/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/01/Rashtrapati-Bhavan-Amrit-Udyan.jpg)
Rashtrapati Bhavan Amrit Udyan : રાષ્ટ્રપતિ ભવનનું અમૃત ઉદ્યાન ફરી એકવાર સામાન્ય લોકો માટે માટે ખુલવા તૈયાર છે (તસવીર - સોશિયલ મીડિયા)
Rashtrapati Bhavan Amrit Udyan Mughal Garden Opening Timing: રાષ્ટ્રપતિ ભવનનું અમૃત ઉદ્યાન ફરી એકવાર સામાન્ય લોકો માટે માટે ખુલવા તૈયાર છે. દર વર્ષે આ અમૃત ઉદ્યાન પ્રવાસીઓ માટે ખોલવામાં આવે છે, જેને જોવા માટે લોકો દૂર-દૂરથી આવે છે. પ્રવાસીઓ અહીં પહોંચીને વિવિધ પ્રકારના ફૂલો અને વિવિધ પ્રકારની વનસ્પતિઓ જુએ છે અને તેનો આનંદ માણે છે. રાષ્ટ્રપતિ ભવનનું અમૃત ઉદ્યાન વર્ષમાં બે વાર જાન્યુઆરી અને ઓગસ્ટમાં ઓપન થાય છે.
રાષ્ટ્રપતિ ભવનનું અમૃત ઉદ્યાન ક્યારે ખુલશે?
રાષ્ટ્રપતિ ભવન તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ આ વખતે રાષ્ટ્રપતિ ભવનનું અમૃત ઉદ્યાન સામાન્ય જનતા માટે 2 ફેબ્રુઆરીથી 30 માર્ચ સુધી ખુલ્લું રહેશે. લોકો આ પાર્કમાં મંગળવારથી રવિવાર સુધી અઠવાડિયામાં છ દિવસ ફરી શકે છે. અહીં જઈને તમે રંગબેરંગી ફૂલો અને લીલાછમ છોડ અને વનસ્પતિ જોઈ શકો છો. આ ગાર્ડન સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેશે. સોમવારે આ ગાર્ડન મેઇન્ટેનન્સના કામ માટે બંધ રહે છે.
અમૃત ઉદ્યાનમાં કયા ગેટ પરથી થશે પ્રવેશ?
રાષ્ટ્રપતિ ભવનના અમૃત ઉદ્યાનમાં તમે ગેટ નંબર 35થી પ્રવેશ કરી શકો છો. ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર અહીં પહોંચવા માટે કેન્દ્રીય સચિવાલય મેટ્રો સ્ટેશનથી ગેટ નંબર 35 સુધી દર 30 મિનિટે સવારે 9:30 થી સાંજે 6 વાગ્યા સુધી શટલ બસ ચાલશે.
આ પણ વાંચો - વસંત પંચમી પર પીળા રંગના કપડાં કેમ પહેરવામાં આવે છે? જાણો કારણ
અમૃત ઉદ્યાન માટે બુકિંગ કેવી રીતે કરવું?
અમૃત ઉદ્યાનની મુલાકાત લેવા માટે કોઈ પ્રકારની પૈસાવાળી ટિકિટની જરૂર પડતી નથી. અહીં ફરવા માટે પ્રવેશ એકદમ મફત છે. જો કે આ માટે ટિકિટ રિઝર્વ કરવી પડેશે. તમે તમારી મફત ટિકિટ/ટોકન https://visit.rashtrapatibhavan.gov.in જઈને બુક કરાવી શકો છો. રાષ્ટ્રપતિ ભવનના ગેટ નંબર 35 પર જઈને પણ તમે ફ્રી ટિકિટ મેળવી શકો છો.
કેવી રીતે પહોંચશો અમૃત ઉદ્યાન?
અમૃત ઉદ્યાન જવા માટે તમે મેટ્રો અથવા કેબ લઈ શકો છો. જો તમે મેટ્રોમાં જઈ રહ્યા છો તો અહીંનું સૌથી નજીકનું મેટ્રો સ્ટેશન કેન્દ્રીય સચિવાલય છે. અહીંથી મુલાકાતીઓ અમૃત ઉદ્યાન જવા માટે શટલ સર્વિસની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે તમે અહીં કેબ અથવા ઓટો દ્વારા પણ સરળતાથી પહોંચી શકો છો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us