Ramadan : આ રમઝાનમાં આ સુપરફૂડ્સનું કરો સેવન, આખો દિવસ રહેશે એનર્જી

Ramadan : રમઝાન દરમિયાન સુહૂર એટલે કે સવારે વહેલા લેવામાં આવતું ભોજન અને ઇફ્તાર એટલે કે સાંજે લેવામાં આવતું ભોજનમાં સુપરફૂડનો સમાવેશ કરી દિવસભર એનર્જી લેવલ જાળવી શકો છો.

Ramadan : રમઝાન દરમિયાન સુહૂર એટલે કે સવારે વહેલા લેવામાં આવતું ભોજન અને ઇફ્તાર એટલે કે સાંજે લેવામાં આવતું ભોજનમાં સુપરફૂડનો સમાવેશ કરી દિવસભર એનર્જી લેવલ જાળવી શકો છો.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
Ramadan special superfoods to sustain energy level for entire day fasting health tips in gujarati

Ramadan special : રમઝાન સુપરફૂડ્સ ઇફ્તાર એનર્જી જાળવી રાખતો ખોરાક હેલ્થ ટિપ્સ (Photo : Unsplash)

Ramadan : રમઝાન (Ramadan) ઈસ્લામ ધર્મમાં ખૂબ જ મહત્વનો મહિનો છે. રમઝાનના પવિત્ર મહિનાની શરૂઆત થઇ ગઈ છે. આ સમય દરમિયાન મુસ્લિમ ધર્મના લોકો રોજા રાખે છે અને અલ્લાહની ઈબાદત કરે છે. રોજા દરમિયાન તેઓ કંઈજ ખાતા નથી કે પાણી પણ પીતા નથી. પરંતુ તે સમય દરમિયાન એનર્જી જાળવી રાખવી જરૂરી છે. તેથી રમઝાન દરમિયાન આ સુપરફૂડનું સેવન કરો જેથી થાક લાગશે નથી અને દિવસ દરમિયાન એનર્જી રહેશે.

Advertisment

રમઝાન દરમિયાન સુહૂર એટલે કે સવારે વહેલા લેવામાં આવતું ભોજન અને ઇફ્તાર એટલે કે સાંજે લેવામાં આવતું ભોજનમાં સુપરફૂડનો સમાવેશ કરી દિવસભર તમારી એનર્જી લેવલ જાળવી શકો છો.

Ramadan special superfoods to sustain energy level for entire day fasting health tips in gujarati
Ramadan special : રમઝાન સુપરફૂડ્સ ઇફ્તાર એનર્જી જાળવી રાખતો ખોરાક હેલ્થ ટિપ્સ (Photo : Canva)

ડાયેટિશિયનએ રમઝાન દરમિયાન એનર્જી ટકાવી રાખવા માટે કેટલાક સુપરફૂડ ખાવાનું સૂચન કર્યું છે. અહીં જાણો,

Advertisment

આ પણ વાંચો: પાવભાજી ખાયને પણ વેટ લોસ કરી શકાય છે, હેલ્થ એક્સપર્ટ્સ પાસેથી જાણો કેવી રીતે

રોજામાં એનર્જી ટકાવી રાખવા આ સુપરફૂડનું કરો સેવન

ખજૂર : રમઝાન દરમિયાન સાંજે ખજૂર ખવાઈને ઉપવાસ તોડવો એ પરંપરાગત રીત છે, ખજૂર ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝ જેવી કુદરતી શર્કરાઓથી ભરપૂર તમને ઝડપી અને સતત ઉર્જા પ્રદાન કરે છે. ખજૂર પોટેશિયમનો પણ સારો સ્ત્રોત છે, તેનું ઇલેક્ટ્રોલાઇટ સ્નાયુઓના કાર્યને નિયંત્રિત કરવામાં અને થાક દૂર કરવામાં મદદ કરે છે.

ચિયા બીજ : ચિયા સીડ્સ ઓમેગા-3 ફેટી એસિડ, ફાઈબર અને પ્રોટીનથી ભરપૂર હોય છે. જ્યારે પાણી અથવા દૂધમાં પલાળવામાં આવે છે, ત્યારે મોટા થાય છે અને જેલ જેવી લાગે છે, જે તમને હાઇડ્રેટેડ રાખવામાં અને ભૂખ ન લગાડવામાં મદદ કરી શકે છે.

શક્કરીયા: શક્કરિયામાં કાર્બોહાઇડ્રેટ્સ, ફાઇબર અને વિવિધ વિટામિન્સ હોય છે. તેનું ગ્લાયકેમિક ઇન્ડેક્સ નીચું છે જે સમગ્ર દિવસ દરમિયાન એનર્જી લેવલ ટકાવી રાખવા માટે ફાયદાકારક બની શકે છે.

દહીં : દહીંમાં રહેલા સારા બેક્ટેરિયા, આંતરડાના સ્વાસ્થ્યને સુધારી શકે છે, જે એકંદર સુખાકારી અને એનર્જી લેવલ જાળવી રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સાદું દહીં પસંદ કરો અને સ્વાદિષ્ટ અને ગટ-ફ્રેંડલી સુહૂર વિકલ્પ માટે બેરી, બદામ અથવા બીજ જેવા તમારા પોતાના ટોપિંગ્સ ઉમેરો.

આ પણ વાંચો: રમજાનમાં ખજૂર ખાઈ રોજા કેમ ખોલવામાં આવે છે?

લીલા પાંદડા વાળા શાકભાજી : રમઝાન દરમિયાન ઉર્જા સ્તર જાળવવા માટે લીલા પાંદડા વાળા શાકભાજી આવશ્યક છે. તે વિટામિન્સ, ખનિજો અને આયર્નથી ભરપૂર હોય છે, જે તમામ કોષોને રક્ત પ્રવાહ અને ઓક્સિજન પહોંચાડવામાં ફાળો આપે છે, જેનાથી શરીરમાં એનર્જી રહે છે. તમારા સુહુર ભોજનમાં પાલક અને અન્ય લીલા શાકભાજી ઉમેરવાનો પ્રયાસ કરો.

ઓટ્સ : ઓટ્સએ જટિલ કાર્બોહાઇડ્રેટ્સનો સારો ગણાય છે, જે આખી સવારમાં ધીમે ધીમે એનર્જી રિલીઝ કરે છે. આ તમને લાંબા સમય સુધી પેટ ભરેલું રાખવામાં અને ધ્યાન કેન્દ્રિત રાખવામાં મદદ કરે છે, જે ઉપવાસ દરમિયાન થઈ શકે તેવા ભયજનક એનર્જી ક્રેશને અટકાવે છે.

બેરી: વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઑકિસડન્ટોના ડોઝ મેળવવા માટે બેરી એ સારો ઓપ્શન છે. આ એન્ટીઑકિસડન્ટો શરીરમાં મુક્ત રેડિકલ સામે લડવામાં મદદ કરે છે. સુહૂર ભોજન દરમિયાન દહીં સાથે તાજા બેરીના બાઉલનો આનંદ લો.

જીવનશૈલી ટ્રેન્ડિંગ ન્યૂઝ health tips