Treadmill vs Outdoor Running: ભાગદોડ ભરી લાઇફમાં ઘણીવાર લોકો વજન વધવાની સમસ્યાથી પરેશાન થઇ જાય છે. આવી સ્થિતિમાં લોકો વજન ઘટાડવા માટે ઘણા ઉપાયો કરે છે. કેટલાક લોકો પાર્કમાં દોડે છે, તો ઘણા લોકો પોતાના ઘરમાં જાતજાતની એક્સરસાઇઝ કરે છે અને ટ્રેડમિલ પર દોડે છે.
દરરોજ રનિંગ અને વોક કરવાથી વજન ખૂબ જ ઝડપથી ઘટે છે. આ તમારા વજનને ઓછું કરવાની સાથે સાથે તમારું સ્વાસ્થ્ય પણ સુધારે છે. સાથે જ ઘણા લોકો પાર્કમાં દોડવાને બદલે જીમમાં જવાનું પસંદ કરે છે. ઘણા લોકો કલાકો સુધી જિમમાં મહેનત કરે છે અને અનેક પ્રકારની એક્સરસાઇઝ પણ કરે છે.
ટ્રેડમિલ પર દોડવું કે રનિંગ કરવું વધુ સારું શું છે?
ટ્રેડમિલ પર દોડવું કે રનિંગ કરવું બંને સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. જોકે બંનેના પોતાના ફાયદા અને ગેરફાયદા પણ છે. તેનો આધાર તમારી પસંદગીઓ, ફિટનેસના લક્ષ્યાંકો અને તમારા સમય પર રહેલો છે. કેટલીકવાર તે મહત્વનું હોય છે કે તમે ક્યાં દોડી રહ્યા છો.
ટ્રેડમિલ પર દોડવાના ફાયદા અને ગેરફાયદા
ટ્રેડમિલ પર દોડવાના ઘણા ફાયદા છે. તમારી પાસે સમય ઓછો છે, છતાં તમે તમારી કસરત સરળતાથી પૂર્ણ કરી શકો છો. ટ્રેડમિલ પર દોડવાથી તમારા સાંધા પરનું દબાણ ઘટે છે, કારણ કે તેની સપાટી સામાન્ય રીતે નરમ હોય છે. તમે તેની સ્પીડ અને ઝુકાવને પોતાની રીતે કંટ્રોલ કરી શકો છો. જોકે તેના ગેરફાયદા પણ છે. ટ્રેડમિલ પર દોડવાથી શરીરને ઓછી મહેનત કરવી પડે છે, જેના કારણે કેલરી થોડી ઓછી બર્ન થાય છે.
આ પણ વાંચો – 666 Walking Rule વિશે તમે કેટલું જાણો છો? સમજો વજન ઘટાડવા માટે કસરતની આ ફોર્મ્યુલા
બહાર રનિંગ કરવાના ફાયદા અને ગેરફાયદા
બહાર રનિંગ કરવાથી શરીરને વધારે મહેનત કરવી પડે છે, જે શરીરની ચરબી ખૂબ જ ઝડપથી બર્ન કરે છે. બહાર દોડવાથી માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહે છે. જ્યારે તમે બહાર જાઓ છો, ત્યારે તમને તાજી હવા, સૂર્યપ્રકાશ અને કુદરતી દૃશ્યો જોવા મળે છે, જે તણાવને નોંધપાત્ર રીતે ઘટાડે છે. જોકે તેનો ગેરફાયદો એ છે કે વધારે ગરમી, વરસાદ કે શિયાળામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.





