું કે આ પ્રક્રિયા તેની અપેક્ષા કરતાં ઘણી વધુ પડકારજનક હતી. તેણે કહ્યું કે, “મેં પણ લગભગ ત્રણ વર્ષ પહેલાં મારા ઇંડા ફ્રીઝ કર્યા હતા, અને હવે જ્યારે હું ગર્ભવતી છું, ત્યારે મને લાગે છે કે પ્રેગ્નેન્સી ઇંડા ફ્રીઝ કરવા કરતાં ઘણી સરળ હતી. મારા ડૉક્ટરે મને કહ્યું ન હતું કે તે કેટલું મુશ્કેલ હશે,” પત્રલેખાએ ઉમેર્યું કે શારીરિક અને ભાવનાત્મક આડઅસરો નોંધપાત્ર હતા વધુમાં, મારા એગ ફ્રીઝિંગ પછી મને જે ચિંતા હતી તે પૂર્ણ થઈ ગઈ હતી. તેથી બંને વચ્ચે, હું હંમેશા ભલામણ કરીશ કે યન્ગ એજમાં પ્રેગ્નેન્ટ થવું. તે આખી પ્રક્રિયામાંથી પસાર થવા કરતાં તે સરળ છે.”
રસપ્રદ વાત એ છે કે, તેને ખુલાસો કર્યો કે તેના એગ ફ્રીઝીંગ હોવા છતાં, તે કુદરતી રીતે ગર્ભવતી થઈ હતી. તેણે શેર કર્યું કે તેની ગર્ભાવસ્થા આશ્ચર્યજનક હતી, તેણે ઉલ્લેખ કર્યો કે, “મને ખબર નહોતી કે હું ગર્ભવતી છું કારણ કે પ્રેગ્નેન્સી ટેસ્ટિંગ કીટમાં મને નેગેટિવ રિઝલ્ટ મળ્યું હતું, અને જ્યારે હું મારા ગાયનેકોલોજિસ્ટની સલાહ માટે ગઈ ત્યારે મને ખબર પડી.” આ સમાચાર મળ્યા પછી પત્રલેખા અને રાજકુમારે પ્રથમ ત્રણ મહિના માટે પ્રેગ્નેન્સીને પ્રાઇવેટ રાખવાનું નક્કી કર્યું હતું.
એગ ફ્રીઝિંગ શું છે ? કેમ ઘણી સ્ત્રીઓને પ્રેગ્નેન્સી કરતાં શારીરિક કે ભાવનાત્મક રીતે તે વધુ પડકારજનક લાગે છે?
બોન એન્ડ બર્થ ક્લિનિક અને રેઈન્બો હોસ્પિટલની પ્રસૂતિશાસ્ત્રી અને સ્ત્રીરોગવિજ્ઞાની ડૉ. ગાના શ્રીનિવાસ, indianexpress.com ને કહે છે, ‘એગ ફ્રીઝિંગ એ એક તબીબી પ્રક્રિયા છે જેમાં અંડાશયને હોર્મોન્સથી ઉત્તેજીત કરવામાં આવે છે જેથી એક સાયકલમાં અનેક એગ ઉત્પન્ન થાય. આ એગ પછી એક નાની પ્રક્રિયા દ્વારા મેળવવામાં આવે છે અને ભવિષ્યના ઉપયોગ માટે સાચવવામાં આવે છે. જ્યારે પ્રક્રિયા પોતે જ સલામત છે, હોર્મોનલ ઉત્તેજના પેટનું ફૂલવું, મૂડ સ્વિંગ, થાક અથવા અસ્વસ્થતાનું કારણ બની શકે છે.”
શ્રીનિવાસ ઉમેરે છે કે કેટલીક સ્ત્રીઓ તેમના શરીરની પ્રતિક્રિયા કેવી રહેશે તેની અનિશ્ચિતતા વિશે પણ ચિંતિત હોય છે. તે ગર્ભાવસ્થાથી વિપરીત જ્યાં શરીર કુદરતી રીતે ફેરફારોને અનુરૂપ બને છે, એગ ફ્રીઝિંગ એક પ્રેરિત પ્રક્રિયા છે જે શારીરિક અને ભાવનાત્મક રીતે વધુ મુશ્કેલ લાગે છે.
ફર્ટિલિટી ટ્રીટમેન્ટ દરમિયાન અથવા પછી સ્ત્રીઓને થતી સ્વાસ્થ્ય અસરો
એગ ફ્રીઝિંગ જેવી પ્રજનનક્ષમતા સારવાર પછી સ્ત્રીઓમાં મૂડમાં ફેરફાર, ચિંતા અથવા ટૂંકા ગાળાના ઓછા મૂડનો અનુભવ થવો સામાન્ય છે. ડૉ. શ્રીનિવાસ જણાવે છે કે “હોર્મોનલ ફેરફારો, શારીરિક અસ્વસ્થતા અને ભવિષ્યમાં પ્રજનનક્ષમતાના નિર્ણયોના પ્રેશર વગેરે ભારે પડી શકે છે. પરિવાર તરફથી ટેકો, સારવાર કરતા ડૉક્ટર સાથે ખુલ્લી વાતચીત અને કાઉન્સેલિંગ મોટો ફરક લાવી શકે છે. આ લાગણીઓને સામાન્ય બનાવવી અને સ્ત્રીઓ એકલતા ન અનુભવે તેની ખાતરી કરવી જોઈએ.’
એગ ફ્રીઝિંગ પસંદ કરતા પહેલા મહિલાઓએ શું ધ્યાનમાં લેવું ?
શ્રીનિવાસ નોંધે છે કે, ખાસ કરીને જો તેમને તબીબી, વ્યક્તિગત અથવા વ્યાવસાયિક કારણોસર ગર્ભાવસ્થામાં વિલંબ કરવાની જરૂર હોય, તો ફર્ટિલિટી જાળવવા માંગતી સ્ત્રીઓ માટે એગ ફ્રીઝિંગ એક મૂલ્યવાન વિકલ્પ હોઈ શકે છે. જોકે, તેને ભવિષ્યની ગર્ભાવસ્થાની ગેરંટી તરીકે ન જોવું જોઈએ.
નિષ્ણાત નિષ્કર્ષ કાઢે છે કે, “સફળતાનો દર ઉંમર, એગ ક્વોલિટી અને અન્ય સ્વાસ્થ્ય પરિબળો પર આધાર રાખે છે. નિર્ણય લેતા પહેલા મહિલાઓએ તેમના ડૉક્ટર સાથે ફાયદા, મર્યાદાઓ, ખર્ચ અને વાસ્તવિક પરિણામો વિશે સ્પષ્ટ ચર્ચા કરવી જોઈએ. પસંદગી ડર કે દબાણથી નહીં પણ સારી રીતે જાણકાર રહીને થવી જોઈએ.’





