Relationship Tips: આખરે છોકરાઓ જ કેમ કરે છે પ્રપોઝ? જાણો સાયકોલોજી અને રિસર્ચ

Relationship Tips: સ્ત્રીઓ અને પુરુષોના પ્રપોઝને લઇને ઘણા રિસર્ચ કરવામાં આવ્યા છે. જેમાં સાબિત થાય છે કે સ્ત્રીઓ કરતાં પુરુષો વધારે પ્રપોઝ કરે છે

Relationship Tips: સ્ત્રીઓ અને પુરુષોના પ્રપોઝને લઇને ઘણા રિસર્ચ કરવામાં આવ્યા છે. જેમાં સાબિત થાય છે કે સ્ત્રીઓ કરતાં પુરુષો વધારે પ્રપોઝ કરે છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
men propose female, propose

શા માટે છોકરાઓ સૌથી વધુ પ્રપોઝ કરે છે (તસવીર - ફ્રીપિક)

Relationship Tips: દુનિયામાં મહિલાઓ દરેક ક્ષેત્રમાં પુરુષોની સાથે ખભાથી ખભો મિલાવીને આગળ વધી રહી છે. તે પોતાના હક માટે પણ સતત અવાજ ઉઠાવી રહી છે. જોકે એવી ઘણી બાબતો છે જેમાં છોકરીઓ પોતાને પાછળ રાખવાનું પસંદ કરે છે. આનું શ્રેષ્ઠ ઉદાહરણ પ્રેમની અભિવ્યક્તિ છે. ભાગ્યે જ તમે જોશો કે છોકરીઓ કોઈ છોકરાને પ્રપોઝ કરે છે. સાથે જ પુરુષોની બાબતમાં તેનાથી વિપરીત સ્થિતિ છે.

Advertisment

છોકરાઓ શા માટે પ્રપોઝ કરે છે?

સ્ત્રીઓ અને પુરુષોના પ્રપોઝને લઇને ઘણા રિસર્ચ કરવામાં આવ્યા છે. જેમાં સાબિત થાય છે કે સ્ત્રીઓ કરતાં પુરુષો વધારે પ્રપોઝ કરે છે. આ લેખમાં આપણે જાણીશું કે શા માટે છોકરાઓ સૌથી વધુ પ્રપોઝ કરે છે.

યુવતીઓને રિજેક્શનનો ડર રહે છે

સામાન્ય રીતે એવું કહેવાય છે કે પ્રપોઝ કરવાની જવાબદારી પુરુષોની હોય છે. જોકે આની પાછળ ઘણા કારણો હોઈ શકે છે. સ્ત્રીઓ પુરુષોને પ્રપોઝ કરતી નથી કારણ કે તેઓ રિજેક્શનનો ડર રહે છે. છોકરીઓ માટે પ્રેમમાં રિજેક્શન એક આઘાત સમાન હોય છે, જે ઘણી વખત તેઓ સહન કરી શકતી નથી અને તેમને આ આઘાતમાંથી બહાર નીકળવામાં ઘણો સમય લાગે છે.

હંમેશા રહે છે છોડી દેવાનો ડર

છોકરીઓ ઘણી વખત છોકરાઓને પ્રપોઝ કરતી નથી કારણ કે સમાજ દ્વારા તેને જજ કરવાનો ખતરો હંમેશાં બન્યો રહે છે. ઘણી વખત તેને એવો પણ ડર સતાવતો હોય છે કે જો તે પ્રપોઝ કરશે તો તેને સુરક્ષાનું પણ જોખમ છે. તેઓ વિચારે છે કે હું જે વ્યક્તિને પ્રપોઝ કરી રહી છું તે મને ગમે ત્યારે છોડી શકે છે. છોકરીઓને ડર છે કે છોકરો તેમની કદર નહીં કરે અને હંમેશાં છોડી દેવાની ધમકી આપશે અને કોઈપણ ખરાબ પરિસ્થિતિમાં જવાબદાર ગણાવશે.

Advertisment

આ પણ વાંચો - આ વસ્તુ નાખવાથી નહીં ફાટે દૂધ? માસ્ટર શેફ પાસેથી જાણો અનોખો નુસખો

શું કહે છે રિસર્ચ?

મહિલાઓ અને પુરુષોના પ્રપોઝ વિશે ઘણા સંશોધનો કરવામાં આવ્યા છે. જોકે સૌથી કોમન મહિલાઓ પર સામાજિક દબાણ હોવાનું બહાર આવ્યું છે. લાઇવ સાયન્સે પોતાના એક લેખમાં જણાવ્યું છે કે મહિલાઓ પ્રપોઝ કર્યા પછી ઘણી સમસ્યાઓમાંથી પસાર થાય છે, જેમાં સુરક્ષા અને અસ્વીકારનો ડર, સામાજિક અને સાંસ્કૃતિક પરંપરાઓનો સામનો કરવો વગેરેનો સમાવેશ થાય છે.

પેટર્નમાં આવી રહ્યો છે ફેરફાર

પહેલાની તુલનામાં હવે ઘણી વસ્તુઓ બદલાઈ ગઇ છે. હવે મહિલાઓ સમાન અધિકાર માટે અવાજ ઉઠાવી રહી છે. તે પુરુષો સાથે ખભાથી ખભો મિલાવીને ચાલી રહી છે. હવે ઘણી છોકરીઓએ પોતાની લાગણીઓને ખુલીને વ્યક્ત કરવાનું શરૂ કરી દીધું છે અને છોકરાઓને પ્રપોઝ કરતાં અચકાતી નથી.

રિલેશનશીપ જીવનશૈલી