Red Chilli: લાલ મરચાના ફાયદા જાણી તમે પણ ખાતા થઇ જશો!

Red chilli benefits: લીલા મરચાંની જેમ લાલ મરચાં પણ સ્વાસ્થ્ય માટે ગુણકારી છે. લાલ મરચાં માત્ર ખોરાકનો સ્વાદ જ નથી વધારતા, પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ ઘણા ફાયદાકારક છે. લાલ મરચાંમાં ઘણાં પોષક તત્વો હોય છે, જે શરીરને અનેક રીતે મદદ કરે છે.

Written by Ajay Saroya
Updated : March 26, 2025 18:32 IST
Red Chilli: લાલ મરચાના ફાયદા જાણી તમે પણ ખાતા થઇ જશો!
Red Chilli: લાલ મરચા. (Photo: Freepik)

Red chilli benefits: લાલ મરચાં ખાવાના ફાયદા અનેક છે. લાલ મરચાં પાચન સુધારે છે, રોગપ્રતિકારક શક્તિ વધારે છે, હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, વજન ઘટાડવામાં મદદ કરે છે. સાંધાના દુખાવામાં અને ત્વચા માટે પણ ઉપયોગી છે. કેન્સર સામે પણ રક્ષણ આપે છે. જોકે લાલ મરચું વધુ પ્રમાણમાં સેવન કરવાથી નુકસાનકારક બની શકે છે.

લાલ મરચાં પાચન સુધારે છે: લાલ મરચાંમાં કેપ્સાઈસીન નામનું તત્વ હોય છે, જે પાચન ઉત્સેચકોના સ્ત્રાવને ઉત્તેજિત કરે છે. તે પાચનક્રિયાને સુધારવામાં મદદ કરે છે અને ગેસ, એસિડિટી અને કબજિયાત જેવી પાચન સંબંધિત સમસ્યાઓમાં રાહત આપે છે.

રોગપ્રતિકારક શક્તિ વધારે: લાલ મરચાંમાં વિટામિન સી અને એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.તે શરીરને ચેપ સામે લડવામાં મદદ કરે છે.

હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક: લાલ મરચાં ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં અને સારા કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરે છે.તે રક્ત પરિભ્રમણને સુધારે છે અને હૃદય રોગના જોખમને ઘટાડે છે.

વજન ઘટાડવામાં મદદ કરે: લાલ મરચાં ચયાપચયને વધારે છે, જે કેલરી બર્ન કરવામાં મદદ કરે છે. તે ભૂખને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે.

સાંધાના દુખાવામાં રાહત આપે: લાલ મરચાંમાં કેપ્સાઈસીન નામનું તત્વ હોય છે, જે સાંધાના દુખાવા અને સોજાને ઘટાડવામાં મદદ કરે છે.

ત્વચા માટે ફાયદાકારક: લાલ મરચાંમાં વિટામિન એ અને સી હોય છે, જે ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તે ત્વચાને ચમકદાર બનાવે છે અને કરચલીઓ ઘટાડે છે.

કેન્સર સામે રક્ષણ: કેટલાક અભ્યાસો દર્શાવે છે કે લાલ મરચાંમાં રહેલા કેપ્સાઈસીન કેન્સરના કોષોના વિકાસને ધીમો પાડી શકે છે. કેન્સર સામે રક્ષણ આપે છે.

આંખો માટે ફાયદાકારક: લાલ મરચાંમાં વિટામિન એ હોય છે, જે આંખોના સ્વાસ્થ્ય માટે જરૂરી છે.

સાવચેતી શું રાખવી: લાલ મરચાંનું સેવન મધ્યમ માત્રામાં કરવું જોઈએ. વધુ પડતું લાલ મરચું ખાવાથી પેટમાં બળતરા, એસિડિટી અને અન્ય પાચન સમસ્યાઓ થઈ શકે છે. (લાલ મરચાંનું અથાણું બનાવવાની રીત જાણો)

જો તમને કોઈ સ્વાસ્થ્ય સમસ્યા હોય, તો લાલ મરચાંનું સેવન કરતા પહેલાં ડૉક્ટરની સલાહ અચૂક લો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ