Sadhguru Tips For How To Start Your Morning : સદગુરુ જગ્ગી વાસુદેવે ઈશા ફાઉન્ડેશનની સ્થાપના કરી છે અને તેA પ્રેરક વક્તા અને યોગ-ધ્યાનના ઉપદેશક છે અને તેઓ દર વર્ષે કોઈમ્બતુરમાં મહાશિવરાત્રીની રાત્રે ભજન સંધ્યાનું આયોજન કરે છે. સદગુરુનો જન્મ મૈસુરમાં 3 સપ્ટેમ્બર 1957ના રોજ રાત્રે 11:54 વાગ્યે એક સમૃદ્ધ પરિવારમાં થયો હતો. તમને જણાવી દઈએ કે સદગુરુના માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ લાખો અનુયાયીઓ છે. જેઓ સદગુરુના વિચારોને પસંદ કરે છે અને તેમને અનુસરે છે. તમને જણાવી દઈએ કે સદગુરુનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે કોઈ વ્યક્તિએ સવારે ઉઠ્યા પછી સુખી અને ધનવાન બનવા માટે શું કરવું જોઈએ, ચાલો જાણીએ…
જમણી બાજુએ જાગો
તમે જોયું હશે કે ઘણા લોકો તેમની ડાબી બાજુ પડખું લઇને જાગે છે. સદગુરુએ જે કહ્યું તે ખોટું છે, તેમણે કહ્યું કે વ્યક્તિએ સવારે જમણી બાજુથી પડખું લઇને ઉઠવું જોઈએ. કારણ કે ડાબી બાજુ જાગવાથી શરીરનું મેટાબોલિઝમ બગડે છે. જમણી બાજુ પડખું લઇને જાગવાથી દિવસભર શરીર ઉર્જાવાન રહે છે.
સવારે ઉઠ્યા પછી તમારા હાથેળીને ઘસો
સવારે ઉઠતા પહેલા પથારીમાં જ બંને હાથની હથેળીઓેને ઘસવી જોઈએ. આમ કરવાથી શરીરમાં તરત ગરમ અનુભવ થાય છે. તેમજ શરીરની બધી ઇન્દ્રિયો જાગૃત થઈ જાય છે અને સમગ્ર દિવસ દરમિયાન શરીર એક્ટિવ રહે છે. આમ કરવાથી શનિદેવની પણ કૃપા પ્રાપ્ત થાય છે.
સવારે જાગીને સૌથી પહેલા ચહેરા પર પાણી છાંટો
સદગુરુ જગ્ગુ વાસુદેવ જણાવે છે સવારે ઉઠ્યા પછી તમારે સૌથી પહેલું કામ તમારા ચહેરા પર પાણી છાંટવું જોઈએ. ખાસ કરીને આંખો પર પાણી છાંટવું જોઈએ. આમ કરવાથી આંખો સ્વસ્થ રહે છે. તેમજ આમ કરવાથી ચંદ્ર ગ્રહ શુભ રહે છે. જે મનની એકાગ્રતા વધારે છે. ઉપરાંત મન શાંત રહે છે અને યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા વિકસે છે.
આ પણ વાંચો | રાત્રે ઊંઘ નથી આવતી, અનિંદ્રાથી પરેશાન છો? સદગુરુની આ 5 હેલ્થ ટીપ્સથી ગણતરીની ક્ષણોમાં આવી જશે શાંતિ ભરી ઊંઘ
સૌથી પહેલા બોડીને સ્ટ્રેચિંગ કરો
સ્વસ્થ રહેવા માટે તમારે સવારે સૌથી પહેલા સ્ટ્રેચિંગ કરવું જોઈએ. સ્ટ્રેચિંગ શરીરને દિવસભર એક્ટિવ રાખે છે અને શરીરમાં લોહીનું પરિભ્રમણ સુધારે છે. આમ કરવાથી મંગળ ગ્રહ બળવાન બને છે.