Raw Papaya Halwa Recipe In Gujarati : પપૈયું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. લોકો ઘણીવાર પાકેલા પપૈયા ખાય છે, પરંતુ કાચા પપૈયાનો પણ ઉપયોગ ઓછો ફાયદાકારક નથી. તેનું શાક ભલે લોકોને પસંદ ન હોય, પરંતુ તેનો હલવો ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. દેશી ઘી અને સૂકા મેવાઓનું મિશ્રણ સ્વાદને વધુ સારું બનાવે છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને તે ખુબ જ પસંદ હોય છે. તે આપણા પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં પણ મદદગાર છે.
કાચા પપૈયાનો હલવો બનાવવા માટે સામગ્રી
- કાચું પપૈયું : 500 ગ્રામ
- દૂધ : ત્રણ કપ
- લીલી એલચી : બે નંગ
- કાજુ બદામ : 50 ગ્રામ
- દેશી ઘી : 3 ચમચી
- કિસમિસ – બે ચમચી
- વરિયાળી : એક ચમચી
- ખાંડ : સ્વાદ અનુસાર
Raw Papaya Halwa Recipe : કાચા પપૈયાનો હલવો બનાવવાની રીત
કાચા પપૈયાને પાણીથી ધોઈને સાફ કરી તેની છાલ ઉતારી લો. પછી ખમણી પર કાચું પપૈયુ છીણી લો. આ દરમિયાન કાજુ અને બદામના નાના ટુકડા કરી લો.
ગેસ પર એક કઢાઇમાં દેશી ઘી ગરમ કરો. હવે તેમા છીણેલું પપૈયા ઉમેરો. કઢાઇ ઢાંકીને ધીમા તાપે 7 થી 10 મિનિટ સુધી પકવવા દો. પપૈયાનું છીણ એકદમ નરમ થાય થવું જોઇએ.
હવે કઢાઇમાં દૂધ અને એલચી પાઉડર ઉમેરો બરાબર હલાવો. મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી પકવવા દો. આ દરમિયાન ચમચ વડે મિશ્રણને હલાવતા રહો જેથી તે દાઝે નહીં.
આ પણ વાંચો | કાઠિયાવાડી કાજુ લસણનું શાક, શિયાળામાં આ રીતે ઘરે બનાવો, એકદમ ઢાબા જેવો સ્વાદ આવશે
આ પછી તેમાં ખાંડ, કિસમિસ અને વરિયાળી ઉમેરી સારી રીતે મિક્સ કરી લો. ફરી તેને ધીમા તાપ પર થોડી વાર સુધી પકવવા દો. જ્યારે પપૈયા કઢાઈમાં ઉખડવા લાગે ત્યારે સમજી લો કે પપૈયાનો હલવો તૈયાર છે. હવે તેમાં છીણેલા કાજુ બદામ ઉમેરી સર્વ કરો.





