/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/Shah-Rukh-Khan-Birthday-Shah-Rukh-Khan-life-style-.jpg)
Shah Rukh Khan birthday life style : શાહરુખ ખાનનો ડાયટ પ્લાન
Shah Rukh Khan Diet: ઘણા લોકો શેપમાં રહેવા અને તેમના ફિટનેસ ગોલને પૂર્ણ કરવા માટે તેમના ડાયટમાં વિવિધ પ્રકારના ખોરાકનો સમાવેશ કરે અને ઘણા પ્રયાસો કરે છે. પરંતુ શાહરૂખ ખાન એવું નથી કરતો. હકીકતમાં, બ્લોગિંગ સાઇટ OMH ના એક થ્રોબેક વિડિયોમાં તેના પોતાના શબ્દોમાં તેના ડાયટનું રૂટિન જાહેર કર્યું હતું અને કહ્યું કે, તે આખું વર્ષ એક જ પ્રકારનો ખોરાક ખાય છે.
SRK કહ્યું કે, "હું નોર્મલ ખોરાકજ ખાઉં છું . હું દિવસમાં બે વાર ખાઉં છું. હું વચ્ચે કંઈ ખાતો નથી. હું લંચ અને ડિનર કરું છું.''પછી તેણે જાણ કરી કે તે ડાયટમાં ઘણી "બેઝિક ફૂડને" ને વળગી રહે છે જેમ કે સ્પ્રાઉટ્સ, ગ્રિલ્ડ ચિકન, બ્રોકોલી અને ક્યારેક થોડી દાળ.અભિનેતાએ હતું કે તેના રૂટિન યુનિક છે. “હું દિવસમાં બે વાર ખાઉં છું અને આખું વર્ષ આજ ખાઉં છું.''
આ પણ વાંચો: Health Tips : શું ચોકલેટ, ચીઝ, કેફીન તમને સતત માથાનો દુખાવો કરે છે? એક્સપર્ટે આ ઉપાય સૂચવ્યા
મુંબઈની નાણાવટી મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના ડાયેટિશિયન અને ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટ ડૉ. ઉષાકિરણ સિસોદિયાએ જણાવ્યું હતું કે, ડાયટમાં લીન પ્રોટીન અને પોષક તત્વોથી ભરપૂર શાકભાજીનો સમાવેશ થાય છે, પરંતુ તેમાં આખા અનાજ, ફળો અને ડેરી ઉત્પાદનોમાં મળતા મહત્વના પોષક તત્વોનો અભાવ છે.
આજની પેઢીની બીઝી કોર્પોરેટ વર્ક પ્રોફાઇલને ધ્યાનમાં રાખીને, લંચ અને ડિનર માટે નિશ્ચિત સમય અને વચ્ચે કંઈપણ ન ખાવું એ દરેક માટે યોગ્ય ન હોઈ શકે.ડૉ. સિસોદિયાએ સ્પષ્ટ કર્યું કે, “તે ભોજન દરમિયાન અતિશય આહારને પ્રોત્સાહિત કરી શકે છે અને વ્યક્તિને સમગ્ર દિવસ દરમિયાન જરૂરી ઉર્જાનો અભાવ હોઈ શકે છે. ખાવા પીવાની આદતોની વૈજ્ઞાનિક રીતે સ્થાપિત રીત એ છે કે સમગ્ર દિવસ દરમિયાન થોડું થોડું ખાવું જોઈએ. આ ભૂખની ક્રેવિંગને ઘટાડવામાં મદદ કરે છે, આનાથી તમે વધારે ભોજન લેવાનું ટાળો છો અને તમને સમગ્ર દિવસ દરમિયાન ટકાઉ ઊર્જા પ્રદાન કરે છે.''
શાહરુખ ખાનના આ વિડીયો પર એક નજર
એક્સપર્ટે કહ્યું કે, ''નવો ડાયટ પ્લાન ફૉલો કરતા પહેલા, વ્યક્તિએ પોષકથી સમૃદ્ધ અને સંતુલિત આહાર માટે પોતે રિચર્સ કરવું જોઈએ. તમારી પોતાની સ્વાસ્થ્ય જરૂરિયાતો પ્રમાણે અનુકૂળ આવે તેવો ખોરાક લેવો જોઈએ.''


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us