બાળકોને વોટરપાર્ક લઇ જતા પહેલા જાણી લો આ 5 સેફ્ટી ટિપ્સ, ઘણી કામ લાગશે

Water Park Safety Tips: જો તમે તમારા બાળકો સાથે વોટરપાર્ક જવાનું વિચારી રહ્યા છો તો કેટલીક વાતો ધ્યાનમાં રાખજો. અહીં અમે 5 સેફ્ટી ટિપ્સ જણાવી રહ્યા છીએ

Written by Ashish Goyal
April 29, 2025 21:47 IST
બાળકોને વોટરપાર્ક લઇ જતા પહેલા જાણી લો આ 5 સેફ્ટી ટિપ્સ, ઘણી કામ લાગશે
જો તમે તમારા બાળકો સાથે વોટરપાર્ક જવાનું વિચારી રહ્યા છો તો કેટલીક વાતો ધ્યાનમાં રાખજો (તસવીર - સુસ્વા વોટર પાર્ક)

Water Park Safety Tips: ઉનાળો શરૂ થતાં જ વોટરપાર્કમાં લોકોની ભીડ જોવા મળી છે. બાળકો અહીં જવા માટે સૌથી વધુ ઉત્સાહિત હોય છે. જેમ જેમ ગરમી વધશે તેમ તેમ અહીં વધુ લોકો એકઠા થવા માંડશે. ઘણા વાલીઓ પોતાના બાળકોને વોટરપાર્કમાં લઇ જાય છે. વોટરપાર્કમાં વોટરસ્લાઇડ્સ, રાઈડ્સ, સ્વિમિંગ પુલ ઉપરાંત મોજ-મસ્તી કરવા માટે અનેક એક્ટિવિટીઝ થતી હોય છે.

ક્યારેક ભીડ કે બેદરકારીને કારણે ઘણી અપ્રિય ઘટનાઓ પણ બનતી હોય છે. આવી સ્થિતિમાં જો તમે તમારા બાળકો સાથે વોટરપાર્ક જવાનું વિચારી રહ્યા છો તો કેટલીક વાતો ધ્યાનમાં રાખજો. અહીં અમે તમારા માટે 5 સેફ્ટી ટિપ્સ લઇને આવ્યા છીએ જેના વિશે તમારે જાણવું જોઇએ. કારણ કે બાળકો સાથે વોટરપાર્ક જતી વખતે તમારે સંપૂર્ણ જાગૃત રહેવું જોઈએ. થોડી બેદરકારી કે અજ્ઞાનતા પણ ભારે પડી શકે છે. આવો તેના વિશે વિસ્તારથી જાણીએ.

વોટરપાર્કમાં બાળકો પર હંમેશા નજર રાખો

જ્યારે પણ તમે બાળકોને વોટરપાર્કમાં લઈ જાઓ, ત્યારે હંમેશાં સજાગ રહો. બાળકો ક્યાં જઈ રહ્યા છે અને શું કરી રહ્યા છે તેના પર નજર રાખો. સ્લાઇડ્સ જોઈને બાળકો ઉત્સાહિત થઈ જાય છે અને આનંદથી દોડવા લાગે છે. વધારે પાણી કે તેજ લહેરમાં તેમની સાથે રહો.

પૂલ એરિયા નજીક દોડતા કે રમતા અટકાવો

વોટરપાર્કમાં પૂલ વિસ્તારની નજીક બાળકોને દોડવા અથવા રમવા દેવાની ના પાડો. પાણીને કારણે અહીં ઘણી વાર ત્યાં ફિસલન જોવા મળે છે. આવી સ્થિતિમાં બાળક ગમે ત્યારે પડી શકે છે. તેને ઈજા થઈ શકે છે.

આ પણ વાંચો – મે મહિનામાં ફરવાનો બનાવી રહ્યા છો પ્લાન, IRCTC એ લોન્ચ કર્યા ઘણા સસ્તા ટૂર પેકેજ, અહીં જાણો

બાળકોને યોગ્ય સાઇઝના સ્વિમવેર પહેરાવો

બાળકને વોટરપાર્કમાં લઈ જતી વખતે યોગ્ય સાઇઝના સ્વિમવેર પહેરાવો. પ્રયત્ન કરો કે તમારા બાળકના કપડાં વધારે હેવી કે ઢીલા ન થઈ જાય. આમ કરવાથી બાળકો આરામદાયક રહેશે. સાથે જ બાળકોને સનસ્ક્રીન લગાવો.

ભીડથી બચવા માટે વહેલા પહોંચો

વોટરપાર્કમાં વહેલા પહોંચવાનો પ્રયાસ કરો. પીક ટાઇમ પર ખૂબ જ ભીડ મળી શકે છે. આવી પરિસ્થિતિથી બચવા માટે વહેલા પહોંચો. જ્યારે ભીડ હશે ત્યારે બાળકો યોગ્ય રીતે આનંદ માણી શકશે નહીં. તેમને તેમની મનપસંદ રાઇડ માટે વધુ રાહ જોવી પડી શકે છે.

વોટરપાર્કમાં જતી વખતે જરૂરી વસ્તુઓ સાથે રાખો

બાળકો સાથે વોટરપાર્કમાં જતી વખતે કેટલીક મહત્વની વસ્તુઓ સાથે લઇ જાવ. જેમ કે કપડાં, ટુવાલ, સનસ્ક્રીન લોશન, પાઉડર, પાણીની બોટલ. સાથે જ એક ફર્સ્ટ એઇડ બોક્સ પણ સાથે રાખો. સાથે જ ખાવા માટે કેટલાક સ્નેક્સ પણ રાખો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ