જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં એક જ પરિવારના 5 સભ્યોના તાજતેરમાં મૃત્યુ નીપજ્યા. આ લોકો ઠંડીથી બચવા માટે ઈલેક્ટ્રિક બ્લોઅર ચાલુ કરીને સૂઈ ગયા હતા, જેના કારણે ગૂંગળામણ થતાં તમામ મૃત્યુ પામ્યા હતા, એવામાં શિયાળામાં રૂમ હિટરનો ઉપયોગ કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું કેવી રીતે ઉપયોગ કરવો, વધારે પડતા રૂમ હિટરના ઉપયોગથી થતું નુકસાન વિશે અહીં વિગતવાર જાણો
મોટાભાગના હીટરમાં લાલ-ગરમ ધાતુના સળિયા અથવા સિરામિક કોરો હોય છે. આ સળિયામાંથી નીકળતી ગરમ હવા એકદમ સૂકી હોય છે. તે રુમમાં ઓક્સિજન બાળવાનું કામ કરે છે. આવી સ્થિતિમાં જો કોઈ વ્યક્તિ શ્વાસનો દર્દી છે, તો તેના માટે ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. આ સિવાય ત્વચા સંબંધિત તમામ સમસ્યાઓનું કારણ હીટર બની શકે છે.
રૂમ હીટરના ઉપગયીથી થતું નુકસાન (Room Heaters Side Effects)
- શ્વાસના દર્દીઓ માટે જોખમી : જો તમે અસ્થમા અથવા શ્વાસની કોઈ સમસ્યાથી પીડિત છો, તો તમારે હીટરનો વધુ ઉપયોગ ન કરવો જોઈએ. હીટર હવાને સૂકવે છે, સાથે જ તેમાંથી હાનીકારક ગેસ છોડે છે, જે તમારા શરીરના અન્ય ભાગો માટે પણ હાનીકારક છે. તેનાથી તમને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. આ સિવાય હીટરની શુષ્ક હવાને કારણે ગળું વારંવાર શુષ્ક થવા લાગે છે અને શ્વાસ નળીમાં બળતરા, ફેફસામાં શુષ્કતા અને ખંજવાળ જેવી સમસ્યાઓ થઈ શકે છે. જો હીટરની હવા ફેફસામાં પ્રવેશે છે, તો કફની સમસ્યા થઈ શકે છે.
- સ્કિનની સમસ્યાઓ : રૂમ હીટર અને બ્લોઅરમાંથી નીકળતી સૂકી હવા પણ તમારી ત્વચા માટે હાનિકારક છે. આના કારણે ત્વચામાં ડ્રાયનેસ, ખંજવાળ, લાલ ધબ્બા અને કરચલીઓ જેવી સમસ્યા થઈ શકે છે. કેટલીકવાર શુષ્કતા એટલી વધી જાય છે કે ત્વચા પર ખંજવાળ આવવા લાગે છે.
- આંખના ચેપનું જોખમ : આંખોને સ્વસ્થ રાખવા માટે તેમાં ભેજ હોવો ખૂબ જ જરૂરી છે. પરંતુ કન્વેન્શન હીટર, હેલોજન હીટર, બ્લોઅરમાંથી નીકળતી સૂકી હવા આંખોના ભેજને શોષી લે છે. તેનાથી આંખોમાં ખંજવાળ, બળતરા, લાલાશ થાય છે. સાથે જ ચેપ લાગવાની પણ શક્યતા રહે છે. આંખોને વારંવાર હાથ વડે સ્પર્શ કરવાથી કન્જકટિવવાઇટસ થઈ શકે છે.
આ પણ વાંચો: લેપટોપ અને ટીવી સ્ક્રિન સાફ કરતા પહેલા 90 ટકા લોકો કરે છે ભૂલ, થઇ શકે છે હજારોનું નુકસાન
રૂમ હીટરનો ઉપયોગ કરતી વખતે આ બાબત ધ્યાન રાખો
હીટરનો ઉપયોગ ટાળવો જ સારી વાત છે, પરંતુ જો તમે હીટર ખરીદતા હોવ તો ઓઈલ હીટર લો. તે હવાને સમાન તાપમાને ગરમ કરે છે.સાઇનસ અથવા શ્વાસની સમસ્યાઓથી પીડાતા લોકોએ હીટરનો ઉપયોગ કરતી વખતે હ્યુમિડિફાયરનો ઉપયોગ કરવો જોઈએ. તે ભેજ જાળવી રાખે છે.જો આંખોમાં કોઈ સમસ્યા હોય તો નિષ્ણાતનો અભિપ્રાય લીધા પછી જ હીટરનો ઉપયોગ કરો.હીટરની ખૂબ નજીક ન બેસો અને ઉપયોગ કરતા પહેલા ત્વચાને સારી રીતે મોઇશ્ચરાઇઝ કરો.જ્યારે પણ તમે હીટરનો ઉપયોગ કરો ત્યારે તેની પાસે પાણી ભરેલું વાસણ રાખો. આ હવામાં ભેજ જાળવી રાખવામાં મદદ કરે છે અને હવામાં શુષ્કતા ઘટાડે છે.પલંગને ગરમ કરવા માટે ધાબળા અથવા રજાઇની અંદર હીટર મુકવાની ભુલ ક્યારેય કરશો નહીં. તેના કારણે આગ લાગવાનો ભય છે.રાત્રે ક્યારેય હીટર ચાલુ રાખીને સૂવું નહીં. તેને એક કે બે કલાક સુધી ચલાવો અને રૂમ ગરમ થાય પછી તેને બંધ કરો. તે પછી સૂઈ જાઓ.





