શું તમે જાણો છો કે ગાવાથી (singing) ફક્ત તમારો મૂડ જ સુધરે છે, પણ તે તમારા શરીરને બીમારી સામે લડવામાં પણ મદદ કરી શકે છે? તાજેતરના વૈજ્ઞાનિક સંશોધનોએ દર્શાવ્યું છે કે ગાવાથી sIgA (સિક્રેટરી ઇમ્યુનોગ્લોબ્યુલિન A) નામના મુખ્ય એન્ટિબોડીનું સ્તર માત્ર એક કલાકમાં 240% વધી શકે છે. આ એન્ટિબોડી આપણા મોં, ગળા અને પાચનતંત્રને વાયરસ અને બેક્ટેરિયાથી બચાવવામાં મદદ કરે છે.
ગાવાનું કેવી રીતે કામ કરે છે?
- ગાવાનું એ ફક્ત સંગીતનો આનંદ નથી. ઊંડા શ્વાસ, અવાજના સ્પંદનો અને ઈમોશનલ રિલીઝ આપણી રોગપ્રતિકારક શક્તિને સક્રિય કરે છે.
- જ્યારે આપણે ગાય છીએ, ત્યારે કોર્ટિસોલ જેવા તણાવ હોર્મોન્સનું સ્તર ઘટે છે, અને આપણું શરીર ‘સર્વાઇવલ મોડ’ થી ‘હીલિંગ મોડ’ માં બદલાય છે. આ રોગપ્રતિકારક કોષોને સક્રિય કરે છે, જેનાથી તેઓ ચેપ સામે વધુ ઝડપથી લડી શકે છે.
નાનો અભ્યાસ, મોટી અસર
એક નાના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે માત્ર 30 થી 60 મિનિટ ગાવાથી sIgA લેવલ વધે છે, પછી ભલે તે વ્યક્તિ વ્યાવસાયિક હોય કે “ખરાબ ગાયક” માનવામાં આવે. આ સૂચવે છે કે ગાવાના ફાયદા ફક્ત અવાજની ગુણવત્તા પર જ નહીં, પરંતુ શ્વાસ અને અવાજના સ્પંદનો પર પણ આધાર રાખે છે.
સમૂહમાં ગાવાના ફાયદા
સમૂહગીત અથવા સમૂહમાં ગાવાથી માનસિક અને સામાજિક સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. સમૂહમાં ગાવાથી તણાવ ઓછો થાય છે, મૂડ સુધરે છે અને શરદી અને ફ્લૂ જેવી બીમારીઓનું જોખમ ઓછું થાય છે.
સિંગિંગ સાયન્સ
ગાવાનું ફક્ત મનોરંજન વિશે નથી. તેની પાછળ કેટલાક મહત્વપૂર્ણ કારણો છે જેમ કે,
- ઊંડા શ્વાસ: ગાતી વખતે યોગ્ય શ્વાસ લેવાથી ફેફસાં અને શરીરની રોગપ્રતિકારક શક્તિ સક્રિય થાય છે.
- પોઝિટિવિટી વધે : ગાવાથી તણાવ ઓછો થાય છે અને મગજમાં સકારાત્મક હોર્મોન્સ મુક્ત થાય છે.
- સ્વર વાઈબ્રેશન : અવાજના સ્પંદનો શરીરમાં રોગપ્રતિકારક શક્તિને સક્રિય કરે છે.





