/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/Fasting-Recipe-unsplash-1-1.jpg)
ઉપવાસ રેસીપી (અનસ્પ્લેશ)
અધિક માસ(પુરુષોત્તમ માસ) પૂરો થયો અને આજે શ્રાવણ માસની શરૂઆત થઇ ગઈ છે, આ પવિત્ર માસમાં ભગવાન શિવની ભક્તિ સાથે ઘણા લોકો ઉપવાસ કરે છે.આ ઉપવાસ દરમિયાન અનેક ફરાળી વાનગીઓ બજારમાં ઉપલબ્ધ થાય છે, ત્યારે બહારની તે વાનગીઓ કરતા આ સરળ અને હેલ્થી ફરાળી રેસિપી તમે ઘરે બનાવી શકો છો, અહીં વાંચો રીત
સામગ્રી:
- 2 ચમચી – રિફાઇન્ડ તેલ, 1 ચમચી – આદુની પેસ્ટ, 1 ચમચી – લીલું મરચું, સમારેલ, 1/4 કપ – અખરોટ, સમારેલા અને બાફેલા
- 1 1/2 ચમચી – ડ્રાયફ્રુટ પાઉડર
- 2 ચપટી - મીઠું
- 1/2 ટીસ્પૂન - હળદર
- 1 ચમચી – ધાણા પાવડર
- 1 1/2 ચમચી – લાલ મરચું પાવડર
- 1 ચમચી – ખોયા
- 1/2 કપ – છીણેલું કેળું
- 1 ચપટી – કાળા મરીનો ભૂકો
- 1/4 કપ – બટેટા, છીણેલું અને બાફેલું
- 1 ચમચી – છીણેલું પનીર
આ પણ વાંચો: Belly Fat Loss Tips : બેલી ફેટ ઘટાડવા માટે આ એક્સરસાઇઝ છે અસરકારક, અહીં જાણો
મેથડ:
એક પેનમાં તેલ, આદુની પેસ્ટ, બારીક સમારેલા લીલા મરચાં, બાફેલા અને સમારેલા અખરોટ, ઝીણી સમારેલી ફ્રેન્ચ બીન્સ, કાજુનો પાવડર, મીઠું, હળદર પાવડર, ધાણા પાવડર, લાલ મરચું પાવડર, માવો નાખીને મિક્સ કરો.
બીજા બાઉલમાં છીણેલું કાચું કેળું, મીઠું, છીણેલા કાળા મરી, બાફેલા અને છીણેલા બટેટા, છીણેલું પનીર, બદામ અને અખરોટ પાવડર, લાલ મરચું પાવડર નાખીને બરાબર મિક્ષ કરી લો.
આ પણ વાંચો: Goji Berries : ગોજી બેરી છે આટલી બીમારીઓમાં અસરકારક, જાણો ફાયદા
બંને મિશ્રણને એકસાથે મિક્સ કરો.
મિશ્રણનો એક ભાગ લો અને ટિક્કી બનાવો. એક કડાઈમાં તેલ ઉમેરો અને ટિક્કીને બંને બાજુથી તળી લો.
બફાઈ જાય એટલે પ્લેટમાં સર્વ કરો અને કોથમીરથી ગાર્નિશ કરો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us