Raksha Bandhan 2023 : રક્ષાબંધન માટે આ હેલ્થી અને ટેસ્ટી મિલેટ રાખડી બનાવો, જાણો ખાસ રેસિપી

Raksha Bandhan 2023 : રક્ષાબંધન પર સામાન્ય રીતે, આપણે બજારમાંથી મીઠાઈઓ અને ચોકલેટ્સ લાવતા હોઈ છે, જેમાં સુગર વધારે માત્રમાં હોય છે, પરંતુ આ મિલેટ રાખડી રાગીમાંથી બનાવામાં આવી છે જે અનેક પોષકતત્વો ધરાવે છે,અહીં જાણો આ હેલ્થી અને ટેસ્ટી મિલેટ રાખડીની રેસિપી.

Written by shivani chauhan
August 28, 2023 11:12 IST
Raksha Bandhan 2023 : રક્ષાબંધન માટે આ હેલ્થી અને ટેસ્ટી મિલેટ રાખડી બનાવો, જાણો ખાસ રેસિપી
રક્ષા બંધન 2023 : રાગીની રાખડી (ફોટો શાલિની રાજાણી)

રક્ષા બંધનએ ભાઈ- બહેનના પ્રેમની ઉજવણીનો તહેવાર છે, બહેન ભાઈની રક્ષા માટે રાખડી બાંધે છે, પણ બહેન હંમેશા ભાઈના હેલ્થ ખ્યાલ પણ ખ્યાલ રાખે છે,અહીં રોગપ્રતિકારક શક્તિ વધારતી આ હેલ્થી રેસિપી પોતાના ભાઈ માટે બનાવી શકાય, જાણો ખાસ રેસિપી,

સામગ્રી:

  • 1 કપ રાગીનો લોટ
  • 2 કેળા
  • ¼ કપ કોકોનટ સુગર (અથવા કોઈપણ નેચરલ સ્વીટનર)
  • 2 ચમચી ખટાશ
  • 1 ટીસ્પૂન વેનીલા અર્ક
  • જરૂર પ્રમાણે પાણી
  • નોઝલ બોટલ
  • કાસ્ટ આયર્ન ગ્રીડલ
  • સજાવટ માટે સન ફલાવર સીડ્સ

આ પણ વાંચો: Health Tips : શું રાત્રે પિસ્તાનું સેવન કરવાથી ઊંઘ સારી આવી શકે?

મેથડ :

  1. એક ઊંડા બાઉલમાં, છૂંદેલા કેળા, રાગીનો લોટ, ખાંડ અને ખટાશ ભેગું કરો. તેમને તમારા હાથથી મિક્સ કરો અને કેળા અને ખાંડને સારી રીતે ભેગું થવા દો.
  2. એકવાર તમે કણકની સુસંગત થઇ જાય, પછી જાડું બેટર મેળવવા માટે, પ્રમાણસર પાણી ઉમેરો. વધુ સારા પરિણામો માટે વ્હિસ્કનો ઉપયોગ કરો. બેટરને બે કલાક આથો આવવા દો.
  3. એકવાર આથો આવી જાય પછી, કાળજીપૂર્વક નોઝલની બોટલમાં બેટર રેડો અને તમારા કાસ્ટ આયર્ન તવાને પહેલાથી ગરમ કરો.
  4. તમે બનાના રાગી પેનકેક તરીકે આ બેટરનો ઉપયોગ કરી શકો છો. પરંતુ રક્ષા બંધન તહેવાર માટે, કેટલીક સુંદર રાખડીઓ તમે બનાવી શકો છો.
  5. સૂચન મુજબ સજાવટ કરો. અહીં તેને હેલ્થી બનાવવા માટે ઘણાં બીજ(સન ફલાવર સીડ્સ) નો ઉપયોગ કર્યો છે. તમે હંમેશા તમારી રીતે પ્રયાસ કરી શકો છો અને તમારા ઘરમાં જે હેલ્થી ઓપ્શન તેનો ઉપયોગ કરી શકો છો.
  6. ફ્રેશ સર્વ કરો અને તે જ દિવસે સેવન કરવું.

આ પણ વાંચો: Health Tips : સદગુરુ જગ્ગી વાસુદેવ દિવસભર એકટીવ અને ફિટ રહેવા સવારના નાશ્તામાં આ ફૂડનું સેવન કરે છે

રાગી ખાવાના ફાયદા :

તે તમારા હૃદયને સુરક્ષિત કરવામાં, પાચનતંત્રને સુધારવામાં, કેન્સરનું જોખમ ઓછું કરવામાં, શ્વસન સ્વાસ્થ્યને વધારવામાં, શરીરને ડિટોક્સિફાય કરવામાં, રોગપ્રતિકારક શક્તિને ઑપ્ટિમાઇઝ કરવામાં, ઊર્જાનું સ્તર વધારવામાં અને સ્નાયુઓ અને ચેતાના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. રાગી હાડકાને મજબૂત રાખવા માટે ઉપયોગી છે અને આયર્નની ઉણપને રોકવામાં મદદ કરે છે. ડાયેટરી ફાઇબરની વધુ માત્રામાં પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને વેઇટ લોસમાં પણ અસરકારક સાબિત થાય છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ