Summer Sharbat Recipe: ગુલાબ શરબત ઘરે બનાવવાની રેસીપી, ગરમીમાં ઠંડા ઠંડા કુલ કુલ મજા માણો

Rose Syrup Recipe In Gujarati: ઉનાળામાં ગુલાબ શરબત સૌથી વધારે પીવામાં આવે છે. બજારના બદલે ઘરે પણ આ સીરપ બનાવી શકાય છે. ઘરે બનાવેલ આ શરબત 5 થી 6 મહિના સુધી ફ્રેશ રહે છે.

Written by Ajay Saroya
Updated : April 09, 2025 18:01 IST
Summer Sharbat Recipe: ગુલાબ શરબત ઘરે બનાવવાની રેસીપી, ગરમીમાં ઠંડા ઠંડા કુલ કુલ મજા માણો
Rose Syrup Recipe: રોઝ સીરપ બનાવવાની રીત. (Photo: Freepik)

Rose Syrup Recipe In Gujarati: ઉનાળાની ગરમીમાં લીંબુ શરબત કે વરિયાળા શબરત પીવાથી શરીરને ઠંડક મળે છે. જો કે આજની વ્યસ્ત જિંદગીમાં લોકો પાસે દરરોજ ઘરે શરબત બનાવવા જેટલો સમય નથી હોતો. લોકો બજાર માંથી તૈયાર શરબત ખરીદે છે. બજારમાં ગુલાબ, વરિયાળી, ખસખસ, ફુદિના વગેરે ફ્લેવરમાં શરબતના તૈયાર સીરપ મળે છે. જો તમને ગુલાબ શરબત પીવાનો શોખ હોય તો ઘરે બનાવી શકાય છે. અહીં ઘરે ગુલાબ સીરપ બનાવવાની સરળ રીત આપી છે. જે છ મહિના સુધી સ્ટોર કરી શકાય છે.

ઠંડા ઠંડા કુલ કુલ ગુલાબ સીરપની સુંગઘ જે તાજગીનો અનુભવ કરાવે છે. આથી મોટાભાગના લોકો ગુલાબ શરબત પીવાનું પસંદ કરે છે. તમે ઘરે ઓછી સામગ્રીમાં સરળતાથી આ સીરપ બનાવી શકાય છે.

ગુલાબ સીરપ બનાવવા માટે સામગ્રી

ગુલાબીની તાજી પાંદડી – 4 કપખાંડ – 4 કપપાણી – 1 કપરેડ રોઝ એસેન્સ – અડધો કપલીબું – 1 નંગગુલાબ જળ – 1 કપ

ગુલાબ સીરપ બનાવવાની રીત

સૌથી પહેલા એક મોટી તપેલીમાં પાણી લો. તેમા ગુલાબીની પાંદડી નાંખો. હવે ગેસ ચાલુ કરી આપાણીને 5 થી 10 મિનિટ સુધી ઉકાળો. પાણીનો કલર ગુલાબી રંગનો થાય ત્યાં સુધી ઉકાળો. ત્યાર બાદ ચાળણી વડે આ પાણી ગાળી ગુલાબીની પાંદડી અલગ કરી દો. હવે આ પાણીમાં 4 કપ ખાંડ નાંખી ઉકાળો. ખાંડ ઓગળી જાય પછી લીંબનો રસ, રેડ રોઝ એસેન્સ, ગુલાબ જળ ઉમેરી 5 મિનિટ સુધી ધીમા તાપે ઉકાળો.

આ મિશ્રણમાં ફરી થોડુંક પાણી ઉમેરો અને ધીમા તાપે ઉકાળો. પાણી સહેજ ચાસણી જેવું થાય ત્યાં સુધી ઉકાળો અને સતત હલાવતા રહો. રુહ અફઝા સીરપનો સ્વાદ વધારવા માટે તેમા કેવડા સીરપ પણ ઉમેરી શકાય છે. ગેસ બંધ કરી આ મિશ્રણને ઠંડુ થવા દો. ઠંડુ થયા બાદ ગુલાબ સીરપ એર ટાઇટ કાચીની બોટલમાં ભરી લો. આ રીતે બનાવેલું શુદ્ધ રૂહ અફઝા સીરપ 5 થી 6 મહિના સુધી ફ્રેશ રહે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ