Sadhguru Lifestyle tips : દુ:ખના સમયમાં દરેક વ્યક્તિ પાસે માત્ર બે રસ્તા હોય છે – સદગુરુ પાસેથી જાણો જીવન જીવવાની ટીપ્સ

Sadhguru Jaggi Vasudev Tips For Lifestyle : સદગુરુ જગ્ગી વાસુદેવના જણાવ્યા મુજબ, જીવનમાં ઘણી વખત ગંભીર સમસ્યાઓ ઉભી થાય છે, જો કે વ્યક્તિ તે સમસ્યાનો ઉકેલ શોધવાના બદલે ખોટા રસ્તે જતો રહે છે. આવી સ્થિતિમાં વ્યક્તિ પાસે બે વિકલ્પ હોય છે

Written by Ajay Saroya
October 13, 2023 23:13 IST
Sadhguru Lifestyle tips : દુ:ખના સમયમાં દરેક વ્યક્તિ પાસે માત્ર બે રસ્તા હોય છે – સદગુરુ પાસેથી જાણો જીવન જીવવાની ટીપ્સ
સદગુરુ જસ્સુ વાસુદેવ. ( @SadhguruJV)

Sadhguru Jaggi Vasudev Tips For Lifestyle : જીવનમાં ઘણી વખત ગંભીર સમસ્યાઓ ઉભી થાય છે, જ્યારે વ્યક્તિ તે સમસ્યાનો ઉકેલ શોધવાના બદલે ખોટા રસ્તે જતો રહે છે. આ બાબતે સદગુરુ રૂ જગ્ગી વાસુદેવ કહે છે કે, આવી સ્થિતિમાં વ્યક્તિ પાસે બે વિકલ્પ હોય છે, કાં તો વ્યક્તિ દુઃખી થઇ જાય અથવા તો સમજદાર બની જાય.

weight loss effective tips, sadhguru tips to get rid of weight, how to lose weight, how to lose weight, ways to lose weight, Sadhguru&
વધતું વજન ઘટાડવા માટે શરીરને સક્રિય રાખો. અંગમર્દન અને યોગાસન જેવા હઠ યોગ કરીને તમે તમારા પેટની ચરબીને સરળતાથી ઘટાડી શકો છો. (ઇન્સ્ટા/સદગુરુ)

જો આપણે આને ઉદાહરણથી સમજીએ તો, વાત વર્ષ 1941ની છે. તે સમયે જર્મની અને યુરોપના કેટલાક વિસ્તારોમાં નાઝી આંદોલન ફેલાઇ રહ્યું હતું. એક દિવસ ઓસ્ટ્રિયામાં જર્મન સૈનિકોની એક ટુકડી અમી યહુદી પરિવારના ઘરમાં જબરદસ્તીથી ઘુસી ગઇ અને પરિવારના તમામ વ્યક્તિઓને પોતાની સાથે લઇ ગયા. તેમાં બે બાળકો હતા – એક 12 વર્ષની છોકરી અને એક 8 વર્ષનો છોકરો, જેમને રેલ્વે સ્ટેશન પર લઈ જવામાં આવ્યા હતા. તેમને ત્રણ દિવસ સુધી રેલવે સ્ટેશન પર રાખવામાં આવ્યા કારણ કે ટ્રેન આવી ન હતી.

જ્યારે ટ્રેન આવી, જે એક માલગાડી હતી, ત્યારે સૈનિકોએ તેમને તે ટ્રેનમાં બેસાડ્યા. પરંતુ ઉતાવળમાં નાનો છોકરો તેના જૂતા પહેરવાનું ભૂલી ગયો. આ જોઈને તેની બહેન ગુસ્સે થઈ ગઈ અને તેણે તેના ભાઈના કાન મરોડ્યા અને લાફો માર્યો. કારણ કે હવામાન ખૂબ ઠંડુ હતું અને જો તમે જર્મન શિયાળામાં જૂતા ન પહેરો, તો તમે તમારા પગ ગુમાવી શકો છો. આગળના સ્ટેશન પર છોકરા-છોકરીઓ છૂટા પડી ગયા. અને 4 વર્ષ પછી જ્યારે યુદ્ધ સમાપ્ત થયું અને છોકરી અટકાયત શિબિરમાંથી બહાર આવી. તેને ખબર પડી કે તેના પરિવારના કેટલાય સભ્યો ગુમ થઈ ગયા છે.

આ પણ વાંચો | ડાયટમાં કેટલા ફળનો સમાવેશ કરવો, સિઝનલ ફળના સેવનથી શરીરને શું ફાયદો થશે? જાણો સદગુરુ જગ્ગી વાસુદેવ પાસેથી હેલ્થ ટીપ્સ

તે સમયે તેને માત્ર એક જ વાત સતાવી રહી હતી, તેના ભાઇને છેલ્લી ઘડીએ કહેલી કડવી વાત. ત્યારે તેણે સોગંદ લીધા કે તે ક્યારેય પોતાના જીવનમાં કોઇને પણ આવી વાત કહશે નહીં. આ એક ઘટનાએ તેનું જીવન બદલી નાખ્યું. તે અમેરિકા ગઈ અને ત્યાં ઘણું સારું કામ કર્યું. તેણે એક અર્થપૂર્ણ જીવન જીવ્યું. તેથી, જ્યારે આપણા જીવનમાં કોઈ ભયંકર સમસ્યા આવે છે, ત્યારે આપણે કાં તો તે અનુભવનો ઉપયોગ વધુ સારી વ્યક્તિ બનવા અથવા તો આપણા જીવનનો વિનાશ કરવા માટે કરી શકીએ છીએ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ