/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/ramadan-roza-dates-heath-benefits.jpg)
રમજાનમાં ખજૂર ખાયને રોજા ખોલવા સારી બાબત ગણાય છે. (Photo - Freepik)
Ramadan 2024 Dates Health Bendefits In Roza Fast Tips : રમજાન ઈસ્લામ ધર્મમાં ખૂબ જ મહત્વનો મહિનો છે. રમજાનનો પવિત્ર મહિનો શરૂ થઇ ગયો છે. આ સમય દરમિયાન મુસ્લિમ સમાજના લોકો અલ્લાહની ઈબાદત કરે છે અને રોજા રાખે છે. રોજા દરમિયાન તેઓ દિવસ દરમિયાન કંઇ ખાતા નથી. સાંજે નમાજ અદા કરીને ઈફતારી કરીને રોજા તોડે છે અને વહેલી સવારમાં સહેરી દરમિયાન ખાય છે. સરળ શબ્દોમાં કહીયે તો તેઓ સૂર્યાસ્ત અને સૂર્યોદયની વચ્ચે ખાય છે.
રોજામાં દિવસભર પાણી પીવાની છૂટ નથી. એટલે કે આખો દિવસ ભૂખ્યા-તરસ્યા રહેવું પડે છે. સાથે જ ઈફ્તારના સમયે સૌથી પહેલા ખજૂર ખાવાનો નિયમ છે. એટલે કે લોકો ખજૂર ખાઇને ઉપવાસ તોડે છે અને પછી જ અન્ય કોઇ વસ્તુ ખાય છે. રમજાન અને ખજૂર વચ્ચે ગાઢ સંબંધ છે. લાંબા સમય સુધી ભૂખ્યા અને તરસ્યા રહ્યા બાદ ખજૂરના સેવનથી તમારા સ્વાસ્થ્ય પર કેવી અસર પડે છે ચાલો જાણીયે
ધાર્મિક મહત્વ શું છે?
ઇસ્લામિક માન્યતાઓ અનુસાર રમજાનમાં ખજૂર ખાઇને સોજા તોડવું સારી બાબત ગણાય છે. ખરેખર, એવું માનવામાં આવે છે કે ખજૂર પયગમ્બર હઝરત મોહમ્મદને પસંદ હતી. તેમજ ખજૂર ખાઈને જ રોજા ખોલતા હતા. પયગમ્બર હઝરત મોહમ્મદે જણાવેલા નિયમોનું પાલન કરવું સારું મનાય છે. આથી મુસ્લિમ ધર્મના લોકો રોજા ખોલવા માટે ખજૂરનું સેવન કરે છે અને પછી જ અન્ય ચીજનું સેવન કરે છે.
ખજૂર શરીર માટે કેટલી ફાયદાકારક છે?
ધાર્મિક માન્યતાઓ ઉપરાંત જો સ્વાસ્થ્યની વાત કરીએ તો ખજૂર ઘણા પોષક તત્વોના ફાયદા પ્રદાન કરે છે અને આથી તેનું સેવન રોજા ખોલવા માટે એક આદર્શ વિકલ્પ સાબિત થઈ શકે છે. આવો જાણીએ કેવી રીતે-
કુદરતી મીઠાશ
ખજૂરમાં કુદરતી મીઠાશ હોય છે, જે આખો દિવસ ઉપવાસ કર્યા પછી ત્વરિત ઉર્જા પ્રદાન કરવામાં મદદ કરે છે. ખજૂરમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ (જીઆઈ) પણ ઓછો હોય છે, તેથી હેલ્થ એક્સપર્ટ્સ કહે છે કે તે ડાયાબિટીસના દર્દીઓ માટે સલામત છે, પરંતુ મર્યાદિત માત્રામાં તેનું સેવન કરવું જોઇએ.
પોષક તત્વોથી ભરપૂર છે ખજૂર
ખજૂર ફાઇબર, પોટેશિયમ, મેગ્નેશિયમ અને વિટામિન સહિતના આવશ્યક પોષક તત્વોનું પાવરહાઉસ છે. આ પોષક તત્વો લાંબા સમય સુધી ઉપવાસ કર્યા પછી એનર્જી લેવલને ફરી વધારવામાં અને શરીરને પોષણ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
હાઇડ્રેશન
ખજૂરમાં પાણીની માત્રા વધારે હોય છે, જે દિવસભર પાણી ન પીધા બાદ શરીરમાં હાઇડ્રેશન જાળવી રાખવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં, તેનું સેવન ફાયદાકારક હોઈ શકે છે.
પેટ માટે ફાયદાકારક
ખજૂરના સેવનથી પાચનશક્તિ વધે છે, જેથી આખો દિવસ ભૂખ્યા રહ્યા બાદ તમને ગેસ અને એસિડિટીની સમસ્યા થતી નથી. ઉપરાંત ખજૂરમાં ડાયેટરી ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે, જે મેટાબોલિઝમને વધારવામાં મદદ કરે છે.
આ પણ વાંચો | પાવભાજી ખાયને પણ વેટ લોસ કરી શકાય છે, હેલ્થ એક્સપર્ટ્સ પાસેથી જાણો કેવી રીતે
બળતરા-વિરોધી ગુણધર્મો
આ બધા ઉપરાંત જો તમે લાંબા સમય સુધી ભૂખ્યા રહો તો પેટમાં બળતરાની સમસ્યા પણ વધી શકે છે, જ્યારે ખજૂરમાં રહેલ એન્ટિઓક્સિડેન્ટ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી સંયોજનો બળતરા ઘટાડવામાં મદદ કરી શકે છે. આથી ખજૂરનું સેવન હેલ્થ માટે ફાયદાકારક હોઈ શકે છે.
(Disclaimer : આ લેખમાં લખેલી સલાહ અને સૂચનો સામાન્ય માહિતી જ છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે ડોક્ટરની સલાહ લેવી.)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us