Health Tips : શું પ્લાસ્ટિકના કન્ટેનરમાં ખોરાકનો સંગ્રહ કરવો સલામત છે?

Health Tips : Health Tips : પ્લાસ્ટિકના કન્ટેનરને માઇક્રોવેવ કરવાનું ટાળો કારણ કે ગરમી પ્લાસ્ટિકમાંથી કેમિકલને વેગ આપે છે એન સૉર્ટ ટાઈમ માટે ફૂડ સ્ટોર કરવા પ્લાસ્ટિકના કન્ટેનરનો ઉપયોગ કરો, જે તમે એકાદ-બે દિવસમાં ખાઈ શકો.

Written by shivani chauhan
August 10, 2023 14:36 IST
Health Tips : શું પ્લાસ્ટિકના કન્ટેનરમાં ખોરાકનો સંગ્રહ કરવો સલામત છે?
_હેલ્થ ટીપ્સ પ્લાસ્ટિક કન્ટેનર (અનસ્પ્લેશ)

આપણા માંથી મોટાભાગના લોકોને પ્લાસ્ટિકના ડબ્બાનો (બોક્સ)નો સંગ્રહ કરવો ગમે છે. પણ શું ખરેખર આ પ્લાસ્ટિકના કન્ટેનરમાં સંગ્રહિત ખોરાકનું સેવન કરવું પણ સલામત છે ?

લખનૌની રિજન્સી સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલના ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ ડૉ. પ્રવીણ ઝાના જણાવ્યા અનુસાર, ”પ્લાસ્ટિકના કન્ટેનરમાં ખોરાકને સંગ્રહિત કરવાની સેફટી પ્લાસ્ટિકના પ્રકાર અને તેના હેતુપૂર્વકના ઉપયોગ પર આધારિત છે. કેટલાક પ્લાસ્ટિક ખોરાકના સંપર્કમાં આવે ત્યારે હાનિકારક કેમિકલ મુક્ત કરી શકે છે, ખાસ કરીને જો તે ગરમ કરવામાં આવે અથવા એસિડિક અથવા ફેટી ખોરાક માટે વપરાયમાં આવે છે.”

આ પણ વાંચો: Monsoon Health : ચોમાસા દરમિયાન આ આયુર્વેદિક જડીબુટ્ટીઓ તમારી સુખાકારી વધારી શકે, જાણો ટીપ્સ

પ્લાસ્ટિક ફૂડ કન્ટેનર શેના બનેલા છે?

પ્લાસ્ટિકના કન્ટેનરમાં ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિકનો એક સામાન્ય પ્રકાર PETE છે , જે સંપૂર્ણપણે પોલિઇથિલિન ટેરેફ્થાલેટ તરીકે ઓળખાય છે, જે સામાન્ય રીતે સિંગલ-યુઝ એપ્લિકેશન માટે સલામત માનવામાં આવે છે પરંતુ વારંવાર ઉપયોગ અથવા ગરમ કરવા માટે યોગ્ય નથી.

ડૉ ઝા ભલામણ કરે છે કે પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા પહેલા તેને ફૂડ-સેફ તરીકે લેબલ કરવામાં આવ્યું છે કે કેમ તે તપાસો.

પ્લાસ્ટિકના કન્ટેનરમાં ખોરાકનો સંગ્રહ કરવો એ સામાન્ય બાબત હોઈ શકે છે, પરંતુ ખોરાક કે જે ગરમ, તેલયુક્ત અને તેજાબી પ્રકૃતિના હોય તેને પ્લાસ્ટિકના કન્ટેનરમાં ક્યારેય સંગ્રહિત ન કરવો જોઈએ કારણ કે તે તેમાં કેમિકલને પ્રોત્સાહન આપશે.

જૂના અને ક્ષતિગ્રસ્ત પ્લાસ્ટિકના કન્ટેનરનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ કારણ કે તે ખોરાકમાં રસાયણોને લીચ કરવાનું વધુ જોખમ ધરાવે છે ,

ખોરાકના સંગ્રહ માટે તેના બદલે ઉપયોગ કરી શકાય તેવા કેટલાક ઓપ્શન જેવા કે, કાચ, સ્ટેનલેસ સ્ટીલ, સિલિકોન, મીણ અને વાંસના બનેલા કન્ટેનરનો ઉપયોગ કરવો જોઈએ,કારણ કે તે બધા ખોરાકના સંગ્રહ માટે શ્રેષ્ઠ બિન-ઝેરી પદાર્થોના બનેલા છે.

આ પણ વાંચો: Health Tips : કાજુ ખાવાના ફાયદા, સગર્ભા સ્ત્રીઓ અને ડાયાબિટીસના દર્દીઓ આટલા પ્રમાણમાં કરવું સેવન

પ્લાસ્ટિકના કન્ટેનરને માઇક્રોવેવ કરવાનું ટાળો કારણ કે ગરમી પ્લાસ્ટિકમાંથી કેમિકલને વેગ આપે છે.“ફૂડ-ગ્રેડ” અથવા “BPA-ફ્રી” તરીકે લેબલ થયેલ પ્લાસ્ટિકના કન્ટેનર માટે જુઓ. BPA (બિસ્ફેનોલ A) એક રસાયણ છે જે સ્વાસ્થ્ય જોખમો સાથે સંકળાયેલ છે.તિરાડો, સ્ક્રેચ અથવા લપેટવા માટે પ્લાસ્ટિકના કન્ટેનરની તપાસ કરો. ક્ષતિગ્રસ્ત કન્ટેનર લીચિંગ રસાયણો માટે વધુ સંવેદનશીલ હોય છે અને તેને બદલવું જોઈએ.

સૉર્ટ ટાઈમ માટે સ્ટોર કરવા પ્લાસ્ટિકના કન્ટેનરનો ઉપયોગ કરો, જે તમે એકાદ-બે દિવસમાં ખાઈ શકો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ