શરીરમાં ઝેરી તત્વ તરીકે યુરિક એસિડ બનવું એ સામાન્ય બાબત છે. આ યુરિક એસિડ યૂરિન દ્વારા નીકળી જાય છે. પરંતુ ઘણીવાર ખરાબ જીવનશૈલી કે ખોરાકને કારણે કિડની પર અસર પડે છે. કિડની યોગ્ય રીતે કામ કરવાનું બંધ કરી દે છે. જને પગલે યૂરિન દ્વારા યૂરિક એસિડ બહાર નીકળતું નથી, તે શરીરમાં સ્ફટિકોના રૂપમાં એકઠું થાય છે.
આવી સ્થિતિમાં વ્યક્તિને સાંધાના દુખાવાની સમસ્યા થાય છે, જેને ગાઉટ અથવા આર્થરાઈટિસ તરીકે ઓળખવામાં આવે છે.આ સાથે લોહીમાં વધુ યુરિક એસિડને કારણે કિડનીને પણ હાનિ પહોંચી શકે છે. સામાન્ય રીતે યુરિક એસિડ સ્ત્રીઓમાં 2.6-6.0 mg/dl અને પુરુષોમાં 3.4-7.0 mg/dl હોવું જોઈએ. જો તમારી પાસે આ સ્તર કરતાં વધુ હોય, તો તમે ડૉક્ટરની સલાહ લીધા પછી યુરિન ટેસ્ટ કરાવી શકો છો. યૂરિનમાં યુરિક એસિડની માત્રામાં વધારો ઘણીવાર ગાઉટનો સંકેત આપે છે.
આ બીમારીના લક્ષણ અંગે વાત કરીએ તો આ સમસ્યાને પગલે મોટાભાગના લોકો સાંધાને સ્પર્શ કરવાથી પણ પીડા અનુભવે છે. તેમજ પગની આંગળીઓમાં સોજો આવે છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો કાચા પૈપ્યાને ડાયટમાં સામેલ કરો. કારણ કે કાચા પપૈયા ઔષધીય ગુણોથી ભરપૂર છે. આના સેવનથી પાચનક્રિયા એકદમ દુરસ્ત રહે છે. આની સાથે તેમાં કેલરી પણ ઓછી હોય છે અને તેમાં સ્ટાર્ચ પણ ભરપૂર હોય છે, જે કોલેસ્ટ્રોલ લેવલને ઓછું કરે છે. કોલેસ્ટ્રોલ ઘટાડવાની સાથે તે શરીરમાં જમા થયેલી ચરબીને પણ ઘટાડે છે.

કાચા પપૈયામાં વિટામિન A, વિટામિન C, વિટામિન E, વિટામિન B, મેંગનેશિયમ, પોટેશિયમ, ફાઇબર, આયર્ન સહિત એન્ટીઓક્સિડન્ટ, એન્ટી ઇન્ફલામેટરી તત્વો ભરપૂર છે. જેના સેવનથી શરીરને અઢળક ફાયદો થશે.
યૂરિક એસિડને કાબૂમાં લાવવા માટે પ્રતિદિન સવારે ખાલી પેટ કાચા પપૈયાનું જ્યૂસ પીવું જોઇએ. તમે ઇચ્છો તો સ્વાદ માટે આ જ્યૂસમાં શહદ કે લીંબુંનો રસ ઉમેરી શકો છો. આ જ્યૂસ તમારે દિવસમાં 2થી 3વાર પીવું જોઇએ.





