રક્ષાબંધન : મીઠાઇમાં થઇ શકે છે ભેળસેળ! માવા વગર ઘરે બનાવો આ 3 મીઠાઈ

Raksha Bandhan Mithai Recipes: રક્ષાબંધન આવી રહી છે અને આ તહેવાર પર બધા મીઠાઈ ખરીદે છે. પરંતુ આ સમયે ભેળસેળવાળી મીઠાઈ બજારમાં મળી શકે છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. આવી સ્થિતિમાં બહારથી મીઠાઈ ખરીદવા કરતાં તેને ઘરે બનાવવું વધુ સારું રહેશે

Written by Ashish Goyal
August 15, 2024 19:38 IST
રક્ષાબંધન : મીઠાઇમાં થઇ શકે છે ભેળસેળ! માવા વગર ઘરે બનાવો આ 3 મીઠાઈ
Raksha Bandhan Mithai Recipes: રક્ષાબંધન પર લાડુ, પેડા અને બરફી જેવી કેટલીક પરંપરાગત મીઠાઈઓ બનાવવામાં આવે છે (તસવીર - જનસત્તા)

Raksha Bandhan Mithai Recipes: રક્ષાબંધન આવી રહી છે અને આ તહેવાર પર બધા મીઠાઈ ખરીદે છે. પરંતુ આ સમયે ભેળસેળવાળી મીઠાઈ બજારમાં મળી શકે છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. આવી સ્થિતિમાં બહારથી મીઠાઈ ખરીદવા કરતાં તેને ઘરે બનાવવું વધુ સારું રહેશે. સામાન્ય રીતે રક્ષાબંધન પર લાડુ, પેડા અને બરફી જેવી કેટલીક પરંપરાગત મીઠાઈઓ બનાવવામાં આવે છે. તો આવો જાણીએ માવા વગર ઘરે કેવી રીતે બનાવાય મીઠાઈ.

માવા વગર ડ્રાયફ્રૂટ બરફી કેવી રીતે બનાવવી

લોકો ઘણીવાર બરફી બનાવવા માટે માવાનો ઉપયોગ કરે છે. જ્યારે તમે આ વખતે નારિયેળ બરફી બનાવી શકો છો. આ માટે નારિયેળ લો અને તેને છીણી લો. પછી તેમાં થોડોએલચી પાવડર ઉમેરો અને ખાંડની ચાસણીમાં નાખીને બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ થાળીમાં થોડું ઘી લગાવીને ફેલાવી દો. પછી તેને ઠંડુ થવા દો અને તેને બરફી આકારમાં કાપી લો.

પેંડા બનાવવાની રીત

પેંડા બનાવવા માટે દૂધને ગરમ કરીને ઘટ્ટ થવા દો અને પછી તેનો જાડો માવો તૈયાર કરો. તેમાં સૂકા મેવાને પીસીને મિક્સ કરી થોડી ખાંડ નાખી દો. આ પછી તેને થોડું ઠંડુ થવા દો અને હાથમાં ઘી કે પાણી લગાવીને પેંડા બનાવી લો.

આ પણ વાંચો – દાળમાં આ 3 જુદી જુદી વસ્તુઓનો વઘાર કરો! દરેક વખતે આવશે અલગ જ સ્વાદ

બેસન સોજીના લાડુની રેસીપી

તમે ચણાના લોટ અને સોજીથી લાડુ બનાવી શકો છો. આ માટે સૌથી પહેલા ચણાનો લોટ શેકીને સોજી તળી લો. આ પછી ખજૂરને પીસીને તેમાં આ બંનેને મિક્સ કરી લો. હવે દૂધને રાંધો અને તેમાં ખાંડ ઉમેરો અને તેમાં ચણાનો લોટ, સોજી અને ખજૂર ઉમેરો. તે બધાને ભેળવી દો. તેને થોડું ઠંડુ થવા દો અને પછી તેમાંથી લાડુ બનાવો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ