Recipe Tips : સેલિબ્રિટી શેફ સંજીવ કપૂર વારંવાર સોશિયલ મીડિયા પર તેના ફોલોઅર્સને ગમતી ફૂડ આઇટમ શેર કરતા રહે છે. તેઓ ઘણી હેલ્થી રેસીપી (recipe) પણ શેર કરે છે. તાજતેરમાં શેફએ આલુપરાઠાની સ્વાદિષ્ટ અને હેલ્થી વરઝ્ન રેસીપી શેર કરી છે. શેફએ પરાઠાને હેલ્થી ટચ આપીએ રેસીપી શેર કરી છે. અહીં જાણો
સંજીવ કપૂરે કેપ્શનમાં લખ્યું “ચલો આપકી શુભેચ્છાઓ પુરી કરતે હે. આલૂ પરાઠા એક દમ સ્વસ્થ ઔર સ્વદિષ્ટ.” આલૂ પરાઠા ઘણા લોકો માટે કમ્ફર્ટ ફૂડ છે. શેફ સંજીવ કપૂરે આલુ પરાઠાની ખાસ હેલ્થી રેસીપી શેર કરી છે.

સામગ્રી :
- 2 મધ્યમ બાફેલા અને છીણેલા બટાકા
- 2 મોટા બાફેલા અને છીણેલા શક્કરીયા
- 1 કપ ઘઉંનો લોટ
- 2 ચમચી ઘઉંના ફાડા
- સ્વાદ અનુસાર મીઠું
- 1 ચમચી તેલ
- 2 ચમચી સમારેલા તાજા ધાણા
- 2 બારીક સમારેલ લીલા મરચાં
- 1/2 ટીસ્પૂન ગરમ મસાલો પાવડર
- 1/2 ઈંચ આદુ
- 1/2 ટીસ્પૂન લાલ મરચું પાવડર
- 2 ચમચી ઘી
- સર્વ કરવા માટે ઠંડુ કરેલું દહીં
મેથડ :
એક મોટા બાઉલમાં ઘઉંનો લોટ અને ઘઉંના ફાડા અને મીઠું મિક્સ કરો. તેમાં જરૂર મુજબ પાણી ઉમેરો, ત્યારબાદ તેલ નાખીને નરમ કણક બાંધો. ભીના મલમલના કપડાથી ઢાંકીને 10 મિનિટ માટે બાજુ પર રાખો.
હવે બટેટા અને શક્કરિયાને બાફી લો. પ્રોપર કુક થઇ જાય એટલે બન્નેની છાલ કાઢી સ્મેશ કરો. ત્યારબાદ તેમાં સમારેલી કોથમીર, લીલા મરચાંને એકસાથે ભેગું કરો, એક બાઉલમાં ગરમ મસાલા પાવડર, મીઠું, ઝીણું સમારેલું આદુ, લાલ મરચું પાવડર નાખીને બરાબર મિક્ષ કરી લો.
આ પણ વાંચો: Summer Special : બદામ ગુંદર શું છે? ગરમી સામે કેવી રીતે કરે છે રક્ષણ? જાણો ફાયદા અને યુનિક રેસીપી
સ્ટફિંગ તૈયાર થઇ જાય એટલે એટલે તવીમાં તેલ ગરમ કરો, ત્યારબાદ કણકમાંથી પ્રોપર પરાઠા રેડી કરો અને તેમાં તૈયાર સ્ટફિંગ ભરો બને સાઈડ સારી રીતે કુક કરી લો. તમે પરાઠામાં તેલને બદલે ઘી અથવા બટરનો ઉપયોગ કરો. હવે ગરમા ગરમ પરાઠા ઠંડા દહીં સાથે સર્વ કરો.





