Sara Tendulkar Skincare and Beauty Secrets: દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર સતત ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે, જેના કારણે તેના પ્રશંસકો પણ સારાને ખૂબ પસંદ કરે છે.
સારા તેંડુલકર ફરી એકવાર ચર્ચામાં આવી છે. તેણે હાલમાં જ એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે એક ખાસ પ્રકારની પ્રોટીન સ્મૂધી બનાવતી જોવા મળી રહી છે. આવામાં તે પ્રોટીન સ્મૂધીની રેસિપી પણ શેર કરતી જોવા મળી રહી છે. તેણે તેનું નામ પણ જાહેર કર્યું છે. આવી સ્થિતિમાં તમે સારાની ‘માચા ડ્રિંક’ તમારા ઘરે પણ સરળતાથી તૈયાર કરી શકો છો અને તેની જેમ ફિટ પણ થઈ શકો છો.
માચા સ્મૂધી બનાવવા માટેની સામગ્રી
- 2-3 ખજૂર
- 1 સ્કૂપ વેનિલા પ્રોટીન1
- 1 સ્કૂપ કોલેજન પેપ્ટાઈડ્સ
- 1 નાની ચમચી માચા પાવડર
- 1 કપ બદામ દૂધ
- 1-2 ચમચી બદામ માખણ
- બરફનો ટુકડો
માચા સ્મૂધી કેવી રીતે બનાવવી?
માચા સ્મૂધી તૈયાર કરવા માટે સૌપ્રથમ બ્લેન્ડરમાં 2-3 ખજૂર નાખો. તેમાંથી ઠળીયો કાઢી લેવો. હવે તેમાં વેનીલા પ્રોટીન, કોલેજન પેપ્ટાઈડ્સ, માચા પાવડર, બદામનું દૂધ અને બદામનું માખણ ઉમેરો. હવે તેને થોડા સમય માટે સારી રીતે બ્લેન્ડ કરી લો. આ રીતે સ્મૂધી તૈયાર થશે. હવે તેને ગ્લાસમાં મૂકી સર્વ કરો. તમે તેમાં થોડા બરફના ટુકડા પણ ઉમેરી શકો છો. આ માચા સ્મૂધીની રેસિપી શેર કરતા સારાએ જણાવ્યું હતું કે તેમાં 30 ગ્રામ પ્રોટીન સરળતાથી મળી જાય છે.
આ પણ વાંચો – વાસી રોટલી ખાવાથી સ્વાસ્થ્ય પર શું થાય છે અસર? એક્સપર્ટ પાસેથી ફાયદા અને નુકસાન જાણો
માચા એન્ટિઓક્સિડન્ટ્સથી ભરપૂર છે
માચા સ્મૂધી એક હેલ્ધી ડ્રિન્ક છે. તેને માચા પાવડરમાંથી તૈયાર કરવામાં આવે છે. તેમાં ઘણા પ્રકારના એન્ટીઓક્સીડેન્ટ મળી આવે છે, જે ત્વચાને સ્વસ્થ અને યુવાન રાખવામાં મદદ કરે છે. તેના ઉપયોગથી ઘણા ફાયદા થાય છે. તેના સેવનથી થાક ઓછો થાય છે અને ફોકસ વધે છે. તે શરીરમાં મેટાબેલોઝિમને વેગ આપે છે, જેનાથી ફેટ બર્ન થાય છે.





