Raksha Bandhan Mithai Recipe: રક્ષાબંધન પર ભાઈ માટે ઘરે બનાવો ગોળ રસગુલ્લા, શેફ સંજીવ કપૂરે શેર કરી મિઠાઈ રેસીપી

Raksha Bandhan 2024 Sweet Recipes Jaggery Rasgulla: રક્ષાબંધન પર તમારા ભાઈ માટે બજારની ભેળસેળવાળી મિઠાઈના બદલે ઘરે ટેસ્ટી અને હેલ્ધી ગોળ રસગુલ્લા બનાવી મોં મીઠું કરાવો. જાણો પ્રખ્યાત શેફ સંજીવ કપૂરની મિઠાઇ રેસીપી ગોળ રસગુલ્લા બનાવવાની સ્ટેપ બાય સ્ટેપ રેસીપી

Written by Ajay Saroya
August 05, 2024 21:24 IST
Raksha Bandhan Mithai Recipe: રક્ષાબંધન પર ભાઈ માટે ઘરે બનાવો ગોળ રસગુલ્લા, શેફ સંજીવ કપૂરે શેર કરી મિઠાઈ રેસીપી
Jaggery Rasgulla : ગોળ રસગુલ્લા રેસીપી (Photo: @munchingwithmishika_)

Raksha Bandhan 2024 Sweet Recipes Jaggery Rasgulla: રક્ષાબંધન (Raksha Bandhan 2024) તહેવાર આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે ભાઈ બહેનનો તહેવાર રક્ષાબંધન આ વર્ષે 19 ઓગસ્ટ ના રોજ ઉજવવામાં આવશે. બહેનોએ આ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. રક્ષાબંધન નિમિત્તે બહેનો ખૂબ શોપિંગ કરે છે. રક્ષાબંધન પર બહેન ભાઈના હાથ પર બાંધદવા સુંદર સ્ટાઇલિશ રાખડી અને મોં મીઠું કરાવવા માટે ખાસ મીઠાઇ ખરીદે છે.

રક્ષાબંધનના દિવસે બહેન પોતાના ભાઈના હાથ પર રાખડી બાંધે છે અને ભાઈના લાંબા આયુષ્યની કામના કરે છે. તો રાખડીના બદલામાં ભાઈ બહેનની રક્ષા કરવાનું વચન આપે છે. રાખડી બાંધ્યા બાદ બહેન પોતાના ભાઈનું મોં મીઠું કરે છે અને બદલામાં, ભાઈ બહેનને ભેટ આપે છે. જો કે તહેવારના સમયમાં ઘણીવાર બજારમાં વેચાતી મીઠાઈમાં ભેળસેળ હોવાના સમાચાર આવતા રહે છે. આવી સ્થિતિમાં, તમે તમારા ભાઈ માટે ઘરે હેલ્ધી અને ટેસ્ટ મીઠાઈ બનાવી શકો છો.

આ એપિસોડમાં અમે તમારા માટે લાવ્યા છીએ ગોળ રસગુલ્લા બનાવવાની ખૂબ જ સરળ રેસિપિ. આ રેસીપી શેફ સંજીવ કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે. ઘરે બનાવેલા ટેસ્ટી ગોળના રસગુલ્લા બનાવી તમે રક્ષાબંધનના દિવસને યાદગાર બનાવી શકો છો.

ગોળ રસગુલ્લા બનાવવાની સામગ્રી

  • ગાયનું દૂધ
  • સફેદ સરકો
  • બ્રાઉન સુગર
  • ગોળ જરૂર મુજબ

ગોળ રસગુલ્લા રેસીપી (Jaggery Rasgulla Recipes)

  • ગોળ રસગુલ્લા બનાવવા માટે સૌ પ્રથમ એક મોટા વાસણમાં ગાયનું દૂધ નાખીને ગરમ કરો.
  • હવે, એક નાના બાઉલમાં સફેદ સરકો લો અને તેમાં બમણું પાણી ઉમેરો.
  • આ પાણીને ગરમ દૂધમાં ઉમેરો. આમ કરવાથી દૂધ થોડા જ સમયમાં દહીં થઈ જશે. જ્યાં સુધી તે સંપૂર્ણપણે ફાટી ન જાય ત્યાં સુધી ધીમે ધીમે હલાવો.
  • આ પછી, એક મોટા બાઉલ પર એક સ્વચ્છ સુતરાઉ કાપડ પાથરી લો. આ કાપડ પર ફાટેલું દૂધ નાંખો.
  • હવે, દૂધની ઉપર ઠંડું પાણી રેડો અને પછી ઉપરથી કાપડને પકડી બધું પાણી નિચોવી લો.
  • ફાટેલા દૂધ માંથી પાણી નિચોવી લીધા બાદ તેના પર એક ભારે વજનદાર વસ્તુ મૂકો અને તેને જમવા માટે છોડી દો. જેમ પનીર બને છે તેમ તેન સેટ કરવું પડશે.
  • આ દરમિયાન એક કઢાઇમાં એક બાઉલ બ્રાઉન સુગર અને એક વાટકી ગોળનો ભુક્કો બરાબર ગરમ કરી તેમા 2 વાટકી પાણી અને એક વાટકી દૂધ નાંખી સારી રીતે ગરમ કરી લો.

  • થોડા સમય બાદ કઢાઇની ઉપર બ્રાઉન કલરનું લેયર સેટલ થવા લાગશે, તેને ગરણીની મદદથી ગાળીને અલગ કરી પાણીને સારી રીતે ઉકળવા માટે રાખો. આમ કરવાથી તમારી ચાસણી બનવા લાગશે.
  • હવે એક કપડામાંથી ફાટેલું દૂધ કાઢી હાથ વડે સારી રીતે મસળી લો. ત્યારબાદ તેમાથી નાના બોલ્સ બનાવી લો.
  • આ બોલને તૈયાર કરેલી ચાસણીમાં મૂકીને તે હલકા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લો.
  • હવે એક બાઉલમાં થોડા બરફના ટુકડા અને ઠંડુ પાણી લો, તેમાં થોડી ઉકળતી ચાસણી ઉમેરો અને પછી તૈયાર રસગુલ્લા ઉમેરો.
  • લો, સ્વાદી ગોળ રસગુલ્લા તૈયાર તૈયાર છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ