/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/12/Heart-attack-Reason.jpg)
યુવાનોમાં હૃદય રોગ વધવાનું કારણ હાર્ટ એટેક પર AIIMS સંશોધન હેલ્થ ટિપ્સ કોરોના રસીની આડઅસરો। reason of increase heart Disease in youngsters heart attack AIIMS research corona vaccine side effects in gujarati
અભ્યાસમાં જાણવા મળ્યું છે કે યુવાનોમાં અચાનક મૃત્યુનું મુખ્ય કારણ હૃદય રોગ (Heart Disease) છે. લગભગ 42.6 ટકા મૃત્યુ હૃદય રોગને કારણે થયા હતા. આ અભ્યાસ નવી દિલ્હી સ્થિત ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) ખાતે કરવામાં આવેલા પોસ્ટમોર્ટમ પર આધારિત છે.
કોવિડ પેંડેમીક પછી અચાનક મૃત્યુમાં વધારો થવાનું કારણ રસી હોવાના અહેવાલોને ધ્યાનમાં રાખીને મૃત્યુનું કારણ શોધવા માટે આ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો.
અભ્યાસના મુખ્ય તારણો
અચાનક મૃત્યુના પાંચમા ભાગ શ્વસન રોગોને કારણે થયા હતા. બાકીના પાંચમા ભાગમાં, મૃત્યુનું કારણ નક્કી કરી શકાયું નથી. પેટ અને આંતરડાના રોગો 6.4% મૃત્યુ માટે જવાબદાર હતા. જીનીટોરીનરી રોગો 4.3% મૃત્યુ માટે જવાબદાર હતા, અને મગજ અને સેન્ટ્રલ નર્વસ સિસ્ટમની સમસ્યાઓ 3.2% મૃત્યુ માટે જવાબદાર હતી.
સંશોધકોને COVID-19 ધરાવતા અથવા વાયરસ સામે રસી અપાયેલા લોકોમાં અચાનક મૃત્યુમાં વધારો જોવા મળ્યો નથી. અચાનક મૃત્યુ પામેલા યુવાનોમાંથી, 4.3% લોકો અગાઉ COVID-19 થી સંક્રમિત હતા. આમાંથી, 82.8% લોકોને રસી આપવામાં આવી હતી. વર્તમાન અભ્યાસમાં COVID-19 રસી અને હૃદય રોગના મુખ્ય કારણ વચ્ચે કોઈ નોંધપાત્ર જોડાણ જોવા મળ્યું નથી.
એમ્સના પેથોલોજીના પ્રોફેસર ડૉ. સુધીર આરવાએ જણાવ્યું કે "અમે એક વર્ષ દરમિયાન યુવાનોમાં થયેલા લગભગ 100 અચાનક મૃત્યુનો અભ્યાસ કર્યો. અમને જાણવા મળ્યું કે આ મૃત્યુ કોવિડ-19 રસી સાથે સંબંધિત નહોતા. રસી સંબંધિત ગૂંચવણોના કોઈ નોંધપાત્ર પુરાવા મળ્યા નથી. હૃદયના સ્નાયુની બળતરા, મ્યોકાર્ડિટિસનો ફક્ત એક જ કેસ હતો.'
અભ્યાસ શા માટે મહત્વપૂર્ણ?
રસીને કારણે યુવાનોમાં અચાનક મૃત્યુમાં વધારો થયો છે તે જોતાં આ તારણો નોંધપાત્ર છે. આ વર્ષની શરૂઆતમાં, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ રાજ્યના હસન જિલ્લામાં હૃદયરોગના હુમલાથી થતા મૃત્યુમાં વધારો માટે રસીની ઉતાવળમાં મંજૂરી અને વિતરણને જવાબદાર ઠેરવ્યું હતું.
યુવાનોમાં હાર્ટ એટેક (Heart Attacks in Young People)
અચાનક મૃત્યુ પામેલા 94 યુવાનો (18 થી 45 વર્ષની વયના) માંથી 40 લોકો હૃદય રોગથી મૃત્યુ પામ્યા હતા. આ જૂથમાં 85% મૃત્યુ હૃદયરોગના હુમલાથી થયા હતા. 5% મૃત્યુ માળખાકીય ખામીઓ અને જન્મજાત સમસ્યાઓના કારણે થયા હતા. હૃદય રોગથી થયેલા મૃત્યુમાં હૃદયની બળતરા 5% મૃત્યુ માટે જવાબદાર હતી. 30% મૃત્યુ ન્યુમોનિયા અને 20% મૃત્યુ ક્ષય રોગના કારણે થયા હતા. ડૉ. આરાવાએ સમજાવ્યું કે "મોટાભાગના મૃત્યુ હૃદયરોગના હુમલાને કારણે થયા હતા, જે લાઇફસ્ટાઇલ અને વ્યક્તિગત ટેવો સાથે સંબંધિત છે.'
યુવાનોમાં અચાનક મૃત્યુની આ પેટર્ન 46 થી 65 વર્ષની વયના લોકોના મૃત્યુની પેટર્નથી ઘણી અલગ છે. વૃદ્ધ લોકોમાં લગભગ ત્રણ-ચતુર્થાંશ અચાનક મૃત્યુ હૃદય રોગને કારણે થયા હતા. 14.1% મૃત્યુ અજાણ્યા કારણોસર થયા હતા. વૃદ્ધ લોકોમાં શ્વસન રોગો ખૂબ ઓછા (4.4%) અચાનક મૃત્યુ માટે જવાબદાર હતા.
સ્ત્રીઓમાં વધારો
સંશોધકોએ એ પણ શોધી કાઢ્યું કે વૃદ્ધ લોકો કરતાં યુવાનોમાં અચાનક મૃત્યુમાં મહિલાઓનું પ્રમાણ વધુ હતું. જ્યારે યુવાનોમાં અચાનક મૃત્યુમાં 18% મહિલાઓ હતી, ત્યારે વૃદ્ધ લોકોમાં આ આંકડો ફક્ત 5.8% હતો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us