પ્રજાસત્તાક દિવસ (Republic Day) દર વર્ષે 26 જાન્યુઆરી એ આવે છે, આ અવસરે ભારતીય ત્રિરંગાના કલરને સુંદર અને સ્વાદિષ્ટ રીતે પણ તમે ઉજવી શકો છો, ટ્રાઇ કલર કેક આ ખાસ દિવસને વધુ યાદગાર બનાવી શકે છે. આ રંગબેરંગી અને આકર્ષક કેક માત્ર દેખાવમાં નહિ પરંતુ તેને બનાવવામાં પણ સરળ છે. અહીં ટ્રાઇ કલર કેક (Triolor Cake) બનાવવાની એક સરળ રીત જણાવી છે, જેનો તમે તમારા પરિવાર અને મિત્રો સાથે આ ખાઈને આનંદ માણી શકો
પ્રજાસત્તાક દિવસ (Republic Day) ના આ ખાસ દિવસને વધુ ખાસ બનાવવા માટે ટ્રાઇ કલર કેક (Tricolor Cake) એક બેસ્ટ ઓપ્શન છે. કેક બનાવાની સરળ રેસીપી જાણી લો.
ત્રિરંગી કેક રેસીપી (Tricolor Cake Recipe)
સામગ્રી
- 1 કપ- મેંદાનો લોટ
- 1 ચમચી- બેકિંગ પાવડર
- 1 કપ- ખાંડ
- 1/2 કપ- દહીં
- 1/2 કપ- ઘી
- 1 ચમચી- વેનીલા એસેન્સ
- 1/2 કપ-દૂધ
- નારંગી રંગ
- લીલો રંગ
- 2-3 ચમચી- પાણી
ત્રિરંગી કેક રેસીપી (Tricolor Cake Recipe)
- સૌ પ્રથમ એક વાસણમાં મેંદાનો લોટ, બેકિંગ પાવડર અને ખાંડને સારી રીતે મિક્સ કરો.
- હવે તેમાં ઘી, દહીં, વેનીલા એસેન્સ અને દૂધ ઉમેરીને બરાબર મિક્સ કરો જેથી બેટર સ્મૂધ અને ગઠ્ઠો વગરનું બને.
- બેટરને હવે ત્રણ ભાગમાં વહેંચો. એક ભાગમાં કેસરી કલર, બીજા ભાગમાં લીલો અને ત્રીજા ભાગમાં રંગ વગરનો રાખો.
- હવે બેકિંગ ટીનને ઘીથી ગ્રીસ કરો અને તેના પર થોડો લોટ છાંટવો.
- સૌ પ્રથમ નારંગીનું બેટર રેડવું અને તેને થોડું ફેલાવો.
- પછી કેકના બેટરના કલર વગરના ભાગને બેકિંગ ટીનમાં રેડો અને તેને હળવા હાથે ફેલાવો.
- ધ્યાનમાં રાખો કે તમે બેટરને એક બીજા ઉપર એવી રીતે રેડો કે કેસરી, વાઈટ અને લીલા રંગની રચના જળવાઈ રહે.
- તેને પ્રીહિટેડ ઓવનમાં 180 ડિગ્રી સેલ્સિયસ પર 25-30 મિનિટ માટે બેક કરો. કેક થઇ જાય એટલે ટૂથપીક નાખીને તપાસો. જો તે ટુથપીક સાફ થઈ જાય તો તેનો અર્થ એ કે કેક તૈયાર છે.
- કેકને ઓવનમાંથી બહાર કાઢો અને તેને ઠંડુ થવા દો.
- જ્યારે તે ઠંડુ થઈ જાય, ત્યારે તેને કાપીને ત્રિરંગાના ફોર્મમાં સજાવો અને કેક સર્વ કરો.





