How To Get Rid Of Rat From Car: ઉંદર આપણને ઘણી રીતે નુકસાન કરે છે. ઉંદર ઘર. કારખાના કે કાર જેવા વાહનની અંદર ઘુસી જાય તો નુકસાન કરે છે. ખાસ કરીને વરસાદની સીઝનમાં પાર્કિંગમાં પાર્ક કરેલી કારમાં ઉંદર ઘુસી જતા હોય છે. ઉંદર કારમાં સીટ કવર, મ્યુઝિક સિસ્ટમને નુકસાન પહોંચાડી શકે છે. જો તમારી કારમાં પણ ઉંદર ઘુસી જતા હોય તો સૌથી પહેલા કેમ અને ક્યાંથી ઉંદર ઘુસે છે તે જાણવું જોઇએ. અહીં અમુક ટીપ્સ આપી છે, જે અજમાવી તમે તમારી કારને ઉંદરથી બચાવી શકો છો.
તમારી આ ભૂલના લીધે ઉંદર કારમાં ઘુસે છે
કારની અંદર ખાવા પીવાની ચીજ રાખવી નહીં
ઉંદર કારમાં ઘુસે નહીં તેની માટે કારની અંદર ખાવા પીવાની ચીજો રાખવી નહીં. જો કારની અંદર ખાવા પીવાની ચીજ નીચે પડી જાય તો તરત જ સાફ કરી લો. કારણ કે, ઉંદર ખાવા પીવાની ચીજોની સુંગધ દૂરથી સુંઘી લે છે, જેના કારણે તે કારમાં ઘુસી જાય છે.
અંધારામાં કાર પાર્ક કરવાનું ટાળો
અંધારામાં કાર પાર્ક કરવાનું ટાળવું જોઇએ. હકીકતમાં વરસાદના દિવસોમાં જમીનની અંદર પાણી ભરાઇ જવાના લીધે બહાર આવેલા ઉંદર છુપવવાની જગ્યા શોધે છે. આવી સ્થિતિમાં ઉંદર અંધારામાં પાર્ક કરેલી કારમાં ઘુસી જાય છે. આથી તમે જ્યાં કાર પાર્ક કરો છો ત્યાં અજવાળું હોય તે વાતનું ધ્યાન રાખો. ઉપરાંત કાર પાર્કિંગમાં એક નાનો બલ્બ ચાલુ રાખો. તેનાથી કારની અંદર ઉંદર ઘુસવાની સંભાવના ઓછી થઇ જાય છે.
કાર માંથી ઉંદર ને ભગાડવાની ટીપ્સ
નેપ્થેલીન બોલ્સ (Nepthalin Balls)
ઉંદરને કારમાંથી બહાર કાઢવાનો એક સરળ અને ઘરેલું ઉપાય છે કે તમારી કારમાં નેપ્થેલીન બોલ્સનો ઉપયોગ કરો. આ ચીજ કારની બુટ સ્પેસમાં નાંખી શકો છો.
અનડિલ્યુટેડ ફિનાઇલ
કારના એન્જિનમાં અનડિલ્યુટેડ ફિનાઇલ છાંટી શકાય છે, જે ઉંદરથી છુટકારો મેળવવામાં મદદ કરે છે.
તમાકુના પાંદડા
તમાકુથી માણસને કેન્સર થાય છે પરંતુ તેના પાંદડા કાર માંથી ઉંદર બહાર કાઢવામાં મદદ કરે છે. આથી તમાકુના પાંદડાની પોલટી કારના એન્જિન અને પાછળ ડિક્કીમાં રાખી શકાય છે. તમાકુની ગંદ ઉંદરને કારની અંદર આવતા રોકે છે.
રેટ રિપેન્ટ સ્પ્રે (Rat Repellent Spray)
રેટ રિપેન્ટ સ્પ્રે (Rat Repellent Spray) તમને સરળતાથી ઓનલાઇન મળી જશે. રેપ પિલેન્ટ સ્પ્રે કારમાં છાંટવાથી ઉંદર કારની અંદર તો દૂર કારની આસપાસ પણ ફરકશે નહીં. એક વાતનું ધ્યાન રાખો કે આ સ્પ્રે બાળક અને ઉંમર લાયક વૃદ્ધ વ્યક્તિથી દૂર રાખો, તેનાથી તેમને નુકસાન થઇ શકે છે.
આ પણ વાંચો | સપ્ટેમ્બરમાં ટાટા હ્યુન્ડાઇ એમજી મોટર્સ નવી કાર કરશે લોન્ચ, આકર્ષક ફીચર્સ સાથે કરશે એન્ટ્રી
રેપ રિપેલન્ટ મશીન (Rate Repellent Machine)
રેપ રિપેન્ટ મશીન (Rate Repellent Machine) ઓનલાઇન ઇ કોમર્સ પર સરળતાથી ઉપલબ્ધ છે. આ એક એવી મશીન છે, જે તમારી કાર નજીક મુક્યા બાદ તે એક અલ્ટ્રાસોનિક અવાજ કાઢે છે, આ અવાજ ઉંદર સહન કરી શકતા નથી, પરિણામ ઉંદર કાર માંથી બહાર નીકળી જાય છે.