વધુ પડતો કચરો અને અસ્વચ્છ વાતાવરણ ઘરની અંદર અને બહાર ઉંદરોની સમસ્યાને વધારી શકે છે. ઘર અને આસપાસની જગ્યા સ્વચ્છ રાખવી મહત્વપૂર્ણ છે. ઘણા લોકોમાં ઘરમાં વધારે સમાન અને ગંદકીને કારણે ઉંદરનો ત્રાસ વધી જાય છે, વધુમાં અહીં જાણો તેના ઉપદ્રવને ઘટાડવા માટે કેટલીક સરળ ટિપ્સ
ઉંદર ઘરમાંથી ભગાડવો એ મુશ્કેલ કામ છે, ઘણા લોકો કંટાળીને ઉંદર પકડવાનું પીંજરું યુઝ કરે છે પરંતુ ઘણીવાર એમાં આવી શકતા નથી, પરંતુ અહીં સરળ ટિપ્સ આપી છે જે તમને મદદરૂપ થઇ શકે છે.
ઉંદર ભગાડવાનો ઉપાય
- પેપરમિન્ટ તેલ : જ્યાં ઉંદર હોવાની શક્યતા હોય ત્યાં પેપરમિન્ટ તેલમાં પલાળેલું કપડું અથવા કપાસ મૂકો. દર બે દિવસે તેને બદલવું શ્રેષ્ઠ છે.
- મરચાંના બીજ : ઘરના ખૂણામાં મરચાંના બીજ નાખવાથી ઉંદર ઘરમાં પ્રવેશતા અટકશે.
- માઉસટ્રેપ : ફળ, મગફળી, ચોકલેટ અથવા માખણ જેવી ખાદ્ય ચીજોને માઉસટ્રેપમાં રાખવાથી અને તેનો ઉપયોગ કરીને તેમને પકડી શકાય છે.
- પ્રવેશદ્વારોમાં ગાબડાં પૂરો : ઉંદરોને દિવાલો, દરવાજા, બારીઓ અને ગટરમાંથી પ્રવેશતા અટકાવી શકાય છે. છિદ્રો અને ગાબડાઓને સીલ કરીને સુરક્ષિત કરવા જોઈએ.
આટલું ધ્યાન રાખો
ફક્ત રસોડું અને આસપાસના વિસ્તારો જ નહીં, પણ બાથરૂમ અને સ્ટોરરૂમ પણ સ્વચ્છ રાખી શકાય છે, અને વાસી ખોરાકનો નિકાલ કરવો જોઈએ.





