shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/Shahi-Tukda-Recipe-In-gujarati.jpg)
તહેવારો માટે બેસ્ટ ! સરળ ટિપ્સથી 15 મિનિટમાં બની જશે શાહી ટુકડા, નોંધી લો રેસીપી
Shahi Tukda Recipe | ક્રિસ્પી શાહી ટુકડા (Shahi Tukda Recipe) એક સ્વાદિષ્ટ અને ખાસ મીઠાઈ છે, જે બનાવવામાં ખૂબ જ સરળ છે. તે બ્રેડને ઘીમાં શેકીને અને તેને ક્રીમી દૂધના મિશ્રણ સાથે ભેળવીને તૈયાર કરવામાં આવે છે. તે ખાસ કરીને હોળી જેવા તહેવારો કે ખાસ પ્રસંગોએ બનાવવામાં આવે છે. જેને બનાવવામાં વધારે ઝંઝટની જરૂર નથી. તમે તેને ફક્ત 15-20 મિનિટમાં સરળતાથી બનાવી શકો છો.
Advertisment
શાહી ટુકડા મીઠાઈ બાળકો અને મોટા બંનેને ભાવે છે. તેના થોડા ક્રિસ્પી બ્રેડના ટુકડા અને ક્રીમી દૂધનું મિશ્રણ અદ્ભુત સ્વાદ આપે છે. અહીં શાહી ટુકડા બનાવવાની રેસીપી શેર કરી છે,
શાહી ટુકડા રેસીપી સામગ્રી
- 5-6 બ્રેડ સ્લાઈસ (અડધા ત્રાંસી કાપેલી)
- 1/2 કપ શુદ્ધ ઘી
- 1/2 લિટર દૂધ
- 1 ચમચી ઈલાયચી પાવડર
- 5-6 કેસર
- 1 ચમચી ગુલાબજળ
- 1/2 કપ કન્ડેન્સ્ડ મિલ્ક
- 2 ચમચી દૂધ પાવડર
- 1 ચમચી કોર્નફ્લોર અડધો કપ પાણી સાથે મિક્સ કરીને
- પિસ્તા અને ગુલાબની પાંખડીઓ ગાર્નિશિંગ માટે
આ પણ વાંચો: આ સરળ રીતથી ઘરે જ બનાવો ટેસ્ટી ચોકલેટ પુડિંગ, ઓવનની પણ જરૂર નહીં પડે
Advertisment
શાહી ટુકડા રેસીપી (Shahi Tukda Recipe)
- સૌ પ્રથમ બ્રેડને બે કે તેથી વધુ નાના ટુકડાઓમાં કાપો. એક પેનમાં 5-6 ચમચી ઘી લો અને બ્રેડના ટુકડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.
- હવે એક પેનમાં 1/2 લીટર દૂધ લો અને તેમાં 2 ચમચી જેટલો દૂધ પાવડર ઉમેરો. દૂધનો પાવડર તેમાં ભળી જાય ત્યાં સુધી તેને હલાવતા રહો.
- હવે તમારા સ્વાદ મુજબ ખાંડ ઉમેરો. પછી તેમાં 1 ચમચી એલચી પાવડર અને ૩ થી 5-6 કેસર ઉમેરો.
- પછી તેનો કલર થોડો પીળો થાય ત્યાં સુધી તેને સારી રીતે કુક કરો. હવે તેમાં સમારેલા ડ્રાયફ્રૂટ્સ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
- હવે શેકેલા બ્રેડ પર આ મિશ્રણ રેડો અને તેના પર ડ્રાયફ્રુટ્સ નાખો. તમારા સ્વાદિષ્ટ ક્રિસ્પી શાહી ટુકડા સ્વીટ ડીશ તૈયાર છે.
- આ ડીશને તમે હોળીમાં બનાવી શકો છો આ ઉપરાંત તમે રમઝાનની ઈફ્તાર પાર્ટી માટે પણ 10 થી 15 મિનિટમાં બનાવી શકો છો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us