Ramdan : રમઝાન દરમિયાન ડાયાબિટીસના દર્દીઓ એ આટલી બાબતોનું ધ્યાન રાખવું, જાણો

Ramdan : રમઝાનમાં વહેલી સવારે ભોજન લીધા બાદ સાંજ સુધી ઉપવાસ કરવામાં આવે છે અને સાંજે ઈફ્તારી થાય છે જેમાં અનેક પ્રકારના ભોજન અને અન્ય સ્વાદિષ્ટ વાનગીઓ પીરસવામાં આવે છે

Ramdan : રમઝાનમાં વહેલી સવારે ભોજન લીધા બાદ સાંજ સુધી ઉપવાસ કરવામાં આવે છે અને સાંજે ઈફ્તારી થાય છે જેમાં અનેક પ્રકારના ભોજન અને અન્ય સ્વાદિષ્ટ વાનગીઓ પીરસવામાં આવે છે

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
Ramadan diet for diabetes patients fasting tips health tips in gujarati

Ramdan રમઝાન ડાયાબિટીસ ડાયટ ટિપ્સ ઉપવાસ વિશેષ હેલ્થ ટિપ્સ (Source : Canva)

Ramdan : રમઝાનના(Ramadan) પવિત્ર મહિનાની શરૂઆત થઇ ગઈ છે. ઈસ્લામ ધર્મમાં આ ખૂબ જ મહત્વનો મહિનો છે. આ સમય દરમિયાન મુસ્લિમ ધર્મના લોકો રોજા રાખે છે અને અલ્લાહની ઈબાદત કરે છે. એવું માનવામાં આવે છે કે પવિત્ર કુરાનમાં આ મહિનામાં વિષે જણાવામાં આવ્યું છે.

Advertisment
Ramadan diet for diabetes patients fasting tips health tips in gujarati
Ramdan રમઝાન ડાયાબિટીસ ડાયટ ટિપ્સ ઉપવાસ વિશેષ હેલ્થ ટિપ્સ (Source : Canva)

રમઝાન દરમિયાન, વહેલી સવારે ભોજન લીધા બાદ સાંજ સુધી ઉપવાસ કરવામાં આવે છે અને સાંજે ઈફ્તારી થાય છે જેમાં અનેક પ્રકારના ભોજન જેમાં સ્વીટ્સ અને અન્ય સ્વાદિષ્ટ વાનગીઓ પીરસવામાં આવે છે.આ દરમિયાન ઉપવાસ કરવાથી પાચનમાં સુધારો, મેટાબોલિઝ્મમાં વધારો અને બોડીના ડિટોક્સિફિકેશનના ઘણા ફાયદા છે. આ ફાસ્ટિંગ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલના સ્તરને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે.

આ પણ વાંચો: Ramadan : આ રમઝાનમાં આ સુપરફૂડ્સનું કરો સેવન, આખો દિવસ રહેશે એનર્જી

Advertisment

ઉપવાસ તોડતા વધુ પ્રમાણમાં જમી લેવું, વધારે ગ્લાયકેમિક ઇન્ડેક્સવાળા ખોરાકનું સેવન અને અનિયમિત આહાર પદ્ધતિને કારણે ડાયાબિટીસ ધરાવતા વ્યક્તિઓ માટે પડકાર ઉભો કરી શકે છે. જો કે, સાવચેતીપૂર્વક રાખવું જરૂરી છે. તેમના માટે યોગ્ય લાઇફસ્ટાઇલ અને હેલ્થી ડાયટનું પાલન કરવું ખુબજ મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચો: રમજાનમાં ખજૂર ખાઈ રોજા કેમ ખોલવામાં આવે છે? જાણો તેનું ધાર્મિક મહત્વ અને શરીર માટે કેટલું ફાયદાકારક છે?

ડાયાબિટીસના દર્દીઓએ શું કરવું?

  • રમઝાન દરમિયાન પૂરતી અને યોગ્ય ઊંઘ બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે.
  • દર્દીઓએ પૂરતા પ્રમાણમાં પાણી પીવું અને બોડીને હાઇડ્રેટ રાખવું.
  • ડાયટમાં ઈફ્તારીમાં કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન અને હેલ્થી ફેટ્સનો સમાવેશ થવો જોઈએ. આ બ્લડ સુગરના વધારાને રોકવામાં મદદ કરે છે.
  • ઇફ્તાર અને સુહૂરના વચ્ચેના ગાળામાં પુષ્કળ પાણી પીવાથી શરીર હાઈડ્રેટેડ રહે છે.
  • નીચું ગ્લાયકેમિક ઇન્ડેક્સ ધરાવતા કાર્બોહાઇડ્રેટ્સ પસંદ કરો, જેમ કે જેમાં કઠોળમાં દાળ, ચણા અને શાકભાજી અને આખા અનાજમાં રાગી, બાજરી, જુવાર, ઓટ્સ, બ્રાઉન રાઇસ, ક્વિનોઆનો સમાવેશ કરો.
  • ડાયટમાં ગ્રિલ્ડ ચિકન, ફિશ, ટોફુ જેવા પ્રોટીનના સોર્સનો સમાવેશ કરો. પ્રોટીન તમને ભરપૂર રાખવામાં મદદ કરે છે અને બ્લડ સુગર લેવલને સ્થિર કરે છે.
જીવનશૈલી ટ્રેન્ડિંગ ન્યૂઝ ડાયાબિટીસ માટે આહાર health tips