/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/Cucumber-increases-hydration-said-Sadhguru-Express-Photo-by-Jasbir-Malhi-1.jpg)
કાકડી હાઇડ્રેશન વધારે છે, સદગુરુએ કહ્યું (જસબીર માલ્હી દ્વારા એક્સપ્રેસ ફોટો)
પાણી આપણા શરીર માટે આવશ્યક છે,પાણી દ્વારા હાઇડ્રેશન તેમજ વધારે પાણીયુક્ત ખોરાક લેવાથી મોટાભાગે વ્યક્તિના સ્વાસ્થ્યમાં સુધારો થાય છે. યોગિક સદગુરુ જગ્ગી વાસુદેવે પણ 'સ્વાસ્થ્યપૂર્ણ જીવન' માટે કાકડી જેવા ઉચ્ચ પાણીયુક્ત ખોરાકને ડાયટમાં સામેલ કરવાની વાત કરી હતી.
સદગુરુએ તેમના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા વિડિયો 'યોગીઝ બ્રેકફાસ્ટ ફોર વેઇટ લોસ એન્ડ હાર્ટ હેલ્થ'માં જણાવ્યું હતું કે, “કાકડી હાઇડ્રેશન વધારે છે. તે હંમેશા બેસ્ટ છે કે આપણે જે ખોરાકનો ખાઈએ છીએ તેના દ્વારા આપણા બોડીમાં પાણી જાય છે. ખાલી પાણી પીવાને બદલે વધુ પાણીયુક્ત ખોરાક જોઈએ. તે અસ્થિ ઘનતાને મજબૂત બનાવે છે. તે વિટામિન K માં ખૂબ જ વધારે છે. આંતરડાના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે. બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. અને તમારું વજન કંટ્રોલ કરવામાં મદદ કરે છે કારણ કે તે તમને મોટાભાગે ખૂબ સમૃદ્ધ પાણીથી ભરે છે. તેમાં પ્રોટીન પણ હોય છે જે અમુક અંશે કેન્સર -નિવારક હોઈ શકે છે. તે હૃદયની તંદુરસ્તી સુધારે છે.''
નિયમિત ધોરણે વધુ પાણીયુક્ત ખોરાકનો ડાયટમાં સમાવેશ કરવો એ સારો વિચાર છે.
આ પણ વાંચો: Health tips : ગરદનના દુખાવાની સમસ્યાને ગુડબાય કરવા આ સરળ કસરતો અસરકારક
સુષ્મા પીએસ, ચીફ ડાયેટિશિયન, જિંદાલ નેચરક્યોર ઇન્સ્ટિટ્યૂટ, બેંગ્લોરે જણાવ્યું હતું કે ''શાકભાજી અને ફળો, તેમના વધુ પાણીયુક્ત ખોરાક સાથે , તે કુદરતી હાઇડ્રેટર્સ તરીકે સેવા આપે છે, જે તમારા શરીરના પ્રવાહી અને ઇલેક્ટ્રોલાઇટ્સને ફરીથી ભરે છે.તેમનો રસદાર અને તાજગી આપનારો નેચર ન માત્ર તમારી તરસ છીપાવે છે, પરંતુ દિવસભર બેસ્ટ હાઇડ્રેશન લેવલ જાળવવામાં પણ મદદ કરે છે.''
ફળો માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ જરૂરી પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેઓ વિટામિન્સ, મિનરલ્સ અને ડાયેટરી ફાઇબરનો સમૃદ્ધ સ્ત્રોત પૂરો પાડે છે, જે એકંદર પોષણમાં ફાળો આપે છે. તમારા આહારમાં વિવિધ પ્રકારના ફળોનો સમાવેશ કરવાથી ખાતરી થાય છે કે તમને આ મહત્વપૂર્ણ પોષક તત્વો મળે છે. તમારા શરીરના કાર્યોને ટેકો આપે છે અને જીવનશક્તિને પ્રોત્સાહન આપે છે.
આ પણ વાંચો: Skincare Tips : સ્કિનને ગ્લોઈંગ રાખવા આ નેચરલ ટિપ્સ અપનાવો
શ્રુતિ ભારદ્વાજે, વરિષ્ઠ આહારશાસ્ત્રી, નારાયણા મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ, અમદાવાદ પણ સંમત થયા કે ''ઉચ્ચ પાણીની સામગ્રીવાળા ખોરાકનું સેવન ડિહાઇડ્રેશનને રોકવામાં મદદ કરી શકે છે. બીજું ઉદાહરણ મકાઈ છે જે સ્ટાર્ચયુક્ત અનાજ છે જે આવશ્યક વિટામિન્સ અને ખનિજો પ્રદાન કરે છે. તેમાં ડાયેટરી ફાઇબર હોય છે, જે પાચનમાં મદદ કરે છે અને સ્વસ્થ આંતરડાને પ્રોત્સાહન આપે છે. મકાઈ ફાયદાકારક એન્ટીઑકિસડન્ટો પણ આપે છે અને તે ફોલેટ, થાઇમીન અને વિટામિન સીનો સારો સ્ત્રોત છે.''
વધુમાં, ઉચ્ચ પાણીયુક્ત ખોરાકમાં સામાન્ય રીતે કેલરી અને ચરબી ઓછી હોય છે જ્યારે ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે, જે તેમને વેઇટ કંટ્રોલમાં મદદ કરે છે. ફળો અને શાકભાજીથી ભરપૂર ડાયટ હ્રદયરોગ, સ્ટ્રોક, અમુક પ્રકારના કેન્સર અને સ્થૂળતા સહિતના ક્રોનિક રોગોના જોખમમાં ઘટાડો સાથે સંકળાયેલું છે. ફળો અને શાકભાજીમાં હાજર એન્ટીઑકિસડન્ટો હાનિકારક મુક્ત રેડિકલ દ્વારા થતા સેલ્યુલર નુકસાન સામે રક્ષણ કરવામાં મદદ કરે છે.
જો કે, નિષ્ણાતો વિનંતી કરે છે કે તમારા આહારમાં નવો ખોરાક ઉમેરતા પહેલા તમારા ન્યુટ્રિશનિસ્ટ અથવા ડાયેટિશિયન સાથે વાત કરવાની હંમેશા સલાહ આપવામાં આવે છે કારણ કે વિવિધ ખોરાક પ્રત્યેના વ્યક્તિગત પ્રતિભાવો બદલાઈ શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us