Sabji Tips: શાક દાઝી ગયું અને ઘરે મહેમાન આવી રહ્યા છે, દાદીમાની આ ટીપ્સ અજમાવો

Sabji jal jaye to kya karen: ઘણી વાર શાક બનાવતી વખતે દાઝી જાય કે તળિયે ચોંટી જાય છે. આવી સ્થિતિમાં દાદીમાની અમુક ટીપ્સ અજમાવી તમે ઝડપથી સબ્જી ખાવા યોગ્ય બનાવી શકે છે અને ટેસ્ટ પણ બદલાશે નહીં

Written by Ajay Saroya
August 16, 2024 22:01 IST
Sabji Tips: શાક દાઝી ગયું અને ઘરે મહેમાન આવી રહ્યા છે, દાદીમાની આ ટીપ્સ અજમાવો
Cooking Tips: કુકિંગ ટીપ્સ (Photo: Freepik)

Sabji jal jaye to kya karen: ઘણીવાર સબ્જી બનાવીયે ત્યારે બળી જાય છે. ખાસ કરીને જ્યારે ઘરે મહેમાન આવવાના હોય અને ઓછો સમય હોય ત્યારે શાક બળી જવાથી મુશ્કેલી સર્જાય છે. આવી સ્થિતિમાં દાદી ની ટીપ્સ બહુ ઉપયોગી થાય છે. દાદીમાં ઘણા ઉપાય છે જે બળેલી સબ્જીને ઠીક કરવામાં મદદરૂપ થાય છે. જેનાથી માત્ર સબ્જી જ નથી સુધરતી, બળી જવાની વાસ પણ દૂર કરે છે.

દાઝેલી સબ્જી કેવી રીતે ઠીક કરવી (Sabji jal jaye to kya karen)

દહીં વાપરો

દાઝેલી સબ્જીમાં દહીં મિક્સ કરી તેનો ઉપયોગ કરી શકાય છે. આ માટે તમારે શાક ચોંટે અને દાઝી જાય ત્યારે તેને તરત જ અન્ય વાસણમાં કાઢી લો અને ત્યારબાદ તેમાં દહીં ઉમેરો. બધું બરાબર મિક્સ કરો અને પછી તેમાં પાણી ઉમેરો અને પછી તેને ઠીક કરી ખાઓ.

છાશનો ઉપયોગ કરો

દાઝેલા શાકને ઠીક કરવા માટે તમે છાશનો ઉપયોગ પણ કરી શકો છો, જે તેનો સ્વાદ સુધારવાની સાથે સાથે તેનો દેખાવ પણ સુધારવામાં મદદ કરે છે.

ઘીનો ઉપયોગ કરો

ઘીનો ઉપયોગ કરીને તમે દાઝેલી સબ્જીનો સ્વાદ સુધારી શકો છો. તમારે માત્ર એટલું જ કરવાનું છે કે પહેલા દાઝેલા શાકને કાઢી લો અને પછી તેમાં પાણી મિક્સ કરો અને ઘી નાંખો. ત્યારબાદ બધી વસ્તુને બરાબર મિક્સ કરી લો અને તેને થોડાક સમય માટે આ રાખી મૂકી. ત્યારબાદ તેને સર્વ કરો.

આ પણ વાંચો | દાળમાં આ 3 જુદી જુદી વસ્તુઓનો વઘાર કરો! દરેક વખતે આવશે અલગ જ સ્વાદ

ટમેટાનો ઉપયોગ કરો

દાઝેલી સબ્જી ખાવા યોગ્ય કરવા માટે તમે ટામેટાંનો ઉપયોગ કરી શકો છો. તમારે ફક્ત ટામેટાને ગ્રાઇન્ડ કરવાનું છે અને પછી તેને સબ્જીમાં મિક્સ કરી દો. આ પછી તેમાં પાણી ઉમેરો અને પછી તેને થોડું ગરમ કરી સર્વ કરો.

જો શાક દાઝી જાય તો તેને ઠીક કરવા માટે તમે ફરી વઘાર કરી શકો છો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ