પ્રજાસત્તાક દિવસ સ્પેશિયલ ત્રિરંગી સેન્ડવીચ નાસ્તા માટે બેસ્ટ

પ્રજાસત્તાક દિવસ ને હવે થોડા દિવસ બાકી છે એવામાં તમે ઘરે આ દિવસે ખાસ બનાવા માટે ટેસ્ટી અને મજેદાર ત્રિરંગી સેન્ડવિચ રેસીપી બનાવી શકો છો, જાણો રેસીપી

પ્રજાસત્તાક દિવસ ને હવે થોડા દિવસ બાકી છે એવામાં તમે ઘરે આ દિવસે ખાસ બનાવા માટે ટેસ્ટી અને મજેદાર ત્રિરંગી સેન્ડવિચ રેસીપી બનાવી શકો છો, જાણો રેસીપી

author-image
shivani chauhan
New Update
Tricolor Sandwich Recipe

પ્રજાસત્તાક દિવસ સ્પેશિયલ ત્રિરંગી સેન્ડવીચ નાસ્તા માટે બેસ્ટ

પ્રજાસત્તાક દિવસ (Republic Day) દર વર્ષે 26 મી જાન્યુઆરી ના રોજ ભારતમાં માનવામાં આવે છે. એ ખૂબ જ ખાસ દિવસ છે, જ્યારે સમગ્ર દેશમાં દેશભક્તિની લાગણી હોય છે. આ દિવસને ખાસ બનાવવા માટે તમે તમારા નાસ્તામાં ત્રિરંગી સેન્ડવિચ (Tricolor Sandwich) બનાવી શકો છો. ત્રિરંગાના રંગોનું પ્રદર્શન કરતી આ સેન્ડવીચ માત્ર સ્વાદિષ્ટ જ નથી પરંતુ આ દિવસનું મહત્વ પણ દર્શાવે છે. તો અહીં જાણો ત્રિરંગી સેન્ડવિચ રેસીપી (Tricolor Sandwich Recipe)

Advertisment

ત્રિરંગી સેન્ડવિચ રેસીપી (Tricolor Sandwich Recipe)

સામગ્રી

  • 6 (વાઈટ બ્રેડ અથવા બ્રાઉન બ્રેડ)- બ્રેડ તમારી ચોઈસની
  • 1 કપ (છીણેલી)- કોબીજ
  • 1 (છીણેલું)- ગાજર
  • 1 (પાતળી કાપેલી)- કાકડી
  • 100 ગ્રામ (છીણેલું)- પનીર
  • 2 થી 3 ચમચી -લીલી ચટણી
  • 1 (પાતળા સમારેલા) -ટામેટા
  • 1/2 કપ (બાફેલા) - વટાણા
  • 1/2 ચમચી - કાળા મરી પાવડર
  • સ્વાદ માટે મીઠું
  • 2 થી 3 ચમચી - માખણ અથવા તેલ

આ પણ વાંચો: બ્રેડ ખાવાની સાચી રીત કઇ છે? મોટા ભાગના લોકો કરે છે આ 2 ભૂલ

ત્રિરંગી સેન્ડવીચ રેસીપી (Tricolor Sandwich Recipe)

  • બ્રેડને શેકી લો : સૌ પ્રથમ, બ્રેડના ટુકડાને હળવા હાથે શેકી લો. આ માટે તવા અથવા ગ્રીલ પેનનો ઉપયોગ કરો. આછા સોનેરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી બ્રેડને બંને બાજુ શેકો.
  • ઓરેન્જ ફિલિંગ: ગાજર અને ટામેટાં મિક્સ કરીને ઓરેન્જ ફિલિંગ તૈયાર કરો. આ માટે તમે થોડી કાળા મરી પણ ઉમેરી શકો છો.
  • વ્હાઇટ ફિલિંગ: એક બાઉલમાં પનીર મૂકો અને તેમાં મીઠું અને કાળા મરીનો પાવડર નાખીને મિક્સ કરો. આ વાઈટ કલરનું ફિલિંગ હશે.
  • ગ્રીન ફિલિંગ: કોબી અને વટાણા સાથે લીલી ચટણી મિક્સ કરીને ગ્રીન ફિલિંગ તૈયાર કરો.
  • હવે સેન્ડવીચ બનાવો : હવે સૌથી પહેલા ટોસ્ટેડ બ્રેડની સ્લાઈસ પર ઓરેન્જ ફિલિંગ લગાવો. પછી તેના પર સફેદ ફિલિંગ નાખો અને છેલ્લે ગ્રીન ફિલિંગ નાખો. આ રીતે તમારે બ્રેડ પર ત્રણ કલરનું ફિલિંગ લગાવવું પડશે, જેથી તે ત્રિરંગા જેવો દેખાય.જો તમે ઇચ્છો તો, તમે ટોચ પર બીજી ટોસ્ટેડ બ્રેડ સ્લાઇસ મૂકી શકો છો, જેથી સેન્ડવીચ તૈયાર થઈ જાય.
  • હવે સેન્ડવીચને ત્રિકોણાકાર આકારમાં કાપો, જેથી તે ત્રિરંગા જેવો દેખાય. તેને બાજુ પર કાકડી અથવા સલાડ સાથે સર્વ કરો.
રેસીપી પ્રજાસત્તાક દિવસ જીવનશૈલી ટ્રેન્ડિંગ ન્યૂઝ health tips