એસ જયશંકર સાથે લગ્ન કર્યા બાદ ક્યોકોએ અપનાયો હિંદુ ધર્મ, જાણો વિદેશ મંત્રીની પત્ની વિશે

S Jaishankar Biography : એસ. જયશંકર (S Jaishankar) ના પિતા કે. સુબ્રમણ્યમ નીતિ વિષયક મુદ્દાઓ વિશે પણ ખૂબ જ જાણકાર હતા અને તેમને 'ભારતીય વ્યૂહાત્મક વિચારના પિતા' પણ કહેવામાં આવે છે. જ્યારે જયશંકર (S Jaishankar) ની માતા સંગીતના જાણકાર રહી ચૂક્યા છે.

Written by shivani chauhan
February 06, 2023 16:54 IST
એસ જયશંકર સાથે લગ્ન કર્યા બાદ ક્યોકોએ અપનાયો હિંદુ ધર્મ, જાણો વિદેશ મંત્રીની પત્ની વિશે
વિદેશ મંત્રી એસ. જયશંકર અને તેમની પત્ની ક્યોકો જયશંકર. સ્ત્રોત- Twitter- @I_am_the_Story

ન્યાયાધીશોની નિમણૂકને લઈને કોલેજિયમ અને કેન્દ્ર સરકાર વચ્ચે એક પ્રકારની ટક્કર ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટ કોલેજિયમે કેન્દ્ર સરકારને એડવોકેટ સૌરભ ક્રિપાલને દિલ્હી હાઈકોર્ટમાં જજ બનાવવાની ભલામણ કરી હતી, જેને કેન્દ્રએ સ્વીકારી ન હતી. કેન્દ્ર સરકારે એડવોકેટ સૌરભ ક્રિપાલના હોમોસેક્સ્યુઅલ ફોરેન પાર્ટનરને ટાંકીને કહ્યું કે આનાથી પારદર્શિતા અને સાર્વભૌમત્વ સામે ખતરો ઊભો થઈ શકે છે.

ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) DY ચંદ્રચુડના નેતૃત્વ હેઠળની સુપ્રીમ કોર્ટ કોલેજિયમે કેન્દ્ર સરકારની આ દલીલનો જવાબ આપ્યો છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ જસ્ટિસ દીપક ગુપ્તાએ આ અંગે તીખી ટિપ્પણી કરી હતી અને તેમણે વિદેશ મંત્રી એસ.કે. એસ. જયશંકરની પત્ની જાપાની મૂળની હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.

આ પણ વાંચો: રણબીર કપૂરનું નવું ગીત ઇન્જોય કરતા આલિયા ભટ્ટ તેના કાર્ડિયો મૂવ્સથી લોકોને કર્યા પ્રભાવિત

કોણ છે એસ. જયશંકરની પત્ની ક્યોકો જયશંકર

જેએનયુ શિક્ષિત વિદેશ મંત્રી એસ. જયશંકર તેની પ્રથમ પત્ની શોભાને યુનિવર્સિટીમાં જ મળ્યા હતા. બંને વચ્ચે નિકટતા વધી અને પછી લગ્ન કરી લીધા હતા. જોકે, વિદેશ મંત્રીની પ્રથમ પત્ની શોભાનું કેન્સરને કારણે અવસાન થયું હતું. બાદમાં એસ. જયશંકરને 1996માં જાપાનમાં ડેપ્યુટી ચીફ ઓફ મિશન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને તેઓ 2000 સુધી અહીં રહ્યા હતા.

જાપાનમાં તેમની પોસ્ટિંગ દરમિયાન તે ક્યોકો સોમેકાવાને મળ્યો હતો. બંને નજીક આવ્યા અને જયશંકરે ક્યોકો સાથે લગ્ન કર્યા હતા. રસપ્રદ વાત એ છે કે, જયશંકર અને ક્યોકો બંનેના જન્મદિવસ એક જ દિવસે એટલે કે 9 જાન્યુઆરીએ આવે છે.

એસ. જયશંકર સાથે લગ્ન કર્યા પછી હિંદુ ધર્મ અપનાવ્યો

વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે લગ્ન કર્યા બાદ ક્યોકો જયશંકરે હિન્દુ ધર્મ અપનાવ્યો. બંનેને ત્રણ બાળકો ધ્રુવ, અર્જુન અને પુત્રી મેધા છે. તમને જણાવી દઈએ કે એસ. જયશંકરની પત્ની ક્યોકો જયશંકર લાઇમલાઇટમાં આવવાનું ટાળે છે.

આ પણ વાંચો: રોમાંસથી ભરપૂર વેલેન્ટાઇન વીક માટે ઉત્તર ભારતમાં આવેલ આ 5 સ્થળો તમારી ટ્રીપ બનાવશે યાદગાર

એસ. જયશંકર 6 ભાષાઓમાં જાણકાર છે.

હિન્દી, અંગ્રેજી, તમિલ, રશિયન, જાપાનીઝ અને હંગેરિયન 6 ભાષાઓમાં નિપુણ, ડૉ. એસ. જયશંકર આંતરરાષ્ટ્રીય સંબંધોમાં પીએચડી અને એમફિલની ડિગ્રી ધરાવે છે. માત્ર 24 વર્ષની ઉંમરે IFS બનેલા જયશંકરને રશિયન અને મધ્ય એશિયાની રાજનીતિ પર ખૂબ સારી પકડ માનવામાં આવે છે. ખાસ કરીને, તેનું રશિયા અને અમેરિકામાં ખૂબ સારું નેટવર્ક માનવામાં આવે છે.

એસ. જયશંકરના પિતા કે. સુબ્રમણ્યમ નીતિ વિષયક મુદ્દાઓ વિશે પણ ખૂબ જ જાણકાર હતા અને તેમને ‘ભારતીય વ્યૂહાત્મક વિચારના પિતા’ પણ કહેવામાં આવે છે. જ્યારે જયશંકરની માતા સંગીતના જાણકાર રહી ચૂક્યા છે, અને સંગીતમાં જ પીએચડીની ડિગ્રી મેળવી હતી. ડૉ. એસ. જયશંકરના ભાઈ સંજય સુબ્રમણ્યમ જાણીતા ઈતિહાસકાર છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ