રકુલ પ્રીત સિંહ સિક્રેટ સ્કિન કેર ટિપ્સ, આ વીડિયોમાં જાણો

રકુલ પ્રીત સિંહ સિક્રેટ સ્કિન કેર ટિપ્સ | કેમિકલ વાળી પ્રોડકટ્સનો ઉપયોગ કર્યા વિના આપણી સ્કિન સુંદર રાખતા કુદરતી ઘટકોનો ઉપયોગ કરવો હંમેશા વધુ સારું છે. બોલિવૂડ અભિનેત્રી રકુલ પ્રીત સિંહે તાજેતરમાં જ તેની યુટ્યુબ ચેનલ દ્વારા તેનું સ્કિન સિક્રેટ જાહેર કર્યું છે. જે ઘરે તમે પણ અજમાવી શકો છો.

Written by shivani chauhan
July 22, 2025 15:21 IST
રકુલ પ્રીત સિંહ સિક્રેટ સ્કિન કેર ટિપ્સ, આ વીડિયોમાં જાણો
rakul preet singh skin care secret

Rakul Preet Singh Skin Care Secret | આપણે હંમેશા સેલિબ્રિટીઓની સ્કિન કેર રૂટિનની રાહ જોતા હોઈએ છીએ. આપણે ઘણીવાર તેની જેવી સુંદર ત્વચા મેળવવાના તેઓએ આપેલી ટિપ્સ અનુસાર કરીયે છીએ, રકૂલ પ્રિત સિંહ પણ એવી એકટ્રેસમાંથી એક છે જે કેમિકલ ફ્રી નેચરલ પ્રોડક્ટસ દ્વારા ફેસ ગ્લો મેળવવા સરળ નુસખા કરે છે.

કેમિકલ વાળી પ્રોડકટ્સનો ઉપયોગ કર્યા વિના આપણી સ્કિન સુંદર રાખતા કુદરતી ઘટકોનો ઉપયોગ કરવો હંમેશા વધુ સારું છે. બોલિવૂડ અભિનેત્રી રકુલ પ્રીત સિંહે તાજેતરમાં જ તેની યુટ્યુબ ચેનલ દ્વારા તેનું સ્કિન સિક્રેટ જાહેર કર્યું છે. જે ઘરે તમે પણ અજમાવી શકો છો.

રકુલ પ્રિત સિંહના આ વિડીયોમાં કેળાનો ઉપયોગ કરીને ફેસ પેક કેવી રીતે બનાવવો અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે પણ બતાવવામાં આવ્યું છે. આ ડ્રાય સ્કિન ધરાવતા લોકો માટે યોગ્ય છે.

ફેસપેક માટે સામગ્રી

  • 1 કેળું
  • અડધો લીંબુનો રસ
  • 1 ચમચી મધ

ફેસપેક કેવી રીતે બનાવવો?

એક પાકેલું કેળું લો અને તેને એક બાઉલમાં મસળી લો. તેમાં અડધું લીંબુ નીચોવો. એક ચમચી મધ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. આ મિશ્રણને તમારા ચહેરા અને ગરદન પર લગાવો અને 10 મિનિટ માટે રહેવા દો. સારી રીતે સુકાઈ ગયા પછી, તેને ઠંડા પાણીથી ધોઈ લો.

વજન ઘટાડતા માટે કયા ફળનું સેવન ફાયદાકારક છે?

કેળાના સ્કિન માટે ફાયદા

  • કેળામાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે, જે ત્વચાને હાઇડ્રેટ કરવામાં અને કરચલીઓ ઘટાડવામાં મદદ કરે છે.
  • કેળા એક ઉત્તમ એક્સ્ફોલિયેટર છે, તેથી તે ખીલ અને ડાઘ-ધબ્બા ઝડપથી દૂર કરવા માટે ઉત્તમ છે.
  • લીંબુ એક કુદરતી બ્લીચિંગ એજન્ટ છે જે કાળા ડાઘ અને ખીલ સામે લડવામાં મદદ કરી શકે છે.
  • મધમાં ઘણા એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો હોય છે. તે ત્વચાને હાઇડ્રેટ રાખે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ