Sattu Drink Recipe: લીબું પાણી થી વધુ એનર્જી આપશે આ દેશી શરબત, જાણો રેસીપી અને પીવાના ફાયદા

Tasty Sattu Drink Recipe: સત્તુ શરબત ઓછી સામગ્રીમાં બની જતું દેશી પીણું છે. સત્તુ શરબત પીવાથી શરીરને તરત એનર્જી મળે છે અને સ્નાયુઓ મજબૂત બને છે. ડાયાબિટીસ દર્દીઓ માટે પણ સત્તુ શરબત ફાયદાકારક હોય છે.

Tasty Sattu Drink Recipe: સત્તુ શરબત ઓછી સામગ્રીમાં બની જતું દેશી પીણું છે. સત્તુ શરબત પીવાથી શરીરને તરત એનર્જી મળે છે અને સ્નાયુઓ મજબૂત બને છે. ડાયાબિટીસ દર્દીઓ માટે પણ સત્તુ શરબત ફાયદાકારક હોય છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Sattu Drink Recipe | Sattu | Sattu Drink | Sattu Drink Benefits | sattu sharbat recipe

Sattu Drink Recipe : સત્તુ શરબત પીવાથી શરીરને તાત્કાલિક એનર્જી મળે છે. (Photo: zillisofficial)

Refreshing Sattu Drink Recipe: સત્તુ એક નેચરલ દેશી ડ્રિંક છે, જે ખાસ કરીને ઉનાળમાં પીવામાં આવે છે. સત્તુ શરીરમાં ઠંડક કરે છે અને એનર્જી આપે છે. ઘરમાં રહેલી સામાન્ય ચીજો માંથી બનતું સત્તુ ડ્રિંક માટે વધારે ખર્ચ પણ કરવો પડતો નથી. યુપી, બિહાર, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં સત્તુનું વિવિધ રીતે સેવન કરવામાં આવે છે. બિહારમાં સત્તું શરબત પીવામાં આવે છે. અહીં સત્તુ શરબત બનાવવાની સરળ રીત આપી છે. આ ટીપ્સ ફોલો કરી ઘરે સત્તુ શરબત બનાવી શકાય છે.

Advertisment

સત્તુ શરબત બનાવવા માટે સામગ્રી

  • શેકેલા ચણા
  • લીંબુ
  • કાળું મીઠું
  • ગોળ
  • ફુદીનાના પાન
  • ઠંડુ પાણી અથવા બરફ

Sattu Drink Recipe : સત્તુ પીણું બનાવવાની રેસીપી

  • સત્તુ શરબત બનાવવા માટે સૌથી પહેલા શેકેલા ચણા મિક્સર જારમાં પીસીને પાઉડર બનાવી લો.
  • હવે એક વાસણમાં ચણાનો પાઉડર, ગોળ, કાળું મીઠું, ફુદીનાના પાન અને ઠંડુ પાણી મિક્સ કરી બધી સામગ્રી હલાવવી લો.
  • હવે લીંબુનો રસ ઉમેરી ગોળ બરાબર ઓગળે ત્યાં સુધી પાણીને સતત હલાવતા રહો.
  • સત્તુ શરબત ઝીણી ગળણી વડે ગાળી લો.
  • એક કાચના ગ્લાસમાં સત્તુ શરબત ભરો, ફુદીનાના પાન વડે ગાર્નિશ કરી સર્વ કરો.
  • બિહાર સ્ટાઇલમા સત્તુ શરબત બનાવવા માટે તેમા ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી શકાય છે.

Sattu Drink Benefits : સત્તુ શરબત પીવાના ફાયદા

  • સત્તુ શરબત એનર્જી બૂસ્ટર છે, આખો દિવસ શરીરમાં એનર્જી જાળવી રાખે છે
  • કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને હૃદયને સ્વસ્થ રાખે છે
  • વજન ઘટાડે છે અને લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે
  • ઉનાળામાં શરીરને ઠંડક આપે છે અને ડિહાઇડ્રેશનને નિયંત્રિત કરે છે
  • પ્રોટીન અને મિનરલ્સથી ભરપૂર સત્તુ સ્નાયુઓને મજબૂત બનાવે છે
  • ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક
ભોજન રેસીપી જીવનશૈલી health tips