Sara Ali Khan Weight Loss Journey । સારા અલી ખાન વેઇટ લોસ જર્ની, રેગ્યુલર વર્ક આઉટ અને ડાયટ પ્લાનનું પાલન સુંદરતાનું રહસ્ય

સારા અલી ખાનની પ્રેરણાદાયી વજન ઘટાડવાની સફર | સારા અલી ખાન (Sara Ali Khan) ની વેઇટ લોસ જર્ની ઘણા લોકો માટે પ્રેરણાદાયક છે, ખાસ કરીને જેઓ PCOS (પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ) જેવી પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા છે.

Written by shivani chauhan
July 03, 2025 14:06 IST
Sara Ali Khan Weight Loss Journey । સારા અલી ખાન વેઇટ લોસ જર્ની, રેગ્યુલર વર્ક આઉટ અને ડાયટ પ્લાનનું પાલન સુંદરતાનું રહસ્ય
Sara Ali Khan Weight Loss Journey | સારા અલી ખાનની પ્રેરણાદાયી વજન ઘટાડવાની સફર

Sara Ali Khan PCOD Weight Loss | બોલિવુડ અભિનેત્રી સારા અલી ખાન (Sara Ali Khan) મેટ્રો ઈન દીનો (Metro In Dino) ફિલ્મને લીધે ચર્ચામાં છે, એકટ્રેસ આજે તેની સુંદરતા અને ફિટનેસ માટે જાણીતી છે, તેની બોલિવુડમાં એન્ટ્રી પહેલા તેનું વજન 96 કિલો હતું. સારાએ પોતાની સખત મહેનત અને સમર્પણથી આ વજન ઘટાડીને સ્લિમ-ટ્રીમ ફિગર મેળવ્યું છે. અહીં જાણો

સારા અલી ખાન (Sara Ali Khan) ની વેઇટ લોસ જર્ની ઘણા લોકો માટે પ્રેરણાદાયક છે, ખાસ કરીને જેઓ PCOS (પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ) જેવી પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા છે.

PCOS અને વજન વધવા વચ્ચેનું કનેકશન

સારા અલી ખાને પોતે ખુલાસો કર્યો છે કે તે PCOS નામની બીમારીથી પીડાતી હતી. PCOS એ એક હોર્મોનલ ડિસઓર્ડર છે જેમાં ઓવરીમાં એક કરતાં વધુ ગાંઠ (સિસ્ટ) થાય છે. આના કારણે શરીરમાં હોર્મોન્સનું સંતુલન બગડી જાય છે, જેના પરિણામે વજન વધે છે. સારા માટે વજન ઘટાડવું વધુ મુશ્કેલ હતું કારણ કે PCOS ને કારણે હોર્મોનલ સમસ્યાઓ હતી.

સારા અલી ખાન ડાયટ પ્લાન અને વર્કઆઉટ રૂટિન (Sara Ali Khan Diet Plan and Workout Routine)

સારાએ વજન ઘટાડવા માટે સંતુલિત આહાર અને સખત વર્કઆઉટ રૂટિન અપનાવ્યું. તેના ડાયટ પ્લાનમાં સ્વસ્થ ખોરાકનો સમાવેશ થતો હતો. તે રાત્રે 8 વાગ્યા સુધીમાં તેનું ડિનર કરી લેતી હતી, જેમાં શેકેલી માછલી અથવા માછલીની કરી સાથે 1 રોટલી અથવા બ્રાઉન રાઇસનો સમાવેશ થતો હતો. તેણે સુગર છોડી દીધો હતો, જે તેની ફિટનેસ યાત્રાને વેગ આપવામાં મદદરૂપ થયું હતું.

વર્કઆઉટની વાત કરીએ તો સારા અઠવાડિયાના પાંચ દિવસ વર્કઆઉટ કરતી હતી, દરેક વર્કઆઉટ 45 મિનિટનો હોય છે. તેના વર્કઆઉટ રૂટિનમાં કાર્યાત્મક ટ્રેનિંગ, કિકબોક્સિંગ, સ્વિમિંગ, Pilates અને બુટકેમ્પ તાલીમનો સમાવેશ થાય છે. તે નિયમિતપણે યોગ પણ કરે છે. સારા ડાન્સની પણ શોખીન છે, અને ઓડિસી જેવા ક્લાસિકલ ડાન્સ ફોર્મનો અભ્યાસ કરીને તેણે તેની ફ્લેક્સિબિલિટી, સહનશક્તિ અને સંતુલન સુધાર્યું છે. તે વેકેશન પર પણ પોતાના વર્કઆઉટ રૂટિનને જાળવી રાખે છે.

સારા અલી ખાનની આ વેઇટ લોસ જર્ની દર્શાવે છે કે દ્રઢ નિશ્ચય અને સખત મહેનતથી કોઈપણ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે. PCOS જેવી હોર્મોનલ સમસ્યાઓ હોવા છતાં, સારાએ હાર ન માની અને પોતાને ફિટ રાખવા માટે પ્રતિબદ્ધ રહી હતી. તે સતત તેના ફિટનેસ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે, જે તેના ચાહકોને હેલ્ધી લાઇફસ્ટાઇલ અપનાવવા માટે પ્રેરણા આપે છે. સારાનો મેસેજ સ્પષ્ટ છે કે વજન ઘટાડવું એ રાતોરાત થતું નથી, પરંતુ તે સમર્પણ અને સાતત્યનું પરિણામ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ