લંચથી લઇને ડિનર સુધી, બધા માટે બેસ્ટ છે રાજમા મસાલા, આ રીતે મળશે સ્વાદનો ડબલ ડોઝ

Rajma Masala Curry Recipe : રાજમા ની ઘણી જાતો બજારમાં ઉપલબ્ધ છે. ઉત્તર ભારતમાં તેમાંથી અનેક પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે. અહીં રાજમા મસાલાની રેસીપી જણાવી રહ્યા છીએ

Rajma Masala Curry Recipe : રાજમા ની ઘણી જાતો બજારમાં ઉપલબ્ધ છે. ઉત્તર ભારતમાં તેમાંથી અનેક પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે. અહીં રાજમા મસાલાની રેસીપી જણાવી રહ્યા છીએ

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Rajma Masala Curry Recipe

રાજમા મસાલા બનાવવાની રીત (ફોટો: પિન્ટરેસ્ટ)

Rajma Masala Curry Recipe : રાજમા ની ઘણી જાતો બજારમાં ઉપલબ્ધ છે. ઉત્તર ભારતમાં તેમાંથી અનેક પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે. જોકે રાજમા મસાલા બનાવવા માટે લાલ અને ચિત્રા રાજમાને વધુ સારું માનવામાં આવે છે. વિવિધ મસાલા અને ક્રીમના સંયોજન તે વધારે સ્વાદીષ્ટ બને છે.

Advertisment

તેને બનાવવામાં થોડો સમય લાગે છે, કારણ કે તેને પહેલા પલાળવું પડે છે. જોકે તેને કૂકરમાં બાફીને પણ બનાવી શકાય છે, પરંતુ પલાળેલા રાજમા મસાલાનો સ્વાદ અલગ હોય છે.

રાજમા મસાલા બનાવવા માટેની સામગ્રી

  • રાજમાં : 200-250 ગ્રામ
  • ટામેટા : બે-ત્રણ
  • ડુંગળી : એક
  • લસણ : ચારથી પાંચ કળી
  • જીરું : એક ચમચી
  • હળદર પાવડર : અડધી ચમચી
  • હીંગ : એક ચપટી
  • કાશ્મીરી લાલ મરચાં : એક ચમચી
  • કસુરી મેથી: એક ચમચી
  • સાબુત ગરમ મસાલો : દોઢ ચમચી
  • મીઠું : સ્વાદ મુજબ
  • તમાલપત્ર
  • મોટી એલાઇચી
  • તજ

રાજમા મસાલા બનાવવાની રીત

સૌ પ્રથમ રાજમાને શુદ્ધ પાણીથી ધોઈ લો અને તેને 6-7 કલાકથી વધુ સમય સુધી પલાળવા દો. આ પછી કૂકરમાં તમાલપત્ર, મોટી એલચી, તજનો એક ટુકડો અને મીઠું નાખીને રાજમાને છથી સાત સીટી સુધી રાંધી લો. આ દરમિયાન મિક્સરમાં ટામેટાં, ડુંગળી, લસણ અને આદુને પીસીને પેસ્ટ બનાવો.

Advertisment

આ પણ વાંચો - દિવાળીમાં મોહનથાળ ઘરે બનાવો, બધા કરશે પ્રશંસા

હવે એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં હીંગ, જીરું અને તમાલપત્ર મેળવી સાંતળી લો. હવે તેમાં ટામેટા, ડુંગળી, લસણ અને આદુની પેસ્ટ મેળવી લગભગ બે મિનિટ સુધી ફ્રાય કરી લો. આ પછી તેમાં હળદર, કોથમીર પાવડર, કાશ્મીરી લાલ મરચું પાવડર, કસુરી મેથી અને ગરમ મસાલા પાવડર ઉમેરો.

થોડી વાર પછી તેમાં બાફેલા રાજમા ઉમેરો અને તેમાં મીઠું મેળવી સાતથી દસ મિનિટ સુધી પકવા દો. આ પછી ક્રીમ અને કોથમીર કાપી તેમાં ઉમેરો અને સારી રીતે મિક્સ કરી લો. આ સાથે જ મસાલા રાજમા તૈયાર થઇ જશે. તેને ભાત અથવા રોટલી સાથે પીરસવામાં આવે છે.

ભોજન રેસીપી જીવનશૈલી