Heat Stroke : હીટ સ્ટ્રોક શું છે? શરીરને કેવી રીતે અસર કરે છે? અહીં જાણો

Heat Stroke : ઉનાળાની આગ વરસાવતી ગરમીને કારણે હીટસ્ટ્રોકના કેસો રાજ્યભરમાં આવે છે. પરંતુ આ હીટસ્ટ્રોક શું છે અને માનવ શરીર પર કેવી અસર કરે છે અને હીટ સ્ટ્રોકથી કેવી રીતે બચવું, બધુજ અહીં જાણો

Written by shivani chauhan
Updated : May 23, 2024 16:10 IST
Heat Stroke : હીટ સ્ટ્રોક શું છે? શરીરને કેવી રીતે અસર કરે છે? અહીં જાણો
Heat Stroke : હીટ સ્ટ્રોક શું છે? શરીરને કેવી રીતે અસર કરે છે? અહીં જાણો

Heat Stroke : તાજતેરમાં અમદાવાદમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચેની IPLમેચમાં શાહરુખ ખાનએ હાજરી આપી હતી. અમદાવાદની સતત વધતી ગરમીમાં એક્ટર મેચ બાદ હીટસ્ટ્રોક (heatstroke) નો શિકાર બન્યો હતો અને એક્ટરને તાત્કાલિક અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.

ઉનાળાની આગ વરસાવતી ગરમીને કારણે હીટસ્ટ્રોકના કેસો રાજ્યભરમાં આવે છે. પરંતુ આ હીટસ્ટ્રોક શું છે અને માનવ શરીર પર કેવી અસર કરે છે અને હીટ સ્ટ્રોકથી કેવી રીતે બચવું, બધુજ અહીં જાણો

Shakrukh Khan Heatstroke
Heat Stroke : હીટ સ્ટ્રોક શું છે? શરીરને કેવી રીતે અસર કરે છે? અહીં જાણો

હીટ સ્ટ્રોક શું છે? (What is heat stroke)

ગરમી વધારે હોય છે અને આસપાસનું તાપમાન એટલું ઊંચું હોય છે કે શરીરના મુખ્ય તાપમાનને કંટ્રોલ કરી શકતું નથી, શરીરનું તાપમાન સતત વધતું જાય છે. પરસેવો થતો નથી, બોડી ઠંડુ થતું નથી. આવા કિસ્સાઓમાં, શરીરમાં સોડિયમ અને પોટેશિયમ જેવા ક્ષારનું ગંભીર અસંતુલન થાય છે. ક્ષારના અસંતુલન સાથે તાપમાન ઊંચું હોય તો શરીરના અંગોને અસર કરે છે.

આ પણ વાંચો: Summer Special : બદામ ગુંદર શું છે? ગરમી સામે કેવી રીતે કરે છે રક્ષણ? જાણો ફાયદા અને યુનિક રેસીપી

ઈન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલ, નવી દિલ્હીના ઈન્ટરનલ મેડિસિનના વરિષ્ઠ સલાહકાર ડૉ સુરનજીત ચેટર્જીના જણાવ્યા અનુસાર,” હીટસ્ટ્રોક મગજને અસર કરી શકે છે, વ્યક્તિને સુસ્ત બનાવી શકે છે, અને ગંભીર કિસ્સાઓમાં વ્યક્તિ કોમામાં પણ જઈ શકે છે. તે કિડની અને લીવરને પણ નુકસાન પહોંચાડી શકે છે. આવા લક્ષણો અને હીટ સ્ટ્રોકને કારણે મૃત્યુ પણ થઇ શકે છે.”

આ ઉપરાંત એક્સપર્ટે ઉમેર્યું કે, ગંભીર કિસ્સાઓમાં, શરીરના મુખ્ય તાપમાનને ઝડપથી નીચે લાવવાનો હેતુ હોય છે. હિટ સ્ટ્રોકના કિસ્સામાં વ્યક્તિ ઉપર ઠંડુ પાણી રેડીને, તેને ઠંડા પીણા પીવડાવીને અને મીઠું(Salt) ના લેવલને સંતુલિત કરવા માટે ઇલેક્ટ્રોલાઇટ્સ આપી શકાય છે.

વ્યક્તિએ ક્યારે હોસ્પિટલમાં જવું જોઈએ?

ડૉ. ચેટર્જીએ કહ્યું કે ”જો કોઈ વ્યક્તિમાં આ લક્ષણો દેખાય તો તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવો જોઈએ. કારણ કે હિસ્ટ્રોક દરમિયાન શરીરનું તાપમાન ખૂબ ઊંચું હોય છે પરંતુ તેમને બિલકુલ પરસેવો થતો નથી, તેઓ સુસ્તી અનુભવે છે, ઉલ્ટી પણ થઇ શકે છે, તેઓને પેશાબ આવતો નથી અને તેઓ યોગ્ય રીતે શ્વાસ લઇ સકતા નથી.”

ડૉ. ચેટરજીએ કહ્યું કે, ”જે લોકોઇ ઉંમર વધારે છે અને કોમોર્બિડિટીઝ છે તેમની ખાસ કાળજી લેવી જોઈએ કારણ કે તેઓને ગરમીની અસર સુધી વધુ થવાની શક્યતા છે. જો કે, આનો અર્થ એ નથી કે યુવાનોને હીટ સ્ટ્રોક ન થઈ શકે, તે કોઈપણ ઉંમરે થઈ શકે છે.”

આ પણ વાંચો: Heatwave Diet : હીટવેવથી બચવા આ સુપરફૂડનું કરો સેવન

હીટ સ્ટ્રોકથી બચવા શું કરવું?

તડકે નીકળવાનું ટાળો : ઉનાળાની ગરમીમાં જો તાપમાન સતત વધી રહ્યું હોય તો હિટસ્ટ્રોકથી બચવા શક્ય હોય તો તડકે નીકળવાનું ટાળો ખાસ કરીને બપોરથી 3 વાગ્યાની વચ્ચે બાહર જવાનું ટાળો.

પાણી પીવો : જો તરસ ન લાગે તો પણ ખાતરી કરો કે તમે હાઈડ્રેટેડ રહો. અન્ય હાઇડ્રેટિંગ પ્રવાહી જેમ કે લસ્સી, લીંબુ પાણી, છાશ અથવા ઓઆરએસ પીવો જે ઇલેક્ટ્રોલાઇટનું સ્તર જાળવી શકે. આલ્કોહોલ, ચા, કોફી અને કાર્બોરેટેડ સોફ્ટ ડ્રિંક્સનું સેવન ન કરો કારણ કે તે તમને વધુ ડિહાઇડ્રેટ કરી શકે છે. લાઈટ કલરના ઢીલા અને સુતરાઉ કપડાં પહેરો અને ગોગલ્સ અને છત્રીનો ઉપયોગ કરો. સ્કિન પ્રોટેકશન માટે બહાર નીકળતા પહેલા સનસ્ક્રીન લગાવાનું રાખો.

નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા 2023 ની એડવાઈઝરી કહે છે કે લોકોએ ઘરે પણ પડદા અથવા શેડ્સનો ઉપયોગ કરીને ઘરોને ઠંડુ રાખવાનો પ્રયાસ કરવો જોઈએ અને ભીના કપડાનો ઉપયોગ કરીને અથવા વારંવાર ઠંડા પાણીથી સ્નાન કરીને શરીરનું તાપમાન ઓછું રાખવાનો પ્રયાસ કરવો જોઈએ.

રાત્રે નીચું તાપમાન શા માટે મહત્વનું છે?

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થ, ગાંધીનગરના ભૂતપૂર્વ ડિરેક્ટર ડૉ. દિલીપ માવલંકરે ગયા વર્ષે ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે ભેજનું પ્રમાણ વાતાવરણમાં વધી જાય ત્યારે શરીરને ઠંડુ રાખવા માટે પરસેવો અસરકારક રીતે બાષ્પીભવન થતો નથી. જો રાત્રિનું તાપમાન પણ ઊંચું રહે તો શરીરને આરામ કરવાનો સમય મળતો નથી. ધારો કે તમે 44 ડિગ્રી સેલ્સિયસ હોય ત્યારે બહાર નીકળો છો, જો તમે થોડા કલાકોમાં ઠંડી જગ્યાએ પાછા આવો છો, તો તમે રાહત અનુભવો છો. જ્યારે રાત્રિનું તાપમાન ઓછું હોય ત્યારે શરીરને આ રાહત મળે છે. જો થોડા દિવસો સુધી રાત્રે પણ તાપમાન ઓછું ન થાય, તો શરીરને આરામ મળી શકતો નથી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ