/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/08/Raksha-Bandhan-wishes-2025.jpg)
Rakhi 2025 best wishes and Status : રક્ષાબંધન 2025 શુભેચ્છા સંદેશ (Photo: Freepik)
Raksha Bandhan 2025 Best Wishes and Greetings In Gujarati: રક્ષાબંધન ભાઇ બહેનના પવિત્ર સંબંધનો તહેવાર છે. શ્રાવણ પુનમ તીથિ પર ઉજવાતા રક્ષાબંધન પર બહેન ભાઇને રાખડી બાંધે છે. માતા પિતા બાદ ભાઇ માટે બહેન અને બહેન માટે ભાઇ બહુ ખાસ હોય છે. ભાઇ બહેન સુખ દુઃખમાં એકબીજાના પડછાયા જેમ ઉભા રહે છે. નાનપણની મસ્તી થી લઇ મોટા થાય ત્યાં સુધીની ઘટનાઓ ભાઇ બહેન માટે જીવનભરની યાદો બની રહે છે. રક્ષાબંધન પર આ યાદો તાજી થઇ જાય છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/08/Raksha-Bandhan-2025-wishes-and-Status.jpg)
આજની વ્યસ્ત જિંદગીમાં ઘણી વખત રૂબરૂ મળવું મુશ્કેલ છે, જો કે ડિજિટલ યુગમાં ટેકનોલોજીનો ઉપયોગ કરી તમે તમારા પ્રેમ અને હૂંફનો અનુભવ કરાવી શકો છો. અહીં રક્ષાબંધન શુભેચ્છા સંદેશ આપ્યા છે, જે તમારી બહેનને મોકલી તમારો પ્રેમ અને કૃતજ્ઞતા વ્યક્ત કરી શકો છો. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/08/raksha-bandhan-2025-wishes.jpg)
રક્ષાબંધનની રાહ તો ક્યારની જોવાય છે
આજે આવશે મારી બહેન એની રાહ જોવાય છે
બાંધશે રાખડી મારા હાથે અને રક્ષા કરશે પુરી દરિયાથી
ભાઇ બહેનનો આ સૌથી અનેરો સંબંધ કહેવાય છે
રક્ષાબંધનની હાર્દિક શુભકામના
Happy Raksha Bandhan
(Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/08/Raksha-Bandhan-2025-wishes-Status.jpg)
બહેનનો પ્રેમ કોઈ આશીર્વાદથી ઓછો નથી હોતો
એ ભલે દૂર હોય તો પણ દુખ નથી થતુ
મોટાભાગના સંબંધો દૂર જતા ફીકા પડી જાય છે
પણ ભાઈ બહેનનો પ્રેમ ક્યારેય ઓછો નથી થતો
રક્ષાબંધનની હાર્દિક શુભેચ્છા
Happy Raksha Bandhan
(Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/08/raksha-bandhan-wishes.jpg)
કાચા દોરાથી બનેલી પાક્કી દોરી છે રાખડી
પ્રેમ અને મીઠી મજાક મસ્તીની હોડ છે રાખડી
ભાઈની લાંબી વયની પ્રાર્થના છે રાખડી
બહેનના પ્રેમનુ પવિત્ર બંધન છે રાખડી
રક્ષાબંધનની આપ સૌને શુભેચ્છા
Happy Raksha Bandhan
(Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/08/Rakhi-2025-best-wishes-and-Status.jpg)
બહેનને જોઈએ ફક્ત પ્રેમ દુલાર
એ નથી માંગતી કોઈ મોટો ઉપહાર
સંબંધો જળવાઈ રહે જીવનભર
મળે ભાઈને ખુશીઓ હજાર
રક્ષાબંધનની હાર્દિક શુભેચ્છા
Happy Raksha Bandhan
(Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/08/Raksha-Bandhan-2025-best-wishes-and-Status.jpg)
કુમકુમનો ચાંદલો અને રેશમનો દોરો
શ્રાવણની સુગંધ અને વરસાદની ઝરમર
ભાઈની આશા અને બહેનનો પ્યાર
સૌને મુબારક રક્ષાબંધનનો તહેવાર
રક્ષાબંધન તહેવારની સૌને શુભેચ્છા
Happy Raksha Bandhan
(Photo: Freepik)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us