Sadhguru Health Tips Stomach Bloating Problem: આપણી ખાણીપીણીની આદતો અને જીવનશૈલી એટલી ખરાબ થઈ રહી છે કે આપણે ખાવાના નામે કંઈ પણ ખાઈએ છીએ. અયોગ્ય ડાયટ અને બગડતી જીવનશૈલીનું પરિણામ છે કે આજે મોટાભાગના યુવાનો ગંભીર રોગોનો શિકાર બની રહ્યા છે. આજે, 30-40 વર્ષની વયે હાર્ટ એટેકથી મૃત્યુના કિસ્સાઓ નોંધાઈ રહ્યા છે. નાના બાળકોની આંખ પર ચશ્મા આવી ગયા છે, લોકો નાની ઉંમરમાં જ બીપી અને હાઈ બ્લડ સુગરની બીમારીનો શિકાર બની રહ્યા છે.
આપણે બધા જાણીએ છીએ કે પેટનું સ્વાસ્થ્ય સારું ન હોય તો કંઈપણ સારું લાગતું નથી. પાચનતંત્ર સંબંધી સમસ્યાઓ અને કબજિયાત માત્ર પેટમાં ગંદકી જ નહીં પરંતુ માનસિક તણાવનું કારણ બને છે. આયુર્વેદ અનુસાર તમામ સમસ્યાઓ પેટ સાથે જોડાયેલી છે. ઊંઘ ન આવવાથી લઈને સ્ટ્રેસ અને સ્વાસ્થ્ય સમસ્યાઓ પેટ સાથે જોડાયેલી છે. શરીરમાં વધતી જતી બીમારીઓને દૂર કરવા માટે પેટનું સ્વાસ્થ્ય સુધારવું ખૂબ જ જરૂરી છે.
પ્રસિદ્ધ સદગુરુ જગ્ગી વાસુદેવના જણાવ્યા અનુસાર, જો તમારું પેટ સવારે સાફ ન હોય તો તમારો આખો દિવસ ખરાબ રહે છે. સદગુરુએ કહ્યું કે, લોકો સતત ખાતા રહે છે, જેની અસર તેમના પેટ પર સ્પષ્ટ દેખાય છે. સદગુરુ અનુસાર, એક ભોજન અને બીજા ભોજન વચ્ચે 8 કલાકનું અંતર હોવું જોઈએ. સમય અનુસાર ઓછું ખાવાથી તમે તમારી પાચનક્રિયાને સ્વસ્થ રાખી શકો છો. સદગુરુએ પાચનક્રિયાને સ્વસ્થ રાખવા માટે સવારે ખાલી પેટે હળદર અને લીમડાનું સેવન કરવાની સલાહ આપી છે. ચાલો આપણે સદગુરુ પાસેથી જાણીએ કે કેવી રીતે હળદર અને લીમડાની ગોળીઓનું સેવન કરવાથી પેટનો સોજો ઓછો થાય છે.
લીમડો અને હળદર પેટ માટે કેવી રીતે અમૃત છે?
સદગુરુના જણાવ્યા અનુસાર જો લીમડા અને હળદરની ગોળી સવારે ખાલી પેટે પીવામાં આવે તો પેટની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે. હળદર અને લીમડો બંને દવાઓ છે. હેલ્થ એક્સપર્ટ્સના મતે, હળદર પાચનક્રિયા સુધારે અને પેટ સંબંધિત સમસ્યાઓ દૂર કરે છે. હળદરનું સેવન કરવાથી આંતરડાની તંદુરસ્તી સુધરે છે અને પેટનો સોજો ઓછો થાય છે. બળતરા વિરોધી ગુણોથી ભરપૂર હળદર ચયાપચયને વેગ આપે છે. હળદર પાચનક્રિયા ઝડપી બનાવે છે અને દુખાવામાં રાહત આપે છે. જો સવારે ખાલી પેટ હળદરનું સેવન કરવામાં આવે તો પેટની અંદરની સપાટીનો સોજો મટાડી શકાય છે. હળદર પેટની સમસ્યાઓનો અસરકારક ઇલાજ છે.
આયુર્વેદિક નિષ્ણાતોના મતે, જો તમે તમારા પેટને આખો દિવસ સાફ રાખવા માંગતા હોવ તો લીમડો અને હળદરની બે નાની ગોળીઓ લઈને દિવસની શરૂઆત કરો. ઔષધીય ગુણોથી ભરપૂર લીમડાનું સેવન કરવાથી પેટમાં રહેલા હાનિકારક બેક્ટેરિયા ખતમ થઈ જાય છે. લીમડાનું સેવન કરવાથી આંતરડાનું સ્વાસ્થ્ય સારું રહે છે.
આ પણ વાંચો | શિયાળામાં બદામ કે ઈંડા નહીં આ ચીજનું સેવન કરો, શરીરની નબળાઈ દૂર કરી ઠંડીથી બચાવશે અને પાચનતંત્ર સ્વસ્થ રહેશે
જો લીમડો અને હળદરનું સેવન તમે ગોળીઓ બનાવીને કરશો તો તમારા આંતરડાનો સોજો દૂર થઈ જશે. તાજો લીમડો અને તાજી હળદર લો અને તેની ગોળી બનાવો. જો તમે હળદરની એક ગોળી અને લીમડાની એક ગોળી સવારે ખાલી પેટ ખાશો તો તમારા આંતરડાનો સોજો દૂર થઈ જશે અને તે ઘણી બીમારીઓથી પણ બચી જશે.