રેડ ચીલી પાવડર બેનેફિટ્સ : સ્વાદે તીખા પરંતુ રોગપ્રતિકારક શકિત વધારવા સહીત અનેક છે સ્વાસ્થ્ય લાભ

red chilli powder benefits : રેડ ચીલી પાવડર (red chilli powder) અનેક હેલ્થ બેનેફિટ્સ (benefits) ધરાવે છે, જેમ કે, તેમાં વિટામિન સી હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે મહત્વપૂર્ણ છે

Written by shivani chauhan
February 27, 2023 12:22 IST
રેડ ચીલી પાવડર બેનેફિટ્સ : સ્વાદે તીખા પરંતુ રોગપ્રતિકારક શકિત વધારવા સહીત અનેક છે સ્વાસ્થ્ય લાભ
તે દેશમાં ખૂબ જ લોકપ્રિય છે, જેથી ભારત સૂકા લાલ મરચાનો સૌથી મોટો નિકાસકાર બની ગયો છે.

લાલ મરચું પાઉડર સામાન્ય રીતે મોટાભાગના ભારતીય રસોડામાં જોવા મળે છે, લાલ મરચાંના પાવડરનો ઉપયોગ વિવિધ વાનગીઓ તૈયાર કરવા માટે થાય છે. લાલ મિર્ચ પાઉડર તરીકે પણ ઓળખાય છે, તે કોઈપણ વાનગીમાં ઉમેરાતા ઝિંગ અને રંગની સાથે તેના તીખા સ્વાદ માટે પણ પ્રિય છે. હકીકતમાં, તે એટલું લોકપ્રિય ઇન્ગ્રીડિએન્ટ છે કે ભારત સૂકા લાલ મરચાનો સૌથી મોટો નિકાસકાર બની ગયો છે. સ્ટેડફાસ્ટ ન્યુટ્રિશનના સ્થાપક અમન પુરીએ જણાવ્યું હતું કે, “લાલ મરચાંને થોડા દિવસો સુધી તડકામાં સાફ કરીને સૂકવા કે જ્યાં સુધી તે ક્રંચી ન થાય, ત્યારબાદ લાલ મરચાંને તપેલીમાં શેકી લેવા અને પછી તેનો પાવડર બને છે.

નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ મસાલાના ફાયદા નીચે મુજબ છે.

બ્લડપ્રેશર જાળવી રાખે છે

પોટેશિયમથી ભરપૂર, લાલ મરચું પાવડર શરીરની રક્તવાહિનીઓને રેલેક્ષ કરવામાં અને બ્લડ પ્રેશરના સ્તરને જાળવવામાં મદદ કરે છે. તેમાં કેપ્સાસીન પણ હોય છે, જે એક સક્રિય ઘટક છે જે બ્લડ પ્રેશર ઘટાડે છે અને રક્ત પરિભ્રમણને સુધારે છે. પુરીએ આમાં ઉમેર્યું હતું કે, “તેમાં પોટેશિયમનું પ્રમાણ રક્તવાહિનીઓને રેલેક્ષ અને બ્લડ પ્રેશર ઘટાડવામાં પણ મદદ કરે છે.”

વજન ઘટાડવા માટે ફાયદાકારક

અધ્યયન મુજબ, લાલ મરચાંનો પાઉડર વજન કંટ્રોલ કરવામાં મોટી ભૂમિકા ભજવે છે. તે શરીરની ચરબીના સંચયને ઘટાડવામાં અને ચયાપચયને ઝડપી બનાવવામાં મદદ કરે છે, જે વજન ઘટાડવા તરફ દોરી જાય છે. લાલ મરચું પાવડર ભૂખ પણ ઘટાડે છે, જે શરીરની ચરબી ઘટાડવામાં વધુ મદદ કરે છે. તેવી જ રીતે, નિષ્ણાતે કહ્યું કે તે ચરબીના ઓક્સિડેશનમાં મદદ કરે છે, બદલામાં ચરબી બર્નિંગને પ્રોત્સાહન આપે છે. જો કે, વજન ઘટાડવાની પદ્ધતિમાં તેનો સમાવેશ કરતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

આ પણ વાંચો: સ્વીટ્સ ક્રેવિંગ: કંટ્રોલ કરવા માટે આ ડાયટ અને ટિપ્સ અજમાવો

રોગપ્રતિકારક શક્તિ વધારે છે

લાલ મરચાના પાવડરમાં વિટામિન સી હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે મહત્વપૂર્ણ છે જે બદલામાં, શરીરને રોગો અને ચેપ સામે લડવામાં મદદ કરે છે. તે શરીરમાં ફ્રી રેડિકલ અને ટોક્સિન્સને પણ ઘટાડે છે.

એન્ટી- ઇન્ફ્લેમેટરી ગુણધર્મ ધરાવે છે:

અભ્યાસોએ દર્શાવ્યું છે કે લાલ મરચાંના પાવડરનો એન્ટી- ઇન્ફ્લેમેટરી ગુણધર્મ તેના ફિનોલિક અને ફ્લેવોનોઈડ સંયોજનોને કારણે છે. આ ઉપરાંત, તેમાં હાજર કેપ્સિનોઇડ્સ અને કેપ્સાઇસીનોઇડ્સ – જે બંને આલ્કલોઇડ સંયોજનો છે , ઇન્ફ્લેમેટરી મોલેક્યુલ્સને પેદા થતા અટકાવે છે.

સ્વસ્થ ત્વચા અને વાળ

લાલ મરચાના પાવડરમાં હાજર વિટામિન સી ત્વચામાં કોલેજનનું ઉત્પાદન વધારે છે, જે તેને મજબૂત અને ભરાવદાર બનાવે છે, જ્યારે વિટામિન એ વાળને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. તેમાં વિટામિન ઇ પણ છે, જે એક શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ છે જે વાળ અને ત્વચા બંને માટે ફાયદાકારક છે.

આ પણ વાંચો: હેલ્થ ટિપ્સ : મલાઈકા અરોરાનું વર્ક આઉટ રૂટિન તમને આપશે વીકએન્ડ મોટિવેશન

પાચન સુધારે છે

તે અસરકારક રીતે ગેસ્ટ્રિક રસના સ્ત્રાવને વધારે છે, આમ પાચનને વેગ આપે છે અને કબજિયાત અને ગેસથી રાહત આપે છે. તે તેમાંથી હાનિકારક બેક્ટેરિયાને ઘટાડીને આંતરડાના સ્વાસ્થ્યને બનાવવામાં પણ મદદ કરે છે, તેને ભારતીય ભોજનનો આવશ્યક ભાગ બનાવે છે.

લાલ મરચાંના પાવડરના સેવનના વિવિધ ફાયદાઓ હોવા છતાં, વધુ પડતું સેવન સારા કરતાં વધુ નુકસાન કરી શકે છે. તેના પર ભાર મૂકતા પુરીએ જણાવ્યું હતું કે, “લાલ મરચાના પાઉડરના વધુ પડતા સેવન સાથે સંકળાયેલા જોખમી પરિબળોમાં ઉબકા, ઉલટી, અલ્સર અને વધુ પડતો પરસેવો છે. જઠરનો સોજો અથવા ઇન્ફ્લેમેટરી બોવેલ સિન્ડ્રોમ (IBS) જેવી બળતરા ધરાવતા લોકોએ લાલ મરચાંનો પાવડર ટાળવો જોઈએ કારણ કે તે સ્થિતિને વધુ તીવ્ર બનાવી શકે છે.”

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ