નાસ્તો, લંચ અને ડિનરનો યોગ્ય સમય કયો છે? જો તમે આ પ્લાન ફોલો કરશો તો એનેક રોગોથી દૂર રહેશો

right time for breakfast lunch and dinner : સારા સ્વાસ્થ્ય (good health) માટે હેલ્ધી ફૂડ (Healthy food) ની સાથે ખોરાકને યોગ્ય સમયે લેવો જરૂરી છે. જો નાસ્તો, લંચ, ડીનરનો સમય યોગ્ય હશે તો તમે અનેક બીમારી (diseases) થી દુર રહી શકો છો.

Written by Kiran Mehta
Updated : May 30, 2023 16:22 IST
નાસ્તો, લંચ અને ડિનરનો યોગ્ય સમય કયો છે? જો તમે આ પ્લાન ફોલો કરશો તો એનેક રોગોથી દૂર રહેશો
નાસ્તાનો, લંચનો અને રાત્રી ભોજનનો યોગ્ય સમય કયો?

Right Time for Breakfast, Lunch and Dinner : સ્વસ્થ શરીર માટે માત્ર હેલ્ધી ફૂડ ખાવું જરૂરી નથી, આ માટે ખોરાક યોગ્ય સમયે ખાવો પણ એટલો જ ખૂબ જ જરૂરી છે. ઘણી વખત લોકો ફરિયાદ કરે છે કે, તેઓ દરરોજ નાસ્તો, લંચ અને ડિનર ત્રણેય વખત માત્ર હેલ્ધી ફૂડ જ ખાય છે, તેમ છતાં તેમનું વજન વધવા લાગે છે, અથવા તેઓ એનર્જી અનુભવતા નથી. યોગ્ય સમયે ભોજન ન કરવું તેની પાછળ એક મોટું કારણ હોઈ શકે છે.

જો તમે ખોટા સમયે હેલ્ધી વસ્તુઓ ખાઓ છો તો શરીરને તેનો પૂરો ફાયદો નથી મળતો. તેવી જ રીતે, જો તમે ક્યારેક-ક્યારેક યોગ્ય સમયે થોડી બિનઆરોગ્યપ્રદ વસ્તુ ખાઓ તો પણ તે તમારી ફિટનેસને બગાડે નહીં. એટલે કે યોગ્ય સમયે ખોરાક લેવો ખૂબ જ જરૂરી છે. આ એપિસોડમાં, આજે અમે તમને જણાવીશું કે, નાસ્તો, લંચ અને ડિનરનો આદર્શ સમય કયો છે.

એક્સપર્ટ શું કહે છે?

જો તમે એવા લોકોમાંથી એક છો કે, જેઓ દિવસ દરમિયાન જ્યારે પણ ભૂખ્યા લાગે ત્યારે ભોજન લે છે, તો જાણતા-અજાણતા તમે અનેક રોગોને આમંત્રણ આપી રહ્યા છો. સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, દિવસભર ખાવાની આદત કોઈપણ વ્યક્તિને અનેક બીમારીઓથી ઘેરી શકે છે. એવામાં વજન વધવું, સામાન્ય વાત છે. આનાથી ડાયાબિટીશ, હાઈ બ્લડપ્રેસર, અનિદ્રા જેવી બીમારીઓનો પણ શિકાર બની શકો છો. એટલું જ નહીં, તમે ગમે ત્યારે ખોરાક લો છો તેની સીધી અસર તમારા પાચનતંત્ર પર પણ પડે છે. આવી સ્થિતિમાં, સમય જોઈને ખોરાક લેવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.

નાસ્તો કરવાનો યોગ્ય સમય કયો છે?

સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, તંદુરસ્ત શરીર માટે જરૂરી છે કે, તમે સૂઈને ઉઠો તેના 3 કલાકની અંદર નાસ્તો કરી લો. સામાન્ય રીતે રાત્રિભોજન અને દિવસના નાસ્તા વચ્ચે 12 થી 13 કલાકનું અંતર રાખવાની ભલામણ કરવામાં આવે છે. એટલે કે, જો તમે રાત્રે 9 વાગ્યે ભોજન લીધું હોય, તો તમારે બીજા દિવસે 9 વાગ્યા સુધીમાં નાસ્તો કરવો જ જોઇએ. નિષ્ણાતોના મતે નાસ્તો કરવાનો યોગ્ય સમય સવારે 7 થી 9 છે. બીજુ, સવારનો નાસ્તો ખુબ જરૂરી છે, જો તમે ઉઠી થોડું ગરમ ​​પાણી પીશો અને ફ્રેશ થયા પછી થોડી કસરત કરો છો, તો તે તમને નાસ્તો ફિટ તો રાખશે જ પરંતુ દિવસભર તમને ઉર્જાનો પણ અનુભવ કરાવશે.

બપોરનું ભોજન કયા સમયે કરવું?

સ્વસ્થ શરીર માટે સવારના નાસ્તા અને લંચ વચ્ચે ઓછામાં ઓછું 5 કલાકનું અંતર રાખો. ઉદાહરણ તરીકે, જો તમે સવારે 9 વાગ્યે નાસ્તો કરો છો, તો તમે બપોરે 2 વાગ્યે લંચ લઈ શકો છો. જો કે, જો તમને વધુ ભૂખ લાગે છે, તો નાસ્તાના 3 કલાક પછી, તમે હળવા પરંતુ આરોગ્યપ્રદ વસ્તુઓનું સેવન કરી શકો છો. જો તમે ઈચ્છો તો આ સમય દરમિયાન તમે કેટલાક ફળ અથવા સલાડ પણ ખાઈ શકો છો. સફરજન, દાડમ, કાકડી વગેરે વધુ સારા વિકલ્પો હોઈ શકે છે.

આપણે રાત્રિભોજન ક્યારે કરવું જોઈએ?

હવે રાત્રિભોજન વિશે વાત કરીએ. સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે રાત્રિભોજનનો યોગ્ય સમય સાંજે 6 થી 9 છે. તો, તમારે સૂવાના લગભગ 3 કલાક પહેલા રાત્રિભોજન કરવું જોઈએ. કારણ કે રાત્રે ખોરાક પચવામાં વધુ સમય લાગે છે. આવી સ્થિતિમાં રાત્રે વધારે ભારે ખોરાક ન ખાવાનો પ્રયત્ન કરો, સાથે જ જમ્યા પછી ચાલવા જાઓ. આ રીતે તમે તમારી જાતને સંપૂર્ણપણે ફિટ રાખી શકશો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ