Tour Tips: ભારતના સૌથી સુરક્ષિત પ્રવાસ સ્થળ, પુર કે ભૂસ્ખલનનો ભય નહીં, મહિલા પણ એકલી જઇ શકે

Top 3 Safest Tourist Places In India : પ્રવાસ માટે હંમેશા સુરક્ષિત સ્થળો પસંદ કરવા જોઇએ. અહીં ભારતના સૌથી સુરક્ષિત ગણાતા 3 પ્રવાસ સ્થળો વિશે જાણકારી આપી છે. સૌથી ખાસ વાત એ છે કે અહીં એકલી મહિલા પર ચિંતા વગર ફરવા જઇ શકાય છે.

Top 3 Safest Tourist Places In India : પ્રવાસ માટે હંમેશા સુરક્ષિત સ્થળો પસંદ કરવા જોઇએ. અહીં ભારતના સૌથી સુરક્ષિત ગણાતા 3 પ્રવાસ સ્થળો વિશે જાણકારી આપી છે. સૌથી ખાસ વાત એ છે કે અહીં એકલી મહિલા પર ચિંતા વગર ફરવા જઇ શકાય છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Safest Tourist Places In India | Tour Tips |

Safest Tourist Places In India : ભારતમાં સુરક્ષિત પ્રવાસ સ્થળ (Phot: Freepik)

Top 3 Safest Tourist Places In India : ભારતીયો પ્રવાસ પ્રેમી છે. દેશ અને વિદેશમાં ઘણા સ્થળોએ ભારતીયો ફરવા જાય છે. જો કે આજના સમયમાં ફરવાના સ્થળની પસંદગી કરતી વખતે સુરક્ષાનું ધ્યાન રાખવું જરૂરી છે. કાશ્મીરના પહેલગામ આતંકવાદી હુમલો હોય કે ઉત્તરાખંડના ધરાલીમાં વાદળ ફાંટ્યા બાદ પુર અને ભૂસ્ખલનની ઘટનામાં પ્રવાસીઓના કરુણ મોત થયા છે. આવી અનિશ્ચિતત ઘટનાથી બચવા માટે હંમેશા સુરક્ષિત સ્થળો પર ફરવા જવું જોઇએ. અહીં ભારતના સૌથી સુરક્ષિત ગણાતા 3 પ્રવાસ સ્થળો વિશે જાણકારી આપી છે, જ્યાં ચિંતા વગર ફરવા જઇ શકાય છે. સૌથી ખાસ વાત એ છે કે, આ સ્થળો એકલી ફરવા જતી મહિલાઓ માટે પણ સુરક્ષિત છે.

Advertisment

Goa : ગોવા

ગોવા દરિયા કિનારે આવેલું સૌથી પ્રખ્યાત પ્રવાસ સ્થળ છે. દેશ અને વિદેશમાંથી લાખો પ્રવાસીઓ ગોવાના રમણિય દરિયા કિનારે ફરવા આવે છે. સુંદર અને શાંત બીચ માટે પ્રખ્યાત ગોવા નારિયેળની ઉંચા વૃક્ષો, સોનેર રેતી, સુખદ હવામાન, પ્રાચીન ચર્ચ પ્રવાસીઓને આકર્ષિત કરે છે. ગોવા તેની નાઇટ લાઇફ માટે પણ ફેમસ છે. પ્રવાસીઓ અહીં દરિયામાં બોટિંગ અને સ્કૂબા ડ્રાઇવ જેવી એડવેન્ચર એક્ટિવિટીનો આનંદ માણી શકે છે. પ્રવાસન ગોવાનો મુખ્ય બિઝનેસ છે. આથી પ્રવાસીઓની સુરક્ષા માટે રાજ્ય સરકાર કડક પગલાં લે છે.

Pondicherry : પોંડિચેરી

પોંડિચેરી એક કેન્દ્ર શાસિત પ્રદેશ છે. તમિલનાડુમાં દરિયા કિનારે વસેલું પોંડિચેરી શહેર તેના ફ્રેન્ચ વસાહતી સ્થાપત્ય, જીવંત સંસ્કૃતિ અને પ્રમાણમાં ઓછા ગુના દર માટે જાણીતું છે, જે તેને સોલો ટ્રાવેલર માટે પ્રખ્યાત પ્રવાસ સ્થળ બનાવે છે. શાંત અને સુખદ હવામાન ધરાવતા પોંડિચેરીમાં પ્રોમેનેડ બીચ, ઓરોવિલે અને પેરેડાઇઝ બીચ જોવાલાયક છે. કાફેના શોખીન માટે આ સ્થળ ઉત્તમ છે.

Munnar : મુન્નાર

મુન્નાર કેરળનું પ્રખ્યાત હિલ સ્ટેશન છે, જે ઉંચા પર્વત, હરિયાળું વાતાવરણ, ચાના બગીચા માટે પ્રખ્યાત છે. દક્ષિણ ભારતનું કાશ્મીર કહેવાતું મુન્નાર દરિયાની 1600 મીટરની ઉંચાઇ પર આવેલું છે, જે એક સમયે બ્રિટિશ સરકારનું સમર ડેસ્ટિનેશન હતું. કુદરતી સૌંદર્યથી ભરપૂર મુન્નારમાં ઇરવિકુલમ નેશનલ પાર્ક, આનમુડી શિખર, માટ્ટુપેટ્ટી, પલ્લિવાસલ, ચિન્નકનાલ અને આનયિરંગલ સહિત ઘણા સ્થળો જોવાલાયક છે. કેરળ સરકાર પ્રવાસ મૈત્રીપૂર્ણ નીતિ અપનાવે છે. આથી પ્રવાસીઓ અહીં ચિંતા વગર ફરવાની મજા માણે છે.

Advertisment
જીવનશૈલી પ્રવાસ