Diet Tips : શાહિદ કપૂર નાસ્તામાં ઈડલી ઉત્તપમ ખાય છે, દરરોજ આથાવાળી વસ્તુઓ ખાવાથી શરીર પર શું અસર થાય, જાણો

Diet Tips : ભારતમાં લોકો દાયકાઓથી વિવિધ પ્રકારના આથોવાળા ખોરાક ખાય છે. ઘણીવાર ખોરાકને આખીરાત આથો લાવવા માટે રાખવામાં આવે છે. પરંતુ તે કેટલા પ્રમાણમાં ખાવું? પાચનની સમસ્યા થઇ શકે જાણો?

Diet Tips : ભારતમાં લોકો દાયકાઓથી વિવિધ પ્રકારના આથોવાળા ખોરાક ખાય છે. ઘણીવાર ખોરાકને આખીરાત આથો લાવવા માટે રાખવામાં આવે છે. પરંતુ તે કેટલા પ્રમાણમાં ખાવું? પાચનની સમસ્યા થઇ શકે જાણો?

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
Shahid Kapoor Breakfast

Diet Tips : શાહિદ કપૂર નાસ્તમાં ઈડલી ઉત્તપમ ખાય છે, શું દરરોજ આથોવાળા ખોરાક ખાઈ શકાય? એક્સપર્ટ શું કહે છે?

Diet Tips : શાહિદ કપૂર (Shahid Kapoor) બૉલીવુડનો જાણીતો એક્ટર છે, તે એકટિંગ સાથે તેની યુનિક લાઇફસ્ટાઇલ માટે પણ ઓળખાય છે, તાજતેરમાં એક્ટરે કર્લી ટેલ્સના ઇન્ટરવ્યૂમાં તેના બ્રેકફાસ્ટ (breakfast) વિશે વાત કરી હતી, એક્ટરને સવારે નાસ્તામાં ગરમ અને સરળતાથી પાચન થઇ જાય એવું ફૂડ પસંદ કરે છે. એક્ટર સવારે નાસ્તમાં ઉત્તપમ અથવા ઈડલી ખાવાનું પસંદ કરે છે. તેણે કહ્યું ' ગરમ અને હળવો નાસ્તો આપણા પાચન સિસ્ટમ માટે ખુબજ સારું છે એવું આયુર્વેદમાં પણ જણાવામાં આવ્યું છે.'

Advertisment
Fermented food idli
Diet Tips : શાહિદ કપૂર નાસ્તમાં ઈડલી ઉત્તપમ ખાય છે, શું દરરોજ આથોવાળા ખોરાક ખાઈ શકાય? એક્સપર્ટ શું કહે છે?

પરંતુ શું દરરોજ નાસ્તામાં આથાવાળી વસ્તુઓ ખાઈ શકાય? એક્સપર્ટ શું કહે છે?

આથા વાળો નાસ્તો કેમ ખાવો જોઈએ?

દિલ્હીની અપોલો સ્પેક્ટ્રા હોસ્પિટલના ડાયેટિશિયન દિવ્યા મલિક ધવનના જણાવ્યા અનુસાર, ભારતમાં લોકો દાયકાઓથી વિવિધ પ્રકારના આથા વાળો ખોરાક ખાય છે. ઘણીવાર ખોરાકને આખીરાત આથો લાવવા માટે રાખવામાં આવે છે. જે એકંદર આરોગ્ય માટે ફાયદાકારક ગણાય છે કારણ કે તે ફાયદાકારક એન્ટીઑકિસડન્ટો મુક્ત કરે છે. જેમ કે ઉત્તપમ અને ઈડલીને આંતરડાના સ્વાસ્થ્ય માટે વરદાનરૂપ માનવામાં આવે છે અને તે પાચનને સરળ બનાવવા માટે જાણીતા છે.

Advertisment

આ પણ વાંચો: Herbal Tea Recipe: સવારમાં દૂધ વાળી ચા નહીં આ હર્બલ ટી પીવાથી શરીર સ્વસ્થ્ય અને સુંદર રહેશે, જાણો રેસીપી

ધ્યાનમાં રાખવા જેવી બાબતો

આથા વાળો નાસ્તો એકંદરે લાભદાયી હોઈ શકે છે, પરંતુ જો વધુ માત્રામાં ખાવામાં આવે તો ચોક્કસ એલર્જીક પણ થઈ શકે છે. કેટલાક આથા વાળા ખોરાકમાં વધુ પડતી માત્રામાં મીઠું અને ખાંડ હોઈ શકે છે, જે વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે.જેમ કે ગેસ, પેટનું ફૂલવું અને ઝાડા જેવી સમસ્યા થઇ શકે છે. આથો ઘણીવાર યીસ્ટની મદદથી કરવામાં આવે છે, જે ખોરાકને ફૂલવામાં મદદ કરે છે.

એક્સપર્ટના મત અનુસાર, તમારે ઘરે બેટર બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ. તૈયાર ઈડલી અને ઢોસાના બેટરમાં વધુ માત્રામાં પ્રિઝર્વેટિવ હોઈ શકે છે જેથી બગડ્યા વિના લાંબા સમય સુધી તેમાં આથો બનાવી શકાય.

આ પણ વાંચો: Diabetes Diet : મધ, ગોળ અને અન્ય કુદરતી શર્કરામાંથી શું ડાયાબિટીસના દર્દીઓ માટે સારું?

કેટલી માત્રામાં અને કેટલી વાર આથા વાળો ખોરાક લેવો જોઈએ?

દરરોજ ખાવાને બદલે અઠવાડિયામાં એક - બે વાર ઈડલી, ઢોસા અથવા ઉથપ્પમ ખાવાનું સૂચન કરવામાં આવે છે. પરંતુ તમારા બોડીને શું માફક આવે છે કે શું નથી તે સમજવા માટે ખાધા પછી તમારા શરીરના રીએકશનને ધ્યાનમાં રાખો.'

જીવનશૈલી health tips